SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૨૯ ૯. માતા રૂદ્ર સોમાનો અલૌકિક પુત્રપ્રેમ જન્મે બ્રાહ્મણ પણ શ્રમણ બનેલા શાસનપ્રભાવક આર્યરતિસૂરિજીનાં માતા રૂદ્રસોમા ને પિતા સોમદેવ. જનોઈ લીધી ત્યાં સુધી પિતા પાસે ભણ્યા, વધુ અભ્યાસ કરી પાટલીપુત્રથી પાછા વળ્યા ત્યારે વિદ્વાન બનેલા તેનું સન્માન દશપુર નગરના રાજાએ હાથી ઉપર બેસાડી નગપ્રવેશ કરાવવા દ્વારા કર્યું, ને સારું એવું ધન-નાણું આપ્યું. પુત્ર ને માન અને મૂલ્ય લઈ માતાના આશીર્વાદ લેવા આવ્યો ત્યારે બ્રાહ્મણી માતા છતાંય જૈન શાસનની છાયાથી પ્રભાવિત હોવાથી વિશેષ આશીર્વાદ આપ્યા વગર ઉદાસીનતા દેખાડી. માના ચરણમાં પડેલા પુત્રે જયારે અપ્રસન્નતાનો ખુલાસો પૂછ્યો ત્યારે રૂદ્રસીમાએ રોકડું પરખાવ્યું, “પુત્ર! તું દીર્ધાયુ થજે, પણ જે વિદ્યા ભણી તું મલકાય છે તે તત્ત્વથી કુવિદ્યાઓ છે, સંસાર વધારનાર છે. આવી ભારભૂત વિદ્યા ભણી ભૂતયોનિમાં ભટકવા કરતાં સારભૂત દૃષ્ટિવાદ સૂત્ર ભણવા જૈનમુનિનો શિષ્ય થાય તો જ મારો સપૂત કહેવાય. અને ખરેખર, માતાના મનની પ્રસન્નતા મેળવવા માન મૂકી આરક્ષિતે સંસારત્યાગ કર્યો. અગિયાર અંગો ભણી પછી દૃષ્ટિવાદ ભણવા વજસ્વામી પાસે ગયા અને દશપૂર્વમાં કંઈક ઓછું ભણી ગયા, પછી ભાઈ ફાલ્લુરક્ષિતનો સંદેશો સાંભળી પોતાનાં ઉપકારી માતાને મળવા દશપુર આવ્યા. તે પહેલાં જ ભાઈને દીક્ષા આપી દીધી ને પોતે આચાર્ય પદવી પામી ગયા હતા. પછી સંસાર છોડાવનાર માતા-પિતાને સંસાર છોડાવી પ્રત્યુપકાર કરી દીધો. સૌ બોલી ઊડ્યા કે માતા હોજો તો આવી હોજો, ને પુત્ર હોજો તો આવા. ૧૦. કલિકાળસર્વજ્ઞનો અલૌકિક માતૃપ્રેમ મુનિ સોમચંદ્ર નાગૌર ગામમાં ફક્ત બાર વરસના દીક્ષાપર્યાયમાં આચાર્યપદે આરૂઢ થયા, ત્યારે તદૂભવોપકારી માતા પાહિણીદેવીએ આસન ઉપરથી ઊઠીને પોતાના માટે નૂતનાચાર્ય પાસે દીક્ષાયાચના કરી. પુત્ર મુનિએ દીક્ષા આપી ને માતાના ઉપકારનો બદલો વાળ્યો. તે પૂ. હેમચંદ્રાચાર્ય સ્વયં સાંસારિક માતા સાધ્વીના યોગક્ષેમની દરકાર કરવા લાગ્યા, તે કારણે નૂતન સાધ્વી પણ કુશળ બન્યાં અને વિદુષી બની પ્રવર્તિનીપદ પ્રાપ્ત કરી ૪૫ વરસનો દીક્ષાપર્યાય પાળી કાળધર્મ પામ્યાં ત્યારે સ્વયં કલિકાળસર્વજ્ઞ અને યુગપુરુષ જેવું બિરુદ ધરાવતાં છતાંય માતાના ઉપકારને સ્મૃતિમાં લઈ એક કરોડ નવકાર ગણવાનો અભિગ્રહ લઈ શ્રદ્ધાંજલિ બક્ષી. તેઓશ્રીના માનસમાં એટલું સ્પષ્ટ હતું કે તે માતા થકી જ મહાન જૈન શાસનની તથા આચાર્યની પદવી પણ પ્રાપ્ત થઈ હતી. ૧૧. માતા પુષ્પચૂલાનો પુત્રી પ્રેમ રાજાના વ્યામોહથી તેનો પુત્ર પુખશૂલ અને પુત્રી પુષ્પચૂલા ભાઈ-ભગિનીના પવિત્ર સંબંધ છોડીતરછોડી ભર્તા-ભાર્યા બન્યાં. પતિ-પત્નીની જેમ ભોગ ભોગવવા લાગ્યાં. રાણીમાતા પુષ્પાવતી પોતાના સંતાનની સરાગાવસ્થા દેખી સંતાપથી સળગવા લાગી. પણ રાજાની સત્તા સામે તેનું કંઈ ન ચાલે તેથી વૈરાગ્યમય દીક્ષા લીધી. ત્યાં પણ કરુણાદિલ માતા પુષ્પાવતીને પોતાના સ્વર્ગીય સુખ વચ્ચે પુત્ર-પુત્રીની અવદશાની ચિંતા થઈ. તેથી પુત્રીના પ્રેમની પરવશતામાં તેણે પોતાની દેવતાઈ શક્તિથી પુત્રીને નરક અને સ્વર્ગનાં દશ્યો દેખાડી દુઃખી દુઃખી કરી નાંખી. તેમ છતાંય દિલમાં ઊંડી કણા હતી તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy