________________
૫૭૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
જાવાલથી પાલીતાણા-સિદ્ધગિરિ તીર્થ, (૩૦) સં. ૨૦૫૪ જાવાલીથી રાણકપુરજી તીર્થ, (૩૧) સં. ૨૦૫૫ ગુડાઅડેલાથી વકાણા તીર્થ.
પૂ. આ.શ્રી વિજયકુંદકુંદસૂરિજી મ. સા.ની નિશ્રામાં નીકળેલ શ્રી વલ્લભીપુરથી શત્રુંજયતીર્થનો છ’રીપાલિત સંઘ :
પ. પૂ. શાસનસમ્રાટશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મ. સા.ના સમુદાયના પૂ. આ. શ્રી વિજયધર્મધુરંધરસૂરિજી મ. સા.ના શિષ્ય પૂ. આ.શ્રી કુંદકુંદસૂરિજી મ. સા. આદિ ઠાણા તેમ જ સાધ્વીશ્રી મંજુલયશાશ્રીજી તથા સાધ્વીશ્રી રમણયશાશ્રીજી આદિ ઠાણાની શુભ નિશ્રામાં સંઘપતિશ્રી ભૂપેન્દ્રભાઈ ગીરધરલાલ ભુધરલાલ ઉંટવાળા સપરિવારના આર્થિક સહયોગથી ૨૨૫ યાત્રિકોનો ૬ દિવસનો વલ્લભીપુરથી શત્રુંજય તીર્થનો છ’રીપાલિત યાત્રા સંઘ નીકળ્યો હતો.
સંઘપ્રયાણ વિ. સં. ૨૦૫૫ના મહા વદ ૭ અને મહા વદ ૧૦ના પાલીતાણા નગર પ્રવેશ. શેઠશ્રી આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સંઘપતિનું સન્માન. પ્રાચીન અને ગામના મુખ્ય દેરાસરે દર્શન અને જુની પેઢીમાં ગાદી ઉપર સંઘપતિ બિરાજમાન થઈ તીર્થ પ્રતિ પ્રયાણ કરી આદિનાથ દાદા તથા શત્રુંજયના જયનાદ સાથે તીર્થ તળેટીના દર્શન-વંદન-સ્પર્શના કરી કેસરિયાજીનગરમાં માંગલિક અને રાત્રે યાત્રિકગણ તથા સ્વજનો દ્વારા સંઘપતિનું બહુમાન અને સંઘપતિ દ્વારા સંઘ સંચાલકો તથા સ્વયંસેવકોનું બહુમાન કરવામાં આવેલ.
મહા વદ ૧૧ દાદાના દરબારમાં તીર્થમાળારોપણની વિધિ પૂ. આ. શ્રી કુંદકુંદસૂરિજી મ. સા.ના વરદ હસ્તે સંપન્ન થઈ. આ સાથે સંઘપતિ શ્રી ભૂપેન્દ્રભાઈ તથા તેમનાં ધર્મપત્ની શ્રી પ્રવિણાબેને ચતુર્થ બ્રહ્મચર્યવ્રત લીધું.
પૂ. આ૦ શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો
૧. ભાવનગરથી ઘોઘા વિ. સં. ૨૦૩૩ કાર્તિક વદ ૫, યાત્રિક સંખ્યા ૭૦૦.
૨. ગોધરાથી પરોલી તીર્થ વિ. સં. ૨૦૪૯ માગસર સુદ ૩, સંઘવી શ્રી હીરાબેન શાંતિલાલ ભુરાભાઈ ચોક્સી તથા શ્રી મફતલાલ મંગળદાસ દોશી (ચોક્સી).
૩. ભાવનગરથી પાલીતાણા વિ. સં. ૨૦૫૩ કાર્તિક વદ ૪ થી કાર્તિક વદ ૧૦ સંઘવી શ્રી જસવંતરાય ગીરધરલાલ વેલચંદભાઈ ગોળવાળા-પચ્છેગામવાળા (હાલ શાસ્ત્રીનગર-ભાવનગર), યાત્રિક સંખ્યા ૫૦૦.
૪. વલ્લભીપુરથી પાલીતાણા વિ. સં. ૨૦૫૪ મહા સુદ ૫ થી મહા સુદ ૧૦, શ્રી ચંદ્રદીપક જૈન સ્નાત્ર મંડળ (મુંબઈ-પાલીતાણા) તરફથી, યાત્રિક સંખ્યા ૪૦૦.
પ. પૂ. શાસનસમ્રાટશ્રીના સમુદાયના પ. પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસૂરિજી મ. સા.ના પટ્ટધર પ. પૂ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org