SearchBrowseAboutContactDonate
Page Preview
Page 908
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ) [ ૮૫૯ S * જંબૂદ્વીપના આરાધકોની ભગવાનની ભક્તિ અને આરાધનાના બળે ૧૭૦ લાખ વેલંધર દેવો રોજ બે વાર લવણસમુદ્રની ભરતીને પાછી વાળે છે. ભક્તામર સ્તોત્રના રચયિતા આ. શ્રી માનતુંગસૂરિ ભગવાનની ભક્તિના બળે તાળાવાળી કેદમાંથી હેમખેમ બહાર આવ્યા. ૪૪ બેડીઓ તૂટી ગઈ. પારસમણિ તો લોખંડને સોનું બનાવે પરંતુ ભગવાનની ભક્તિ પથ્થરને પ્રતિમા નહિ ભગવાન બનાવે છે. શ્રીપાળ અને મયણાની અદ્ભુત જિનભક્તિનો પ્રભાવ એવો વિસ્તાર પામ્યો કે સકલ સંઘ દર વર્ષે બે વખત તેનું જીવનચરિત્ર સાંભળી પરમાત્મા બનવા પુરુષાર્થી બને છે. શ્વાસ-શ્વાસે અનંત અનંત વંદન તે શ્રી જિનશાસનના મહાન પુરુષોને સ્વ અને સર્વના હિત કાજે સર્વસ્વનું દાન કર્યું. શું આવું બની શકે? જયવંતું શ્રી જિનશાસન આ વિશ્વની અંદર ભવ્યાત્માઓને મોક્ષનો માર્ગ બતાવે છે. જ્યારથી ભવ્યાત્મા જિનવચનનો બહુમાન-આદર-અહોભાવ પ્રગટાવનારો બને છે, ત્યારથી જીવનમાં જબરજસ્ત પલટો શરૂ થાય છે. તેની જીવન જીવવાની ચાલચલગત બદલાઈ જાય છે, ખાવાનો રસ ઘટીને તપ-ધર્મનો પ્રેમ વધે છે. ધનનો સંગ્રહ ઘટીને દાનધર્મની રુચિ પ્રગટે છે. સંસારરસ ઘટે છે, સંયમરસ વધે છે. ઘર કરતાં જિનમંદિર વધુ પ્રિય લાગે છે. પેઢી-ઓફિસ-ફેક્ટરી કરતાં ઉપાશ્રય વધુ કલ્યાણકારી લાગે છે. તુચ્છ-નાશવંત-ક્ષણિક-દુઃખદાયી સુખ તરફથી દષ્ટિ બદલાઈ શાશ્વત-અજર-અમર-અક્ષયસુખ તરફ મન દોડે છે. આવા આત્માઓ ધર્મ પામ્યા પછી મુક્તિ ન મળે ત્યાં સુધી ગુણવૈભવને વિસ્તારતા હોય છે. આવો ગુણવૈભવ જાણવા-માણવો તે પણ એક જીવનનો લહાવો છે. * રાધનપુરની આ ઘટના છે : સંસારી નામ જયંતિભાઈ હતું. તેઓ ભગતના હુલામણા નામથી ઓળખાતા હતા. લાંબાં લાંબાં સ્તવનો સ્તુતિઓ-સઝાયો તેમના શ્રીમુખે સાંભળવાં તે પણ એક સુવર્ણ અવસર જેવું મનાતું. સંસારીપણામાં જ આ જયંતિભાઈએ વર્ધમાન તપની ૧૦૮ ઓળીઓ પૂર્ણ કરી હતી. જયંતિભાઈનાં માતુશ્રી તેમના પતિની સેવા માટે જ ઘરમાં રહ્યાં હતાં. કારણ, પતિ આંખે અંધ હતાં. માતુશ્રીએ ચોથું વ્રત લીધેલું હતું. જયંતિભાઈનાં મોટી બેનનાં લગ્ન પ્રસિદ્ધ લેખક શ્રી પનાલાલ મશાલિયા સાથે થયાં હતાં. આ બંને પતિની અને પિતાશ્રીની સેવાનું બીડું ઝડપી લીધું. જયંતિભાઈએ પણ નક્કી કર્યું કે જ્યાં સુધી પિતાશ્રીનો સ્વર્ગવાસ ન થાય ત્યાં સુધી ઉત્તમ પ્રકારે શ્રાવક જીવન જીવવું અને પિતાશ્રીની આજીવિકા કરવી. શ્રી જયંતિભાઈએ માતા અને નાની બેનને કહ્યું, “તમારે સંયમપંથે જવું હોય તો હું બધું સંભાળી લઈશ.” આમ માતા અને બેનને દીક્ષાના પંથે જવા હસતે મુખે રજા આપી. માતા અને બેને કચ્છ-વાગડ દેશોદ્ધારક પૂ. આ.શ્રી કનકચંદ્રસૂરિજી મ.સા. પાસે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા બાદ રત્નત્રયી અને તત્ત્વત્રયીની ખૂબ સુંદર આરાધના કરી. વર્ધમાનતપની ઓળીઓ ખૂબ કરી. સંસારીપણામાં ભયંકર માંદગીમાં પણ નવપદજીની ઓળી મૂકી નહિ. બીમારીમાં સૂતાં-સૂતાં પણ સુંદર માયંબિલની આરાધના કરી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy