________________
૯૪૨ |
[ જૈન પ્રતિભાદર્શન
હોય તો રાત્રે પણ ઉઠાડું. ટેણિયો ખુશ થઈ ગયો.
પૂ. શ્રીએ ઉઠાડી સામાયિક કરાવી. સરળ ભાષામાં વ્રત આદિની શ્રેષ્ઠતા સમજાવતાં આ નાના બાળે હિમાલય જેવું કઠિન બ્રહ્મચર્ય વ્રત લઈ લીધું! પછી તો શિબિર અને સાધુ સંગે ગજબનો ચમત્કાર કરી દીધો! શાસનની દિવ્યતા ઓળખી આ બાળકે સંયમ સ્વીકારી ઉત્તમ સાધના કરવા માંડી! ગુરુકૃપા મેળવી અનેક સાધુ-શ્રાવકોને પણ આરાધનામાં સદા સહાય કરતા. આજે તો તેઓ પ.પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરિ બની ખૂબ ખૂબ શાસન-પ્રભાવના કરી રહ્યા છે.
કેવું આ જયવંતું જિનશાસન કે જે એક નાના નિમિત્તે આવા અનેક ભવોના અનેક સાધક આત્માઓને ઠેઠ ટોચે પહોંચાડી દે છે!!! હે ધર્મપ્રેમીઓ! તમારામાં પણ આવી કોઈ યોગ્યતા છુપાયેલી પડી હશે. ધર્મની આરાધના વધારતા રહેશો તો કયારેક તમે પણ શિખરે પહોંચી જશો!
( આચાર્ય–આદરથી અશક્ય શક્ય ) એક શ્રાવકે પરીક્ષામાં ઝંપલાવ્યું. પણ પુસ્તક વાંચતાં ખૂબ કઠિન લાગ્યું. “જૈનધર્મનો સરળ પરિચય'ના લેખક પૂ. આચાર્યશ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ની તેણે કલ્પના કરી, ભાવથી વંદન કરી, પ્રાર્થના કરી ફરી પુસ્તક વાંચી જવાબો લખવા માંડ્યા. પુસ્તક હવે ઘણું સમજાયું અને ઘણા જવાબ પણ આવડી ગયા!! આપણે એ બોધ લેવા જેવો છે કે મહાપુસ્તકોના વાંચન પહેલાં એમની માનસમૂર્તિ રચી અત્યંત આદરથી વંદન આદિ કરી આ પુસ્તકથી મને તારકશાસ્ત્ર જ્ઞાન, તત્ત્વજ્ઞાન અને સબુદ્ધિ મળો, એવી તેમને પ્રાર્થના કરીએ. આપણને પણ પુસ્તક જરૂર પરિણામ આપે!
( પુસ્તકે અજૈન નારીને જૈન બનાવી દીધી! ) એક બ્રાહ્મણ છોકરી જૈનને પરણી. સાસરાના જૈન આચારો તે પણ આચરતી. અમદાવાદમાં સ્વ. પૂ. આચાર્ય શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ.ના “જૈન ધર્મનો સરળ પરિચય' પુસ્તક પર પરીક્ષા રખાઈ. આ બહેને પણ પરીક્ષા આપવા એ પુસ્તક અનેકવાર વાંચ્યું.
એ બહેન જાતઅનુભવ વર્ણવે છે કે હું મનથી જૈન બની ન હતી, પણ આ પુસ્તક વાંચતાં જૈન ધર્મની મહાનતા સમજાઈ. અને ખરેખર હવે જૈનધર્મ દિલથી સ્વીકારું છું. બ્રાહ્મણને દ્વિજ અર્થાત્ ૨ વાર જન્મનાર કહે છે. બ્રાહ્મણ એવી મારા ત્રણ જન્મ થયા. જૈન ધર્મની પ્રાપ્તિ એ મારો ત્રીજો જન્મ.
એક ઉત્તમ પુસ્તક કયારેક જીવોને કેટલો બધો મોટો લાભ કમાવી આપે છે તે આ વર્તમાનકાળની સત્ય ઘટના સિદ્ધ કરે છે. અજૈન એવી સ્ત્રીને પણ એ સુંદર પુસ્તક પરીક્ષાના ઇનામનું લક્ષ્ય હોવા છતાં હૃદયપરિવર્તન કરી દે તો જૈન શ્રાવક એવા તમને માત્ર આત્મહિતની ભાવનાથી ધ્યાનથી ધાર્મિક વાંચન કેટલો બધો લાભ કરી આપે તે વિચારી શાસ્ત્રાભ્યાસ ખૂબ ખૂબ વધારો.
હે પુસ્તકપ્રેમીઓ! ટી. વી.ના આજના માહોલમાં પણ તમારો પુસ્તકપ્રેમ એ તમારી એક વિશિષ્ટ યોગ્યતા સૂચવે છે. તમે આ લાયકાતને વધુ ને વધુ વાંચન દ્વારા વિકસાવી અન્ય ફાલતુ સાંસારિક અને પાપી પ્રવૃત્તિઓની રુચિને નષ્ટ કરવાની એક મહત્ત્વની સાધના કરી ખૂબ જ આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org