________________
૧૧૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
E
( શ્રેણિક ) સુણી વાત સમકિત દઢ કરે, તો તે નિશે શિવપદ લહે;
વીર નિણંદની એ છે વાણી, ધન્ય ધન્ય પ્રાણી એ ગુણ ખાણી. પિંડરિક-કંડેરીકો ધન ધન તે જગ મુનિવરા, ધન ધન ઉજ્વલ ભાવ;
ભાવ વિના સહુ વૃથા, જિમ “શઢ વિહુણો નાવ.” વજસ્વામી ધન્ય સિહ ગિરિસૂરિ ઉત્તમ જેહના એ પટધારી;
પદ્મ વિજય કહે ગુરુપદ પંકજ નિત્ય નમીયે નરનારી રે. જંબૂકુમાર પાંચસે સત્તાવીશ સાથે જંબૂકુમાર પરવરી ચોરે;
પંચ મહાવ્રત ઉચ્ચરી, ભવજલ સાયર તરીયો રે. બાહુબલી વૈરાગે મન વાળીયું, મૂક્યો નિજ અભિમાન રે;
પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપસ્યું કેવળ જ્ઞાન રે,
વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચઢ્ય કેવળ ન હોય રે. ઈલાચીકુમાર એમ તિહા મુનિવરા વહોરતા નટે દેખ્યા મહા ભાગ;
ધિક્ ધિક્ વિષયા રે જીવને, ઇમ નટ પામ્યો વૈરાગ,
સંવર ભાવે રે કેવળી થયા તે કર્મ ખપાય. વિજય શેઠ મન વચ કાયા અખંડિત નિર્મળ શીલપાળી સચો જાણી;
વિમલ કેવળી કરી પ્રશંસા એ દોનું ઉત્તમ પ્રાણી. નંદિષણ નંદિષેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મને વાળ
ચૂકીને પણ જે પાછા વળે રે, તે વીરલા ઇણકાળ; વ્રત અકલંક જો રાખવા ખપ કરે રે, તો ઇણ જૂકે સંસાર
કહે જિનરાજ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. જૈનધર્મથી પ્રભાવિત થયેલા શીલભદ્ર રાજવીઓ જૈન પ્રતિભાની હારમાળામાં કેટલીક વિગતોનો મિતાક્ષરી ઉલ્લેખ પણ અનુમોદના દ્વારા જીવનને ધન્ય બનાવીને પુણ્ય કાર્યમાં નિમિત્તરૂપ બને છે. આવતી ચોવીસીમાં તીર્થંકરપદ પ્રાપ્ત કરનાર પ્રતિભાઓમાં કેટલાક રાજાઓ અને શ્રાવકોની અપૂર્વ આરાધનાના પરિણામે તીર્થંકર નામકર્મ નિકાચિત કર્યું છે, તેનો ઉલ્લેખ નીચે મુજબ છે.
મગધરાજ શ્રેણિક, પદ્મનાભ, અંબડશ્રાવક, દઢકેતુ, સુરદેવ, દેવજિત, કાર્તિક શેઠ, દઢકૃત, સયંબુધ-ભદ્રજિત, આનંદ શ્રાવક, પેઢાલ, અમર-અનંતવીર્ય, સતૂશ્રાવક, શતકીર્તિ, દ્રીપાયન રાજા, યશોધર, કોણિક, વિજય, નારદ, મલ્લિનાથ, બળદેવ, નિઃપુલક.
ભગવાન મહાવીરના પરમ ભક્ત જૈન રાજાઓમાં શ્રેણિક અને તેનો પુત્ર કૌણિક, ચેટક મહારાજા, કાશીનો રાજા નવમલ્લકજાતી, કોશલ દેશનો રાજા નવલેચ્છિક જાતી, પોલાસપુરનો વિજયસેન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org