SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૩૧ આહલાદના અનુભવો દિવસો સુધી કરે છે. ત્રણ જગતના જીવોના તારણહાર તીર્થપતિઓને પોતાની કુક્ષિ બક્ષી જગત ઉપર જાણે ઉપકાર કરે છે. તે જ પ્રમાણે ઉત્તમ જીવોનું જતન ધાવમાતાઓ વડે થાય છે તેમાંય માતૃત્વ ભાવનાની મહાનતા ગોચર થાય છે. પ્રભુનો જન્માભિષેક ઊજવવા આકાશગંગાની ક્ષિતિજોને શોભાવતી છપ્પન દિíમારીઓ પણ પ્રભુનાં પોખણાં લેતી માતા જેવી મૃદુતાનો પરિચય આપે છે. નારી તત્ત્વ માતાનાં જ જાણે વિવિધ સ્વરૂપો હોય તેમ અનેક માતાઓ પણ પ્રભુનાં દર્શન કરી પ્રભાવિત થતી હોય છે. મેરુના શિખરે ઉત્સવ ઊજવવા લઈ જવાતા પ્રભુને બદલે તેમના જેવું જ પ્રતિબિંબ માતા પાસે ઇન્દ્રને મૂકવું પડે છે, જેથી અવસ્વાપિની નિદ્રાથી પ્રશાંત માતા કદાચ જાગી પણ જાય તો બાજુમાં જ પોતાના પુત્રને દેખી પોતાની સ્વસ્થતા જાળવી શકે. માતા તત્ત્વની કાયા અને માયા જ એવી જાદુગરી હોય છે કે માનવમાતા તો ઠીક પણ પશુમાતા પણ પ્રસૂતિ પછીની પીડા બચ્ચાને ચાટી ચાટી દૂર કરે છે. “મા તે મા ને બીજા વગડાના વા'ની ઉક્તિ પણ કંઈ એમ ને એમ રચાઈ નથી ગઈ. સામાન્ય રીતે માનવીને ફાળ પડે, ઘાત-આઘાત થાય ત્યારે પણ મોઢામાંથી હે મા, એ મા, ઓ મારી મા વગેરે શબ્દો સ્વાભાવિક સરી જતા હોય છે, તે પણ મા તત્ત્વ તરફની લાગણીનો જ પ્રકાર છે. શબ્દો બોલતા બાળકને સર્વપ્રથમ મા બોલાવવામાં આવે છે કારણ કે એક અક્ષરનો બનેલો શબ્દ શિશુને સાવ સરળ બને છે તે મા પછી મા મા આમ બોલતાં બોલતાં બોલવાનું શીખી જાય છે. કહેવાય પણ છે ને કે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય. તદ્ભવમોક્ષગામી ઈદુષણ-બિંદુષણ અતિશય રૂપવંત અનંતમણિકા નામની વેશ્યાને પોતાની બનાવવા માંહોમાંહે લડવા લાગ્યા ને માતા-પિતાએ ખુબ વાર્યા છતાંય ન માન્યા ત્યારે પિતા શ્રીષણ તથા બેઉની માતા અભિનંદિતા તથા શિખિનંદિતા રાણીઓ પુત્રોની મતિ સુધારી છેલ્લો ઉપકાર કરી દેવા તાળપુટ ઝેરવાળું કમળ સુંધી મૃત્યુ પામ્યાં, અને માતા-પિતાના મરણ પછી જ બેઉ સમર્થ પુત્રોની સાન ઠેકાણે આવી. પશ્ચાત્તાપ થયો, દીક્ષા લીધી અને મોક્ષે ગયા. પોતાના ગર્ભમાં રહેલ જીવનો આછો અંદાજ આવતાં જ્યારે બ્રાહ્મણીએ ગર્ભ વિષે પૂછાતાં મનાફ-કંઈક એમ કહ્યું ત્યારે તે શબ્દ ઉપરથી જ પછી જન્મેલા બાળનું નામ લોકોએ મનકકુમાર પાડ્યું, જે પિતાનો પરિચય કરવા એકલો ઘરથી નીકળી ગયો, અને તે ભાળ મેળવી શäભવસૂરિ બનેલા પિતામુનિ પાસે દીક્ષા પણ લીધી. ફક્ત માતાના મનની મહેચ્છા જાળવવા જ કર્ણો પોતાનું દાનવીર પદ ટકાવવા કુતીમાતાને મોં માગ્યું વરદાન આપી દઈ પોતાના પ્રાણ જોખમમાં નાખી દીધા અને ખરેખર તે વચનને નભાવવા જ સત્યનો પક્ષ સાચવી અર્જુનના હાથે મોત વહોરી લીધું. બાળ જશવંતે પણ માતાના મનને આશ્ચર્યકારી અદાથી ભક્તામર સુણાવી ચાલુ વરસાદના કારણે ઘરમાં જ માતાનો અભિપ્રહ પૂર્ણ કરાવી પારણું કરાવ્યું. લવ અને કુશનો જન્મ નગરથી બહાર વગડામાં થયો, ત્યારે સતી સીતા રામચંદ્રજી દ્વારા ત્યક્તા હતી, છતાંય દુઃખની અવસ્થામાં પુત્રના સુખની ભારોભાર ચિંતા કરી બેઉ જોડિયાનું જે સંસ્કરણ કર્યું તે ઇતિહાસપ્રસિદ્ધ છે. પુત્રોએ માતાનો ઉપકાર પિતા સાથે મુલાકાત કરાવી વાળ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy