SearchBrowseAboutContactDonate
Page Preview
Page 805
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૫૬ ] [ જૈન પ્રતિભાદર્શન [ સમય જતાં અમદાવાદ, વડોદરા, પુના, વિદ્યાનગર, ભાવનગર, અંધેરી વગેરે સ્થળે વિદ્યાલયની શાખાઓ સ્થપાઈ. તેમાં પણ તેમનું યોગદાન ઘણું મોટું રહ્યું છે. સાત શાખાઓના કેન્દ્રીય વહીવટની જવાબદારી મુખ્ય સૂત્રધાર તરીકે તેઓ ઘણી રીતે વહન કરતા. વખતોવખત સમિતિના સભ્યો અને હોદ્દેદારોમાં ફેરફારો થયા કર્યા, પણ મુખ્ય સૂત્રધાર તરીકે તો પૂરા પાંચ દાયકા સુધી કોરાસાહેબ જ રહ્યા. આવી એકધારી સેવા વિદ્યાલયના અત્યાર સુધીના વિકાસના ઇતિહાસમાં અજોડ રહેશે. વિદ્યાલયની લાયબ્રેરી એ મુંબઈ શહેરની એક અત્યંત સમૃદ્ધ લાઈબ્રેરી છે. સંસ્કૃત, પ્રાકૃત, અર્ધમાગધી, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી એમ વિવિધ ભાષાઓમાં હજારો ગ્રંથો કયાંયથી ન મળે તેવા વિદ્યાલયની લાઈબ્રેરીમાં છે. કેટલાય જૂના દુર્લભ, ગ્રંથો વિદ્યાલયની લાઈબ્રેરીમાં સચવાયેલા છે. તદુપરાંત હસ્તપ્રતોનો પણ મોટો ભંડાર વિદ્યાલય પાસે છે. વિદ્યાલયના આ સમૃદ્ધ ગ્રંથાલયનો યશ મુખ્યત્વે કોરા સાહેબના ફાળે જાય છે. કોરા સાહેબમાં સારી એવી લેખનશક્તિ અને કલાદૃષ્ટિ હતી. તેના ઉત્તમ ઉદાહરણરૂપ વિદ્યાલયના વાર્ષિક રિપોર્ટ છે. ભૂલચૂક વગરના, સુઘડ મુદ્રણકલાવાળા, વ્યવસ્થિત ક્રમાનુસાર માહિતીવાળી વાર્ષિક રિપોર્ટ કલાની દૃષ્ટિએ પણ નમૂનેદાર અને સાચવી રાખવા ગમે એવા પ્રગટ થતા. કોરાસાહેબના જૈન સાહિત્ય, ઇતિહાસ અને કલાના રસને કારણે જ “જૈન યુગ' નામનું સામયિક ફરીથી પ્રકાશિત કરવા માટે પ્રબંધ થયો હતો. જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ તરફથી પ્રગટ થતું આ સામયિક આર્થિક સંજોગોને કારણે જ્યારે બંધ થયું ત્યારે તેના પુન:પ્રકાશન માટે કોરાસાહેબે ભારે જહેમત ઉઠાવી હતી અને એના સંપાદક તરીકે એનું સંગીન કાર્ય ઘણાં વર્ષ કર્યું હતું. એ જ રીતે વિદ્યાલયના રજત જયંતિ પ્રસંગે એક દળદાર સ્મારક ગ્રંથ પ્રગટ થયો હતો, જેનું સંપાદન કોરા સાહેબે કર્યું હતું. તેમાં ઉચ્ચ ધોરણના એટલા સરસ લેખો હતા કે વિદ્યાલયનો એ રજત જયંતિ ગ્રંથ સાહિત્યનો એક સંદર્ભગ્રંથ બની ગયો. વિદ્યાલય તરફથી ત્યારપછી સુવર્ણ જયંતિ ગ્રંથ અને વલ્લભસૂરિ સ્મારક ગ્રંથ જેવા દળદાર ગ્રંથો પ્રગટ થયા. એ પણ અમૂલ્ય સંદર્ભગ્રંથની ગરજ સારે એવા બન્યા છે. વિદ્યાલય તરફથી બીજા પણ વિશિષ્ટ, દળદાર, મહત્વપૂર્ણ અને માહિતીપ્રદ અનેક ગ્રંથો પ્રગટ કરવામાં આવ્યા છે. ઉપરાંત વિદ્યાલય દ્વારા વખતોવખત જૈન સાહિત્ય સમારોહ યોજવાની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે. આ બધાનો યશ કોરાસાહેબને ફાળે જાય છે. વિદ્યાલયની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર આગમ પ્રકાશનની યોજનાને નિમિત્તે કોરાસાહેબને પ. પૂ. શ્રી પુણ્યવિજયજી મહારાજ અને ત્યારપછી પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજના નિયમિત સંપર્કમાં રહેવાનું બનતું. આગમ પ્રકાશન શ્રેણીમાં જે દળદાર ગ્રંથો પ્રકાશિત થયા છે તેના વહીવટી કાર્યમાં કોરાસાહેબનું યોગદાન ઘણું મોટું છે. પ. પૂ. શ્રી જંબૂવિજયજી મહારાજે આ આગમ પ્રકાશનના એક ગ્રંથ જ્ઞાતાધર્મકથાંગસૂત્ર'ની પ્રસ્તાવનામાં શ્રી કાંતિલાલ કોરા વિશે લખ્યું છે કે, “ગ્રંથની વિષમતા તથા મારા તરફથી થતા ઘણા સુધારા-વધારાને કારણે પ્રેસના કાર્યવાહકો પણ કંટાળી જાય, ત્યારે અત્યંત સૌજન્યતાથી બધા સાથે તેમણે જે કામ લીધું છે તે આશ્ચર્યજનક છે. આ ગ્રંથના સંપાદન-મુદ્રણ-પ્રકાશનમાં ખરેખર તેઓ પ્રાણભુત બન્યા છે. આ જૈન આગમ ગ્રંથમાળાના પ્રકાશનમાં તેઓ અજોડ સહાયક બન્યા છે. વિદ્યાલય ઉપરાંત જૈન કોન્ઝરન્સ, વલ્લભસ્મારક તથા બીજી અનેક સંસ્થાઓને તેમની સેવાનો લાભ મળ્યો છે, પોતાનું જીવન કૃતાર્થ કર્યું. * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy