SearchBrowseAboutContactDonate
Page Preview
Page 804
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ) [ ૭૫૫ “માતૃસમાજ' નામની સંસ્થા સ્થાપી. આરંભમાં ચાર બહેનો સાથે ખાદ્યસામગ્રી બનાવી વેચવાનું કામ શરૂ કર્યું. ચંચળબેનની નીતિમત્તાના કારણે દિવસે દિવસે માંગ વધવા લાગી. આથી વધુ બહેનો જોડાતી ગઈ અને પોતાની આજીવિકા મેળવવા લાગી. માતૃસમાજ એટલે ચંચળબાનું સાકાર થયેલું સ્વપ્ન. તેઓ સવારથી તે રાતના નવ-દસ વાગ્યા સુધી આ પ્રવૃત્તિ માટે કામ કરતાં રહ્યાં. એના આનંદ અને ઉત્સાહથી એમની તબિયત પણ સારી રહી. ચંચળબહેન લગભગ નેવું વર્ષની ઉંમરે પણ “માતૃસમાજની પ્રવૃત્તિ માટે પોતાના મકાનમાં પાંચ ઊંચા દાદરની રોજ ચઢઊતર કરતાં હતાં. “માતૃસમાજની પ્રવૃત્તિઓનો વિકાસ જોઈને શરીરબળની સાથે એમનું આત્મબળ પણ ખીલ્યું હતું. - સ્વ. ચંચળબાના જીવનમાં ત્યાગ અને સંયમની અનોખી સુવાસ હતી. યુવાન વયે એમણે શ્વેત ખાદીનાં વસ્ત્ર ધારણ કરવાનું અને ઘરેણાં નહીં પહેરવાનું વ્રત લીધું હતું. આજીવન પગમાં ચંપલ ન પહેરવાના વ્રત ઉપરાંત પોતાના ભાઈના અવસાન પ્રસંગે કાયમને માટે એમણે કેરી છોડી દીધી હતી. પોતાના પતિના અવસાન વખતે એમણે હંમેશને માટે દૂધનો ત્યાગ કર્યો હતો. તદુપરાંત વિવિધ પ્રસંગોને નિમિત્તે ઉપવાસ, આયંબિલ વગેરે પ્રકારની તપશ્ચર્યાઓ તો એમના જીવનમાં ચાલ્યા જ કરતી હતી. રોજ ચોવિહાર તથા પવતિથિના નિયમો તો પહેલેથી જ ચાલુ હતા. સ્વ. ચંચળબહેનનું જીવન એટલે ત્યાગ, સંયમ અને સેવાની સાધનાનું જીવન. એમનું પવિત્ર જીવન અનેકને માટે પ્રેરણારૂપ બની રહે એવું છે! ( કાન્તિલાલ કોરા ) જૈન સમાજની ખ્યાતનામ સંસ્થા શ્રી મહાવીર જૈન વિદ્યાલયના ભૂતપૂર્વ મહામંત્રી શ્રી કાન્તિલાલ ડાહ્યાભાઈ કોરાનું તા. ૨૧મી મે ૧૯૯૧ના રોજ મુંબઈમાં અવસાન થતાં વિદ્યાલયે પોતનો એક આધારસ્તંભ અને જૈન સમાજે એક વિશિષ્ટ સંનિષ્ઠ કાર્યકર ગુમાવ્યો છે. જીવનના પાંચ દાયકાથી વધુ સમય એક જ સંસ્થાના વિકાસમાં પોતાનાં સમય અને શક્તિ આપવાં એ વિરલ ઘટના છે. વળી પાંચ દાયકા સુધી કામ કરવાની શક્તિ ટકી રહેવી એ પણ સદ્ભાગ્યની વાત છે વિદ્યાલય એ કોરાસાહેબનું જીવનક્ષેત્ર બની ગયું હતું. પાંચ દાયકામાં હજારો વિદ્યાર્થીઓના સંપર્કમાં તેઓ આવ્યા અને તેમના માર્ગદર્શક બન્યા. તેમની વત્સલ છત્રછાયા નીચે હજારો વિદ્યાર્થીઓએ ધર્મ, સંસ્કાર અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ઉન્નતિના શિખરો સર કર્યા છે. વકીલો, દાકતરો, ઇજનેરો, ચાર્ટડ એકાઉન્ટન્ટો, અધ્યાપકો વગેરે જૈન સમાજનાં ઉચ્ચતર સ્તરની અનેક નામાંકિત વ્યક્તિઓ દેશ-વિદેશમાં કોરાસાહેબને ભાવપૂર્વક યાદ કરે છે. - શ્રી કાંતિલાલ કોરાનો જન્મ ખેડાના સુખી અને સંસ્કારી કુટુંબમાં થયો હતો. તેમના પિતા શ્રી ઈ કોરા જામનગર સ્ટેટના એજીનિયર હતા. જામનગરની સુઘડ અને સુંદર નગર રચનામાં તેમનું આગવું પ્રદાન રહ્યું છે. શ્રી કાંતિલાલ કોરા મુંબઈ–ઝેવિયર્સ કોલેજમાં ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિના વિષય સાથે એમ. એ. થયા અને ઇ. સ. ૧૯૩૭માં યુવાનવયે શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં ગૃહપતિ તરીકે જોડાયા. તેઓ શરૂઆતથી જ વિદ્યાલયના દરેક કાર્યો ઝીણવટથી ખંત, નિષ્ઠા અને દક્ષતાપૂર્વક કરતાં હતાં. તેઓ વિદ્યાલયમાં જોડાયા ત્યારે વિદ્યાલયની ગોવાલિયા ટેન્ક સિવાય કોઈ શાખા ન હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy