SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ ] [ જૈન પ્રતિભાદર્શન == છે. પુષ્પચૂલાને વૈરાગ્ય પેદા કરાવવામાં સફળ બની. તે પુષ્પચૂલા પતિની પરવાનગી મેળવી દીક્ષિત થઈ અને પોતાનાં પાપોનું પ્રાયશ્ચિત્ત કર્યું. માતાએ પુષ્પચૂલાને સંસાર તો છોડાવ્યો જ, પણ સાથે મુક્તિ અપાવવામાં પણ આદર્શ બની. ૧૨. પદ્માવતીનો પુત્રપ્રેમ | બિહાર પ્રાંતમાં ચંપાપુરીના રાજા દધિવાહનની રાણી, ચેટકપુત્રી પદ્માવતી જયારે સગર્ભાવસ્થામાં હતી ત્યારે જ વનવિહારની વેળા વખતે રાજહસ્તીના ઉપદ્રવથી ઝાડની ડાળી પકડવામાં અસફળ બની અને રાજાથી વિખૂટી પડી ગઈ. એકાંતમાં એકાવતારી જીવ કરકંડુનો જીવ જે ગર્ભમાં આવ્યો હતો તેને જન્મ આપ્યો. પોતે પાછળથી પ્રવ્રયાનો પથ પકડ્યો, પણ તે પૂર્વે પુત્ર કરકંડમાં પણ એવા ઉમદા સંસ્કારોનું સિંચન કરેલ કે તેનો વૈરાગ્યદીપક ઝળહળતો રહ્યો. છતાંય ભવિતવ્યતાના યોગે પુત્ર કરકંડુ પોતાના પરિચયરહિત પિતાની સામે જ યુદ્ધ આદરી બેઠો ત્યારે બેઉ પક્ષે અસંખ્ય નિર્દોષોની ખુવારીની આશંકા દેખી સાધ્વી માતાનો અહિંસાપ્રેમ જાગી ગયો અને સ્વયં સાધ્વી હોવા છતાંય અવસરોચિત કર્તવ્ય બજાવવા યુદ્ધના મેદાનમાં પહોંચી ગઈ. પુત્ર અને પિતાનો પ્રેમાળ પરિચય કરાવ્યો, યુદ્ધ અટકાવ્યું અને બેઉ પુરુષાર્થીને પવિત્ર પ્રભુપંથનો બોધ આપ્યો. માતા પાસેથી મળેલ ઉચ્ચ સંસ્કારોથી કરકંડનો આત્મા પણ વિરાગની વાટે અણિશુદ્ધ ચારિત્ર પાળી પ્રત્યેકબુદ્ધ કેવળી બન્યો. ૧૩. અરણિક મુનિની માયાળુ માતા અરણિક મુનિવર ગોચરી લેવા ખરે બપોરે ચાલ્યા જાય. સુકુમાર દેહ ગરમીનો શ્રમ સહેવામાં અક્ષમ હોવાથી રૂપવાન કાયા લાલચોળ બની ગઈ હતી, ને લાવણ્ય પ્રગટી ગયું હતું. તેમને દેખી એક માનિનીએ પોતાની હવેલીમાં તેમને વિશ્રામ કરાવવા દાસી મોકલી. મુનિને મનગમતું મળ્યું. યુવતીએ યુક્તિપૂર્વક મુનિને મનથી મોહી લીધા, અને તે માનિની અરણિક મુનિ માટે કામિની બન્યા પછી મુનિ તેની સાથે મન મૂકી ભોગ-વિલાસ કરવા લાગ્યા. તે સ્ત્રીએ પણ બુદ્ધિબળે મુનિને નજરકેદ જેવા કરી દીધા હતા, તેથી લગભગ લોકોને તેમની ભાળ ન જ મળી. આ તરફ અરણિક મુનિનાં ધર્માત્મા માતા પુત્રની ભાળ કાઢવા ગલીએ ગલીએ અરણિક-અરણિક કરી ફરવા લાગ્યા, લોકજન જે-જે મળે તેમને પૂછવા લાગ્યાં. સાવ ગાંડા જેવાં બની બૂમો મારતાં તેમને અરણિકે પોતાની પ્રિયા સાથે સોગઠે રમતાં-રમતાં હવેલીમાંથી જોયાં ને પુત્રનો માતા પ્રતિનો પ્રેમ છલકાઈ ગયો. પોતાના સ્વરૂપનું ભાન થયું, તરત જ ભોગનો સંયોગ સુપેરે ત્યજી ગોખથી નીચે ઊતરી આવ્યા અને સીધા માતાનાં ચરણો પકડી લીધાં. માતાએ જેટલાં આંસુ પુત્ર પાછળ વહાવ્યાં હતાં તેથી વધુ આંસુ પુત્રએ માતાનાં ચરણ પખાળવા વહાવી દીધાં. માતાએ પણ ભૂલા પડેલા અરણિકનું માનભંગ કર્યા વગર મીઠી વાણીથી મન મહાત કરી ફરી સંયમજીવનનાં સોપાને ચડાવી દીધા. પ્રાયશ્ચિતનાં પહેરણ પહેરી અરણિક મુનિએ ધગધગતી શિલા ઉપર અનશન આદર્યું ને આત્મકલ્યાણ સાધ્યું. ૧૪. અન્ય અનેક જૈને માતાના મહાન ઉપકારો તીર્થકરોની માતાઓ ગર્ભની ઉત્તમતાના પ્રભાવે ૧૪ સ્વપ્નો સ્પષ્ટ રૂપે જુએ છે અને તેના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy