SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧oo / [ જૈન પ્રતિભાદર્શન દુકાન ચલાવતા હોવાથી ત્યાં જવાનું થયું. આમ બાલ્યાવસ્થામાં કલકત્તા આવી વસ્યા. તેઓ પૈસે ટકે ખૂબ સુખી હતા. તેમના મોટા બાપા દેવચંદભાઈ બગસરાના નગરશેઠ હતા. એમને ત્યાં બહારથી ઘણાં લોકો આવતા-જતા હતા. બાળપણમાં કે. લાલને ભવાઈનો ભારે શોખ જાગ્યો હતો. આથી કિશોરાવસ્થા દરમ્યાન જીવને જાદુની દુનિયામાં પરોવ્યો. એ વખતે તેમની ઉંમર માત્ર ૭ વર્ષની હતી. ત્યાંની એંગ્લો ઇન્ડીયન સ્કૂલમાં ભણતા હતા. મેટ્રીકની પરીક્ષા તેમણે આપી ન હોતી. નાનપણમાં પિતાને મદદ કરવા માટે દુકાને બેસતા. ત્યાં સુધીમાં તો જાદુકળા પણ શીખી લીધી હતી. પરંતુ વાણિયાનો દીકરો મદારી થાય એ વાત શરૂમાં કુટુંબીજનોને ખૂંચતી. ધાર્મિક માનસ ધરાવતા પિતાને પણ કે. લાલની આ પ્રવૃત્તિ ન ગમતી. તેઓ ૧૯૪૦માં તેમના એક સંબંધીને ત્યાં ગયેલા. તે વખતે અડધો કલાક જાદુના પ્રયોગો કર્યા, એ જોઈને સૌ રાજી થઈ ગયા. તેઓએ પ્રો. ગીતાકુમારને ગુરૂ માની સાધના ચાલુ રાખી. જગવિખ્યાત જાદુગર હુડિનીથી ખૂબ જ પ્રભાવિત થયા. અમેરિકાના જાદુગર ડેવીડ કોપર ફીલ્ડથી કે. લાલ ખૂબ જ પ્રભાવિત છે. તેમણે સને ૧૯૫૧માં કલકત્તાના રોલી થીએટરમાં સૌ પ્રથમવાર ત્રણ કલાકનો પ્રોગ્રામ કર્યો. એ ખેલ જોવા તેમણે ૩૦૦ જેટલા જાદુગરોને પણ બોલાવ્યા હતા. આટલા બધા જાદુગરો વચ્ચે જરાપણ ડર અનુભવ્યા સિવાય પૂરા વિશ્વાસથી ખેલ કર્યા. ઉપાસના વગર સિદ્ધિ ન મળે તેવું માનતા કે. લાલ દુનિયાના સૌથી ઝડપી જાદુગર છે. જાદુગર કે. લાલના ખેલમાં હંમેશા નવીનતા સભર વિવિધતા હોય છે. વિદેશોમાં જતી વખતે તે દેશના ગીત-સંગીતની જાણકારી લે છે. અત્યાર સુધીમાં ૧૧OOO થી પણ વધુ નાઈટ પ્રોગામ થઈ ચૂક્યા છે, જે વિશ્વ રેકોર્ડ છે. દુનિયાના ખૂણે ખૂણે કે. લાલે ગુજરાતનું નામ ગાજતું કર્યું છે મહાન જાદુગર કે. લાલે અત્યાર સુધીમાં ૧OOથીયે વધુ દેશોમાં પ્રોગામ આપ્યા છે. કે. લાલના જાદુના ખેલોમાં અનેરી વિશેષતા હોય છે. એક પૂતળાના ટૂકડાને સાધીને જીવતું કરવું, એની સાથે નૃત્ય કરવું ને ફરી પાછા તેના ટુકડા કરી નાખવા. યુવતીને વિદ્યુત આરીથી કાપી પુનઃજીવિત કરવી: મંચ પર હાથી લાવવો; કાચની પેટીમાંથી ગૂમ કરેલી યુવતીને તોપમાંથી બહાર કાઢવી; કોઈપણ આધાર વિના યુવતીને ચક્કર ચક્કર ફેરવવી; કાગળની પેટીમાંથી બલ્બ સળગાવવા, કાગળ ફોડીને યુવતીનું બહાર આવવું; લેડી ટુ લાયન અને લાયન ટુ લેડી વિગેરે પ્રેક્ષકોને આંજી નાખે તેવી આઈટમો છે, જે કે. લાલ સિવાય એશિયાનો બીજો કોઈ જાદુગર રજૂ કરી શક્યો નથી. જુનિયર કે. લાલ (હસુભાઈ કે. વોરા) : વિશ્વના મહાન જાદુગર કે. લાલના પુત્ર જુનિયર કે. લાલ (હસુભાઈ કાંતિલાલ વોરા) પણ બાપ કરતાં બેટા સવાયાની જેમ ઝડપી જાદુગરનું મહાન બિરૂદ પરદેશમાંથી મેળવી હજારો “શો” યોજી જાદુગરોની દુનિયામાં આગળ પડતું સ્થાન પ્રાપ્ત કર્યું છે. . મસ્તક અને ધડ જુદાં કરી મસ્તકને સ્ટેઈજ ઉપર ફેરવે છે. પોતે પોતાની જાતના જ કરવત વડે બે ટૂકડા કરી પ્રેક્ષકો સમક્ષ બે ભાગ રજૂ કરે છે, ઉપરાંત બે બાળાઓને કરવતથી કાપી–બંનેનાં અંગો એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy