SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૧૨ ) [ જૈન પ્રતિભાદર્શન જિનશાસનની પ્રભાવના દ્વારા નામના મેળવી છે. દાનવીર જગડુશાહ, આબુના કલાત્મક જિનમંદિરોના નિર્માતા મંત્રીશ્વર વસ્તુપાલ તેજપાલની બંધુબેલડી, ગિરનાર તીર્થના રક્ષક પેથડશાહ મંત્રી, રાજા તરીકે જિનશાસનના પરમ ભક્ત ને દૃષ્ટાંતરૂપ આરાધક ને આરતી ઉતારી રાજા કુમારપાળે એ પંક્તિના નાદથી વિશ્વ વિખ્યાત શ્રી કુમારપાળ મહારાજા. શ્રીયક, હલ્લવિહલ્લ, પૂણીયો શ્રાવક, સુદર્શન શેઠ, શાલીભદ્ર, અવંતિસુકુમાલ, આદ્રકુમાર, અમરકુમાર, ભામાશા, ખેમોદેદરાણી, દેદાશા, ઝાંઝણશા આભૂ સંઘવી, દંડવીર્ય, સારંગ શાહ, અમદાવાદનો નગરશેઠ પરિવાર અને એવા અસંખ્ય ધર્મપ્રેમીઓ આપણી વંદનાના અધિકારી બન્યા છે. * સાંજણસિંહ ઃ ફિરોઝશાહ તઘલખના સમયના શ્રાવક સાંજણસિંહને બે ટાઈમ પ્રતિક્રમણ કરવાનો નિયમ હતો. કોઈક ગુનાના આરોપસર રાજાએ તેને જેલમાં પૂર્યો, તો પણ જેલરને સોનામહોર આપી પ્રતિક્રમણની આવશ્યક ક્રિયા કરી, જેથી રાજા પણ પ્રસન્ન થયો. પ્રતિક્રમણની આવશ્યક ક્રિયાના પ્રભાવ માટે સાંજસિંહનું નામસ્મરણ કરવા લાયક છે ને સાથે સાથે સૌ કોઈ આવશ્યકમાં અડગ નિશ્ચયવાળા બને તેવો ગુણ એમના જીવનમાંથી મેળવવા જેવો છે. * શ્રીધર શેઠ : ગજપુરનગરના શ્રીધર શેઠ સાધુભગવંતના સત્સંગથી જિનપૂજાનો મહિમા જાણીને પૂજા કરવાથી કોટિધ્વજ ધનનો માલિક થયો. પણ વધુ ધનની લાલસાથી તેણે કામરૂપ યક્ષની ઉપાસના કરી ત્યારે સર્વસ્વ ધન લુંટાઈ ગયું. શ્રીધર શેઠે અઠ્ઠમ કર્યો એટલે શાસનદેવીએ પ્રત્યક્ષ થઈને જિનપૂજામાં દઢ કરીને મનોવાંછિત પૂર્ણ કર્યું. જિનપૂજાનો પ્રભાવ જાણી નરભવ પામી તેમાં પ્રસન્નચિત્તે લીન થવાનો ગુણ પ્રગટ થાય છે. જૈન ધર્મના આચાર-વિચારથી પ્રભાવિત થઈને કેટલાક રાજાઓ પણ જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધાવાન બન્યા હતા. તેમાં જિનશાસનના શણગાર સમા મુનિ ભગવંતોના જીવનનો વિશેષ પ્રભાવ પડ્યો હતો. બાદશાહ હેમુ, વિક્રમાદિત્ય, બાદશાહ અકબર, જહાંગીર, શાહજહાં, સુબો અજીઝ કોકા, સુબો દારાશીકોહ, સુબો મુરાદબક્ષ અને સુબો ખુરકા વગેરે જૈન ધર્મ પ્રત્યે શ્રદ્ધા ધરાવતા હતા. પ્રતિભા દર્શનનો પ્રભાવ કેવો છે તેનો લાક્ષણિક પરિચય મુસલમાન બાદશાહની આ સૂચિ સાક્ષી પૂરે છે. * શેઠ કલ્યાણમલ : મૂળ મેડતા નગરના વતની, નામાંકિત વેપારી, બાવ્રતધારી શ્રાવક, ધર્મપ્રેમી, સત્યના પક્ષપાતી અને તપાગચ્છના અગ્રણી નેતા હતા. સં. ૧૬૧૬માં મહો. ધર્મસાગરજી ગણિના ઉપદેશથી અને ખમખામણાનું મહત્વ સમજીને પોતાની ગુસ્તાની પ્રકૃતિનો ત્યાગ કરી દીવાન સમરથમલ જૈનને ભાવપૂર્વક ક્ષમાપના દ્વારા પોતાના ભાઈ સમાન સ્થાન આપ્યું હતું. ગુરુ ઉપદેશના પ્રભાવથી અનંતાનુબંધી કષાય ત્યાગ અને ક્ષમાપના દ્વારા દેશવિરતિ શ્રાવક તરીકે એમની પ્રતિભાનો પરિચય ઉદાહરણરૂપ બને છે. * શેઠ રામજી ગંધારિયા : મૂળ ગંધારના વતની ને કોટિધ્વજ વેપારી તરીકે પ્રખ્યાત હતા. વહાણવટાના ધંધાથી સંપત્તિ સંપાદન કરીને ધર્મમાર્ગમાં સુકૃતની કમાણી કરી હતી. એમને સં. ૧૬૧૯૨૦માં આચાર્ય દાનસૂરિના સદુપદેશથી શત્રુંજય મહાતીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો હતો. એમણે તળાજા અને ગિરનાર તીર્થના જીર્ણોદ્ધારનો પણ લાભ લઈને સંપત્તિનો સદ્ભય કરી જીવનની સુવાસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy