SearchBrowseAboutContactDonate
Page Preview
Page 743
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૯૪ ] [ જૈન પ્રતિભાદર્શન હીરજીએ સં. ૧૯૭૦માં શ્રી અનંતનાથ ગૃહમૈત્ય, ડીગ્રસમાં શિવજી સોજપાલ પ્રમુખ સંઘે સં. ૧૯૮૪માં શ્રી પાર્શ્વનાથ ગૃહચૈત્ય, કારંજામાં અરજણ ખીમજી, દામજી આણંદજી સમેત સંઘે સં. ૧૯૯રમાં શ્રી આદિનાથ જિનાલય, રાયચુરમાં કોઠારાના રતનશી ભવાનજી ધરમશી આદિ સંઘે નૂતન જિનાલય બંધાવ્યાં. નીમાડ જિલ્લાના ખીડકીઆમાં લીલાધર વેલજીએ શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. નાંદેડમાં શ્રી ચંદ્રપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૦ના વૈશાખ સુદિ ૧૦ના દિને નેણશી ભીમશીની આગેવાની હેઠળ થઈ. ખંડવાના શ્રી પાર્શ્વનાથ જિનાલયની પ્રતિષ્ઠા સં. ૨૦૧૧ના માઘ વદિ ૩ના દિને રાયચંદ પીતાંબરની આગેવાની હેઠળ થઈ. ચાલીશગામમાં કચ્છી ઓશવાળ સંઘે સં. ૧૯૬૪માં શ્રી પપ્રભુ જિનાલય બંધાવી પ્રતિષ્ઠા કરી. આ કાર્યમાં કલ્યાણજી કેશવજીની ઘણી સેવા હતી. બાડમેરમાં ગોકળચંદ કરમચંદ પઢાઈઆ પ્રમુખ સંઘે સં. ૧૯૭૫માં શ્રી પાર્શ્વનાથ જિનાલય બંધાવ્યું. અહીં ૧૭મા સૈકાના શ્રી પાર્શ્વનાથ જિનાલય સમેત જિનાલયો અંચલગચ્છીય છે. ૫00 ઘર ગચ્છના શ્રાવકોના હજી રહ્યા છે. ઉદેપુરમાં પણ ગચ્છના ઘણા શ્રાવકો છે તથા ચાર ઉપાશ્રયો વિદ્યમાન છે. અહીંના શેઠ કુટુંબનાં ઘણાં ઘરો અંચલગચ્છના ચુસ્ત અનુયાયી છે. નાડોલમાં અંચલગચ્છીય પોશાળની પરંપરાના યતિ જગદીશચંદ્રજી હજી વિદ્યમાન છે. રાજસ્થાનમાં એમના સિવાય બધી પોશાળની પરંપરા લુપ્ત છે. શિરોહીના જિનાલય વિષે ઉલ્લેખ થઈ ગયો છે. ગચ્છના શ્રાવકોએ સં. ૨૦૦૧ના વૈશાખ સુદિ ૬ના શુક્રવારે ધ્વજ-દંડ પ્રતિષ્ઠા કરી, પંદર દેવકુલિકા તથા બે ગવાક્ષ બંધાવ્યાં. પાસે પૌષધશાળા પણ વિદ્યમાન છે. ભિન્નમાલમાં પણ હજી ગચ્છની પ્રવૃત્તિ પૂર્વવત્ ચાલુ રહી છે. ( ૩૦. અંચલગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરિજી મ.સા. અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. વિ. સં. ૨૦૦૩ થી ૨૦૪૪ ૨૧મી સદી :--- અંચલગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રી ગૌતમસાગરસૂરિ મ. સા.એ વિ. સં. ૨૦૦૩માં સમુદાય સોંપ્યો. ૨૦૧૨માં પૂજ્યશ્રીને આચાર્યપદની પ્રાપ્તિ થઈ. વિ. સં. ૨૦૧૭માં શ્રી આર્યરક્ષિત જૈન તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠની મેરાઈ (કચ્છ)માં સ્થાપના થઈ. ૮૦ જેટલા છોકરાઓ શાસ્ત્રી B. A. નુ શિક્ષણ લઈ રહ્યાં છે હતા. હાલમાં વ્યવહારિક શિક્ષણ દાખલ થયું છે. આ વિદ્યાપીઠને વિવિધ દાતાઓએ રૂ. ૪૦,૦૦,૦OOOO (ચાલીશ લાખ)નું દાન આપેલ છે. વિ. સં. ૨૦૨૪મું અખિલ ભારત અંચલગચ્છ (વિધિપક્ષ) જૈન સંઘની સ્થાપના થઈ. પ્રથમ અધિવેશન શ્રી ભદ્રેશ્વર તીર્થ (કચ્છ)માં થયું. વિ. સં. ૨૦૩૦માં કચ્છમાં શ્રાવિકા વિદ્યાપીઠની સ્થાપના થઈ. તે વિદ્યાપીઠમાંથી ૧૦ વરસમાં ૩૫ બેનોએ સંયમ માર્ગે પ્રયાણ કર્યું. વિ. સં. ૨૦૩૪ પૂ. મુનિશ્રી કવીસાગરજી મ. ઠા. ૩ની નિશ્રામાં શ્રી શામજી જખુભાઈ શ્રી મોરારજી જખુભાઈ બંધુ બેલડીએ ગિરિરાજ પાલીતાણાની ૧૫૦૦ યાત્રિકોને ૯૯ યાત્રા કરાવી. ૧૦૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy