________________
૮૬૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
શ્રી જયંતિભાઈના પિતા સ્વર્ગવાસ પામ્યા અને શ્રી જયંતિભાઈએ પ.પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી પાસે સંયમ ગ્રહણ કર્યું. વર્ધમાન તપની ૧૭૦ ઓળી પૂર્ણ કરી. મોટેભાગે દાળ-રોટીનું જ આયંબિલ કરતા. સ્વાધ્યાય, જાપ, વિનય, વૈરાગ્ય, વૈયાવચ્ચ, જિનભક્તિ અજોડ કરતા. દરેક દેરાસરે જિનપ્રતિમાને ત્રણ ખમાસમણાં આપતા. ઉપાધિ સાવ મામૂલી રાખતા. પોસ્ટકાર્ડ-કવર-ટિકિટ આવું કાંઈ તેમની પાસે જોવા મળતું નહિ.
ઘર હોય તો વાસણ ખખડે પણ ખરાં! સંયમી જીવનમાં એક સૌરાષ્ટ્રના હોય, એક રાજસ્થાનના હોય, એક ગુજરાતના હોય---બધાની અલગ અલગ પ્રકૃતિ હોય. ક્યારેક કોઈ ઊંચા સાદે બોલી જાય તો આ તુરત કહે : આ તો પ્રભુ વીરના સાધુ છે. સંયમના આરાધક છે. તે બોલે તે બધું આપણા હિત માટે જ હોય. ઘણીવાર તો બોલતા કે “સારું થયું સૂળીની સજા સોટામાં પતી ગઈ.” બધુ સીધું જ ખતવતા.
દીક્ષા પછી તેઓનું નામ મુનિ જયંતભદ્રવિજયજી મ.સા. હતું. સંસારીપણામાં પાઠશાળા ચલાવવાનું કામ તેમને સોંપાયું. છોકરાઓ તોફાન-મસ્તી કરે. આ કાંઈ બોલે નહિ. ત્યારે સંઘના અગ્રણીઓ કહેતા, તમે કાંઈ બોલશો નહિ, ગુસ્સો કરશો નહિ તો આ છોકરાઓની પાઠશાળા કેવી રીતે ચાલશે? ત્યારે આ જયંતિભાઈ કહેતા : ગુસ્સો શું છે તે મને ખબર નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તેઓનો સમતાભાવ વિશિષ્ટ હતો. અનેક પુણ્યવાનો તેમનાં દર્શન-વંદન કરી પાવન બનતા.
એક પરિવારના ત્રણ–ત્રણ પુણ્યવાનો સંયમજીવનને કેવી રીતે પામ્યા? શ્રી જિનશાસનને બે શ્રમણરત્નો કેવી રીતે મળ્યાં? ભાગ્યશાળી આત્માઓએ કોઈપણ આત્માને ધર્મ સાધવામાં અંતરાય થતો હોય અને પોતાનાથી સહાય કરવાની શક્તિ હોય તો ચૂકવું જોઈએ નહિ. આપણે કોઈને ધર્મ કરવા– કરાવવામાં સહાયક બનીશું તો આ ભવમાં કે ભવાંતરમાં આપણને પણ ધર્મમાં કોઈ સહાયક બનશે. ગુણની સુવાસ માનવી ગયા પછી પણ દશે દિશામાં ફેલાતી રહે છે. તેનો પ્રકાશ પામી આરાધક આત્માઓ પણ ગુણોને પ્રાપ્ત કરનાર બને છે.
ચંદનબાળાજી, રાજીમતીજી, તુલસા, મયણાસુંદરી, અનુપમાદેવી, દમયંતી, સીતા, સુભદ્રાના ભવ્ય જીવનની સ્મૃતિ માનવીના જીવનમાં પવિત્રતાનો સંચાર પેદા કરે છે. ધન્ય છે તે રત્નોને : સ્વર જીવન જીવી ગયાં, અનેકોને ઉત્તમ આદર્શ આપી ગયાં.
* બુદ્ધિ મળો તો ધર્મની જ મળજો : ખંભાતના વતની વિજયાબેન. પૂજ્ય ગુરુદેવોના મુખે જિનવાણી શ્રવણ કરતાં હૈયામાં થઈ ગયું : આ સંસારમાં રહેવા જેવું નથી. સંયમ જ લેવા જેવું છે. મોશે. જ જવા જેવું છે. અનંતી પાપરાશિ ભેગી થાય ત્યારે સ્ત્રી તરીકે જન્મ લેવો પડે. ધન્ય તે જિનની માતાઓ! તારક તીર્થંકરદેવોની માતા બનવાનું સૌભાગ્ય પામ્યાં. વિશ્વની અંદર ધર્મતીર્થની સ્થાપના કરનાર અરિહંત પરમાત્માની માતાઓ બની. આવું ધર્મશાસન પામ્યા પછી ધર્મ ૨૪ કલાક કરવો હોય, જિનાજ્ઞા પાળવી હોય તો દીક્ષા વિના ઉદ્ધાર નથી. પ.પૂ. આ.દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ પાસે બ્રહ્મચર્યવ્રત લઈ લીધું.
માતાનો મોહ, ભાઈની મમતા-લાગણીએ સંયમપંથે ન જવા દેતાં સંસારીપણામાં લગ્ન થઈ ગયાઘેર આવ્યા–પતિને કહ્યું : “મારો અને તમારો સંબંધ ભાઈબેન તરીકે રહેશે, પતિ-પત્ની તરીકે નહિ.” || પુણ્ય જોર કરતું હશે. પતિએ પણ પૂરેપૂરી સહાય કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org