SearchBrowseAboutContactDonate
Page Preview
Page 992
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [Era તીર્થની આશાતના તજો વઢવાણના જીવણભાઈ અબજીભાઈ ધાર્મિક, સુખી અને પ્રતિષ્ઠિત હતા. તેમના સુપુત્ર રતિભાઈ પાલીતાણામાં સ્વદ્રવ્યથી ગિરિવિહાર ધર્મશાળા બંધાવતા જાતે દેખરેખપૂર્વક ખૂબ જયણા પાળતા. ૬ માસ રોકાયેલા પાણી બધું ગળાયા પછી જ વપરાય તેનું ખાસ ધ્યાન રાખતા. તેમને પેસાબની તકલીફ. તેથી આશાતનાથી બચવા યાત્રા કરતા ન હતા. પણ ઘણાએ કહ્યું, “રતિભાઈ! પાલીતાણામાં હોવા છતાં યાત્રાનો લાભ ગુમાવો છો. એકવાર તો દાદાની પૂજા કરી આવો.” રતિભાઈને પણ ઉલ્લાસ આવી ગયો. હિંમતથી ચડવા માંડ્યા પણ પહેલા હડે પહોંચતા જ પેશાબની શંકા થઈ. રોકાશે નહીં એમ લાગતા આ અનાદિ પવિત્ર શાશ્વતગિરિની આશાતનાના ઘોર પાપથી બચવા નિર્ણય કર્યો. ઉપાય વિચારી એકાંતમાં જઈ પોતાના ખેસ પર પેશાબ કરી એક ટીપું પણ ન પડે તેમ ડૂચો વાળી નીચે ઉતરી ગયા. લાખ-લાખ ધન્યવાદ તેમની દઢ શ્રદ્ધાને અને તીર્થભક્તિને ! હે જિનભક્તો! તારક પ્રભુભક્તિ ખૂબ કરવા સાથે મોટી અને નાની સઘળી આશાતનાથી બચો. એના કડવા વિપાક અતિ ભયંકર છે. આપણને લોહીનાં આંસુ પડાવશે. તીર્થોમાં જુગાર, વિષયવાસના, અભક્ષ્ય-અનંતકાય આદિ ઘોર આશાતના કદિ કરશો નહીં. ( શંખેશ્વર પાર્શ્વનાથે હેમખેમ પહોંચાડ્યા! આશરે ૭૨ વર્ષ પહેલાં વઢવાણથી લક્ષ્મીચંદ ગુલાબચંદ પરિવારના બીજા ૪ જણ સાથે શંખેશ્વર યાત્રાએ ગયા. રસ્તામાં હારીજ ડોસાભાઈને ત્યાં ઉતર્યા. એમણે શંખેશ્વર પહોંચવા બળદનો એક્કો કર્યો. સમયસર નીકળ્યા, જેથી અજવાળામાં શંખેશ્વર પહોંચાય. રસ્તાનો અજાણ એક્કાવાળો પૂછી પૂછીને જતો હતો. પણ ભૂલો પડ્યો. ૭ વાગ્યા. રાત પડી. કોઈ મળતું નથી. છતાં આગળ વધી રહ્યાં છે. ૮ વાગ્યા. રેતી આવી પડી. બળદ ફસાયા ચાલી શકતા નથી. અંધારું ઘનઘોર થઈ ગયું હતું. વડીલોએ નિર્ણય કર્યો કે હવે કોઈ ઉપાય નથી. અહીં જ સૂઈ જઈએ. સવારે વાત. બધા નવકાર ગણવા લાગ્યા. નવકારના પ્રતાપે સામે દૂર ત્રણ બત્તી થઈ. તારાની શંકા પડી. પણ વિચારતા લાગ્યું કે કદાચ સ્ટેશન હોય. એક્કાવાળાને કહ્યું કે આ ઝબકારાની દિશામાં ગાડું હંકાર. સ્ટેશન સુધી પહોંચી જઈશું. ગયા. નાનાં મકાનો આવ્યાં. બહાર સૂતેલ ડોસાને પૂછતા કહે, “શંખેશ્વર છે,” નિરાંત થઈ. ધર્મશાળે પહોંચ્યા. માંગલિક દેરાસરના બહારથી દર્શન કરીને સૂતા. કલિકાળમાં ઘણાને ચમત્કાર દેખાડનાર આ મહામહિમાવંત નવકારને શ્રદ્ધાપૂર્વક ભાવથી વિધિ સહિત આરાધી છે શ્રાવકો! તમે પણ તમારું આત્મહિત કરો. ( ઉદારતા દિલની) સાણંદના ચુનીલાલ પદમશીભાઈથી આખુ સાણંદ પરિચિત છે. એકવાર એક યાચકે ખમીસ માંગ્યું. દયાળુ ચુનીલાલભાઈએ ત્યાં હાજર નવું જ સીવડાવેલ પહેરણ આપી દીધું! ઘરનાએ કહ્યું. “ભલે આપો, પણ અંદર સોનાનાં બટન છે તે તો કાઢી લો.” પણ દાનવીર આપેલું પાછું લઈ શકે? ચુનીભાઈએ કહ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy