SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૧૧ આમલકદેવા નગરીનો શ્વેત રાજા, વીતભયપટ્ટનનો રાજા ઉદાયી, કૌશાંબી નગરીનો સ્વામી ઉદાયન વત્સરાજા, ક્ષત્રિયકુંડનગરીના રાજા નંદીવર્ધન, ઉજ્જૈન નગરીનો રાજા ચંપ્રદ્યોતન, શાલ-મહાશાલ બન્ને ભાઈઓ, પોતનપુરનો સ્વામી પ્રસન્નચંદ્ર રાજા, હસ્તિશીર્ષ નગરનો રાજા અદિતશત્રુ, વીરપુરનો સ્વામી કૃષ્ણમિત્ર, વિજયપુરનો સ્વામી રાજા વાસવદત્ત, સોગંધિકનો રાજા અપ્રતિહત, કનકપુરનો રાજા પ્રિયચંદ્ર, મહાપુરનો સ્વામી બલરાજા, સુઘોષનગરનો સ્વામી અર્જુન, ચંપાનગરીનો દત્તરાજા, પાવાપુરીના ગણરાજા હસ્તપાલ અને સાકેતપુરનો સ્વામી રાજા મિત્રનંદી. ' રાજા મહારાજાઓ કે જેઓ રાજકીય રંગે રંગાયેલા હોવા છતાં પ્રભુ મહાવીરના ધર્મોપદેશથી પ્રતિબોધ પામીને જિનશાસન પર અતૂટ શ્રદ્ધા ધરાવીને આરાધક બન્યા હતા. આ પ્રતિભાઓનું નામસ્મરણ જ ધર્મજનને અલૌકિક આનંદાનુભૂતિ કરાવે છે. પૂ. સાધુભગવંતોની પ્રેરણા કેટલાક આચાર્ય ભગવંતોએ પોતાના જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્રથી કેટલાક રાજાઓને પ્રતિબોધ કરીને જિનશાસનના વફાદાર અનુયાયી બનાવ્યા હતા. આવા પ્રભાવક આચાર્ય ભગવંતોનું નામ આજે પણ સૂર્યપ્રકાશ પાથરે છે. જૈન ધર્મના ઇતિહાસમાં આવા ધુરંધર આચાર્યોનું નામ સુવર્ણાક્ષરે અંકિત થયેલું છે. ઇતિહાસનું આ એક ભોજજવલ પ્રકરણ છે. આર્ય સુહસ્તિસૂરિએ સંપ્રતિ રાજા, સિદ્ધસેન દિવાકરસૂરિએ વિક્રમ રાજા, શ્રી બપ્પભટ્ટિસૂરિએ આમ રાજા, શીલગુણસૂરિએ વનરાજ, વાસુદેવાચાર્યે હસ્તિકુંડી રાજાને પ્રતિબોધ કર્યા. સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિબોધ કરનાર હેમચંદ્રાચાર્ય હતા. શ્રી રત્નપ્રભસૂરિએ હજારો ક્ષત્રિયોને ઓશવાળ જૈન બનાવ્યા. હરિભદ્રસૂરિએ મેવાડમાં પોરવાડ વંશની સ્થાપના કરાવી. અગ્રોહાભારના રાજાના પુત્રો અને નગરજનોને જૈન બનાવનાર લોહાચાર્ય. ૮૪ વાદોમાં વિજય મેળવનાર અને સિદ્ધરાજના દરબારનું અણમોલરત્ન વાદિદેવસૂરિ, અહિંસા ધર્મનો વિશ્વમાં ડંકો બજાવનાર અકબર બાદશાહ પ્રતિબોધક આચાર્ય શ્રી વિજયહીરસૂરિ. પદ્માવતીનો સાક્ષાત્કાર કરનાર વચનસિદ્ધ વિરોજશાહ સુરસ્ત્રાણને બોધ કરનાર જિનપ્રભસૂરિ વગેરે શાસનપ્રભાવક આચાર્યોનું પ્રદાન સૂર્ય-ચંદ્ર તપે ત્યાં સુધી અજર-અમર રહેશે ને કોઈ એકાદનો વિશેષ પરિચય માનવ જન્મની સફળતામાં અભિનવ ચૈતન્યનું મહામુલું દાન કરશે તે નિઃશંક છે. શ્રાવક શ્રેષ્ઠીઓનું અસાધારણ યોગદાન સિદ્ધગિરિ પહાડ પર નવટુંકના જિનમંદિરોના નિર્માતા જિનશાસનપ્રેમીઓનું પણ પ્રતિભાશાળી મહામાનવ તરીકે ગૌરવવંતુ સ્થાન છે. શેઠશ્રી મોતીશાની ટુંકમાં આદીશ્વર ભગવાન, બાલાભાઈ શેઠની ટુંકમાં આદીશ્વર ભગવાન, શેઠશ્રી પ્રેમચંદ મોદીની ટુંકમાં આદીશ્વર ભગવાન, શેઠાણી ઉજમબાઈની ટુંકમાં નંદીશ્વર દ્વીપની રચના, શેઠ હેમાભાઈની ટુંકમાં અજિતનાથ જિનપ્રાસાદ, શેઠ સાકરચંદ પ્રેમચંદની ટુંકમાં પાર્શ્વનાથ જિનમંદિર. છીપાવસહીની ટુંકમાં આદીશ્વર ભગવાન. શેઠ નરશી કેશવજીની ટુંકમાં અભિનંદન સ્વામી. આ શ્રેષ્ઠીઓએ ભક્તિભાવથી જિનમંદિર નિર્માણ કરીને યાત્રાળુઓને યાત્રા કરવાની ભાવનામાં વૃદ્ધિ કરવામાં તથા સાલંબન ઉપાસના, ધ્યાન, પૂજા-ભક્તિ માટે શાશ્વતગિરિ પર અનેરી સુવિધા આપીને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy