SearchBrowseAboutContactDonate
Page Preview
Page 742
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૯૩ (વહીવટ ત્યાંના ટ્રસ્ટને સોંપી દીધેલ. કચ્છી વીશા ઓશવાળ સંઘે ભાતબજારમાં સં. ૧૯૯૦ના વૈશાખ સુદિ ૬ના સોમવારે શ્રી આદિનાથ જિનાલય, લાલાવાડીમાં સં. ૧૯૮૨માં શ્રી સુવિધિનાથ જિનાલય તથા ઘાટકોપરમાં સં. ૧૯૯૬માં શ્રી જીરાવલા પાર્શ્વનાથ જિનાલય તથા ઉપાશ્રયો બંધાવ્યાં. માટુંગાના જિનાલય વિષે આગળ ઉલ્લેખ થઈ ગયો છે. આ કાર્યોમાં રાવસાહેબ રવજી તથા મેઘજી સોજપાલની ઘણી સેવાઓ છે. મુલુંડમાં સં. ૧૯૭૫માં ગૃહચૈત્ય હતું. ત્યાં રાણબાઈ હીરજી તથા હરગોવિંદ રામજી સમતે સંઘના પ્રયાસોથી શિખરબંધ જિનાલય અને ઉપાશ્રય અસ્તિત્વમાં આવ્યાં. મૂળનાયક શ્રી વાસુપૂજ્ય પ્રભુનું બિંબ નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મળેલ. સં. ૨૦૦૯ના ફાગણ સુદિ પના બુધવારે તેની ઉત્સવપૂર્વક પ્રતિષ્ઠા થઈ. રાણબાઈમાએ રૂ. ૧૧૨૫૧ સંઘને અર્પતાં ઉપાશ્રયનાં ઉપરનાં વ્યાખ્યાનમંદિર સાથે એમનું નામ જોડવામાં આવ્યું. સં. ૨૦૦૬માં અંચલગચ્છ અને તપાગચ્છના શ્રાવકોએ મળીને શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘની સ્થાપના કરી જેના દ્વારા અહીંનો વહીવટ ચાલે છે. બન્ને ગચ્છો વચ્ચે ઘણો જ સુમેળ અને સ્નેહભાવ વર્તે છે. કોચીનમાં લાલન હાથીભાઈ ગોપાલજીની વિધવા લક્ષ્મીબાઈએ પુત્ર અનુપચંદ્રના શ્રેયાર્થે સં. ૧૯૮૯માં શ્રી ચંદ્રપ્રભુ જિનાલય બંધાવ્યું. સં. ૧૯૯૨ના જેઠ સુદિ પના સોમવારે તેની પ્રતિષ્ઠા થઈ. આણંદજી માલશીએ પોતાની પત્ની હીરબાઈના શ્રેયાર્થે ત્યાં ઉપાશ્રય બંધાવી આપ્યો. અલાઈમાં સંઘે ગૃહચૈત્ય બંધાવી, શ્રી વાસુપૂજ્ય સમેત ચાર બિંબો નરશી નાથા ટ્રસ્ટ દ્વારા મેળવી, સં. ૧૯૯૪ના જેઠ સુદિ ૩ના બુધવારે બિરાજિત કર્યા. દામજી હંસરાજની પેઢીએ તેની પ્રતિષ્ઠા કરાવી. કલીકટમાં શ્રી આદિનાથ જિનાલય સંઘે બંધાવ્યું. બારસીમાં સર વશનજીએ સં. ૧૯૪૮માં શ્રી આદિનાથનું શિખરબિંબ જિનાલય બંધાવ્યું મૂલનાયકજી વિવેકસાગરસૂરિ દ્વારા થયેલા. સં. ૧૯૭૬ના વૈશાખ સુદિ ૧૩ તથા સં. ૨૦૦૧ના વૈશાખ સુદિ ૩ના દિને ત્યાં પ્રતિષ્ઠાઓ થયેલ છે. આકોલાના રહીશ વારાપરના ચત્રભુજ પૂજાએ કેશરીઆજી પાર્શ્વનાથ તીર્થની સ્થાપનામાં અગ્રભાગ ભજવ્યો. (‘પ્રગટ પ્રભાવી પાર્શ્વનાથમાં એ વિષે ચમત્કારિક પ્રસંગો નોંધાયા છે.) સં. ૧૯૬૬ના માઘ સુદિ પના સોમવારે સ્વપ્નાનુસાર ભાંડકનાં વનમાંથી છ ફણાયુક્ત પ્રતિમાનાં દર્શન થતાં ત્યાં જમીન ખરીદી ચાંદાના સંઘે જિનાલય બંધાવ્યું. અંતરિક્ષજી તીર્થમાં પણ એમની સેવાઓ હતી. હુબલીમાં સંઘે સં. ૧૯૬૪ના વૈશાખ સુદિ ૧૦ના દિને શ્રી પદ્મપ્રભુ જિનાલયની પ્રતિષ્ઠા કરાવી. પ્રતિમામાં ચીરા પડતાં સં. ૧૯૯૦ના જેઠ સુદિ ૬ના દિને તે સ્થાને શ્રી અજિતનાથ પ્રભુને મૂલનાયક તરીકે બિરાજિત કરવામાં આવ્યા. સં. ૨૦૧૧ના માગશર સુદ ૬ના બુધવારે જિનાલયની જીર્ણોદ્ધાર પ્રતિષ્ઠા થઈ. જિનાલયનો વહીવટ દશા ઓશવાળ મહાજન હસ્તક છે. કુમઠાના શ્રી પાર્શ્વનાથ જિનાલયની શાખારૂપે ત્યાંના સંઘે વાલગિરિ અને ડુંગરમાં અનુક્રમે શ્રી શાંતિનાથ અને શ્રી આદિનાથ જિનાલયો બંધાવ્યાં. ઉક્ત ત્રણે જિનાલયનો વહીવટ શ્રી અનંતનાથ ટ્રસ્ટ હસ્તક છે. ગદગમાં કચ્છી દશા ઓશવાળ સંઘે શ્રી પાર્શ્વનાથ જિનાલયની સં. ૧૯૭૦ના શ્રાવણ સુદ ૧૦ના દિને પ્રતિષ્ઠા કરાવી. અહીં દેવશી ખેતશી અને લાલજી લધાએ અનુક્રમે સં. ૧૯૯૭ અને ૧૯૮૦માં શ્રી શીતલનાથ અને પપ્રભુનાં ગૃહમૈત્યો કર્યાં. બાગલકોટમાં શ્રી વાસુપૂજ્ય ગૃહમૈત્યનું ઉત્થાપન કરી, શ્રી અનંતનાથ ટ્રસ્ટની સાહાયથી શ્રી વિમલનાથ જિનાલયની સં. ૨૦૧૨ના ચૈત્ર સુદ ૧૦ના દિને પ્રતિષ્ઠા થઈ. અહીંનાં બિંબો સં. ૧૯૨૧ની અંજનશલાકા વખતના છે. કુરદુવાડીમાં રાયમલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy