________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૧૦૧
બીજાને ફીટ કરી પ્રેક્ષકોને ડોલાવી દે છે; બન્ને બાળાઓનાં ઉપર-નીચે પહેરેલાં કપડાં પણ બદલાઈ જાય છે. આવા ખતરનાક ખેલોથી પ્રેક્ષકોને આશ્ચર્યમાં ગરકાવ કરે છે. હાલ પોતાના પુત્રોને કોલેજનું ઉચ્ચ શિક્ષણ આપવા પરિવાર સાથે અમદાવાદમાં સ્થાઈ થયા છે. ચેરીટી શો આપી સંસ્થાઓને પણ ઉપયોગી થયા છે અને થાય છે. પિતા-પુત્રને જૈન હોવાનું ગૌરવ છે. જૈન ધર્મ પુરો પાળે છે. સીગારેટ પણ પીતા નથી. કોઈ વ્યસન નથી, જૈન સંસ્થાઓને અનેક સમયે ચેરીટી શો આપી મદદરૂપ બન્યા છે.
3
ગુજરાતમાં ૧૯૮૫માં વર્ષના કારમા દુષ્કાળમાં સૌરાષ્ટ્રના જસદણ તાલુકામાંથી ૪,૦૦૦ ઢોરોને ખસેડી સુરત, વિંછીયા અને છાપરીવાળી સુધી લાવી પશુધન બચાવવાની કામગીરી, મિત્રોના સહયોગથી કરી હતી. વૃંદાવન, ગૌશાળારૂપે, જસદણ વિભાગનું સંપૂર્ણ આયોજન કરી અંદાજે ૫૦૦ વિઘા જમીન તથા ૫૦૦ પશુઓ માટેની વ્યવસ્થા આધુનિક પદ્ધતિ દ્વારા કરવામાં આવેલ છે. અમદાવાદ-ઓઢવ તથા લીંચ પાંજરાપોળોને આર્થિક સહાય ચાલુ છે. પોતાના ગૃપ હસ્તક કાર્યકરો, મિત્રો દ્વારા સેંકડો જીવોને ‘અભય’ આપવાનું કાયમી ચાલુ છે. નાની પાંજરાપોળોને સદ્ધર અને પગભર કરવાની સક્રિય ભાવના ધરાવે છે. ૨૫ થી ૩૦ પાંજરાપોળો સાથે સંકળાયેલા છે. છેલ્લાં ૨૪ વર્ષથી ‘ગણેશ ચતુર્થી’--જૈન સંવત્સરી' ના રોજ સુરત કાંઠા વિસ્તારના ગામો ડુસમ, ભીમપોરમાં માછલાં પકડવાની પ્રવૃત્તિ બંધ રખાવે છે. જીવદયા સાથે સુરતની માનવતાવાદી સામાજિક સંસ્થાઓને યથાશક્તિ સહકાર, ગરીબોને શૈક્ષણિક, આર્થિક તથા મેડીકલ સહાય પણ કરે છે.
શ્રી કિશોરભાઈ અમુલખભાઈ શાહ (ધાનેરાવાળા)
જેઓ બનાસકાંઠાના ધાનેરા ગામના વતની છે. હાલ સુરત ખાતે રહે છે. હીરાના વેપાર સાથે સંકળાયેલા છે. છેલ્લા બાવીસ વર્ષથી જીવદયા, માનવસેવાની પ્રવૃત્તિથી સંકળાયેલા છે. તેમનું જીવન જોતાં નસેનસમાં જીવદયાની પ્રવૃત્તિ ધરાવતા હોવાથી મિત્રો તેમને ‘કિશોરભાઈ જીવદયા’ના નામથી ઓળખે છે. કુદરતી આફત વખતે તન, મન, ધન, સમય અને ધંધાની પરવા કર્યા વિના તથા ન્યાત-જાતના ભેદભાવ વગર માનવતાની સેવા, કાર્ય, દયા, દાન, પ્રવૃત્તિ કરે છે. પંદરથી વધુ સંસ્થાના ટ્રસ્ટી, અધ્યક્ષ, મંત્રી, મે. ટ્રસ્ટી કે સંસ્થાપક છે.
દિલ્હી દ્વારા ચાલતા આંખના ઓપરેશનોમાં દવા, ચશ્મા તમામ દર્દીઓને મફત આપવા આર્થિક સહાય કરી છે. ધાનેરા ખાતે ‘મણિબેન વ્રજલાલ મહેતા' હોસ્પિટલના ટ્રસ્ટી છે. અંધત્વ નિવારણ યોજના હેઠણ ધાનેરા ખાતે આ હોસ્પિટલમાં ૧૯૯૪થી આંખનાં ઓપરેશન ચાલુ કરવામાં આવ્યાં છે. ૧૯૯૬૯૭માં ૮૫૦ ઓપરેશનો થયાં હતાં. ૧૯૯૭-૯૮માં ૧૨૫૦ ઓપરેશન કરવામાં આવેલ છે. ૯૮-૯૯માં ૨૦૦૦ ઓપરેશનનો લક્ષાંક સિદ્ધ કરેલ છે. દર શનિ-રવિ નેત્રયજ્ઞ આ હોસ્પિટલમાં ચાલુ રહે છે. આ સમગ્ર નેત્રયજ્ઞનું ‘શ્રી ભાનુચંદ કેશવલાલ ભણશાળી' પાલનપુરવાળાના સહકારથી કિશોરભાઈ દ્વારા થાય છે. ૧૯૯૮-૯૯માં સુરત જીલ્લામાં ૨૦૦ ઓપરેશનો રોટરીક્લબ સાથે મળી કરવામાં આવેલ છે. તેઓ યુથ ક્લબ ઓફ ધાનેરા દ્વારા છેલ્લાં ૨૨ વર્ષથી ધાનેરા સમાજને ઉપયોગ દરેક કામ ક૨વા
૨૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org