SearchBrowseAboutContactDonate
Page Preview
Page 562
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૫૧૩ ફેલાવી હતી. તેઓ આચાર્યશ્રી દાનસૂરિજી, આ. શ્રી વિજયહીરસૂરિજી અને આ. શ્રી વિજયસેનસૂરિજીના પરમ ભક્ત હતા એમની તીર્થયાત્રા અને દાનવીરતાની સાથે ગુરુભક્તિ પણ પ્રતિભાની વિશિષ્ટતાનું દર્શન કરાવે છે. * ચંદુ સંઘવી : આગરાના વતની હતા. એમની ગુરુભક્તિ આજે પણ અનુમોદનાને પાત્ર છે. તેઓ અકબર અને જહાંગીરના માનીતા રાજ્યમાન મહાપુરુષ હતા. આ. શ્રી વિજયસેનસૂરિજીનો ખંભાત પાસે મહંમદપુરામાં કાળધર્મ થયો ત્યારે સંઘવી ચંદુલાલે બાદશાહ જહાંગીરને રત્નજડિત વીંટીનું નજરાણું અર્પણ કરીને મહંમદપુરામાં ગુરુભક્તિ નિમિત્તે સમાધિમંદિર બનાવવા માટે જમીનની માંગણી કરી હતી. બાદશાહ તરફથી આ માંગણીનો સ્વીકાર કરીને લેખિત ફરમાન બહાર પાડીને જમીન આપવામાં આવી હતી અને આ જમીન માટે કોઈપણ જાતનો કરવેરો લેવો નહિ તેવી ફરમાનમાં નોંધ કરી હતી. ચંદુ સંઘવીની ગુરુભક્તિ અને મોગલ બાદશાહની ધર્મ સહિષ્ણુતાનો હૃદયસ્પર્શી પરિચય થાય છે. * કવિ સારંગ : તેઓશ્રી મડાહડા ગોત્રના હતા અને આ. શ્રી જ્ઞાનસાગરસૂરિજીના પરમ ભક્ત શ્રાવક હતા. એમણે સં. ૧૯૩૮માં બિલ્ડણ પંચાશિકા ચોપાઈ, સં. ૧૯૫૧માં ભોજપ્રબંધ ચોપાઈ, ઈ. સં. ૧૬૭૮માં કૃષ્ણરૂક્ષમણી વેલીની સંસ્કૃત ટીકા વગેરે ગ્રંથો રચ્યા હતા. * શેઠ નાપા : તેઓ જોધપુરના વતની અને ધર્મપ્રેમી સજ્જન હતા. માર્ગાનુસારીના બોલના અનુસંધાનમાં ન્યાયસંપન્ન દ્રવ્યોપાર્જન કરી પ્રભાવશાળી બન્યા હતા. એમને કેકિંદનગરમાં સં. ૧૯૬૫માં સલાટ તોડર પાસે આદિનાથ ભગવાનના ભવ્ય જિનપ્રાસાદનું નિર્માણ કરાવ્યું હતું. - પુથી 1 જિનભક્તિને સંદેશ આપતાં આ જિન-મંદિરો ક્યા આત્મા પરમાર - બાંદતમાં તમય અને તદાક્તર બની જાય છે. જ્યાં દર્શાવે નું દિલ જડાઈ જતું હોય છે. રહી કરી { " ક ક ર તે Fક કરો : * ૨ * * * * Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy