________________
અભિવાદન ગ્રંથ
મનમેં હી વૈરાગી ભરતજી મનમેં હી વૈરાગી” વૈરાગ્યવાસિત મન થાય પછી ચક્રવર્તીની અતુલ સમૃદ્ધિ એક જ ક્ષણમાં છોડવાનું સામર્થ્ય પ્રગટે છે.
વિરલવિભૂતિમાં ભરત ચક્રવર્તીનું નામ પણ જૈન સાહિત્યમાં સુવર્ણ અક્ષરે લખાયેલું છે. જૈન ધર્મના પાયામાં રહેલો ભવ્ય ત્યાગ આત્મસ્વરૂપ પામવા માટે ઘાતક બને છે.
બાહુબલી : ઋષભદેવ ભગવાનના મોટા પુત્ર ભરતના નાનાભાઈ તક્ષશિલાના રાજા. અપૂર્વ ને અતુલ બાહુબળના સ્વામી હોવાથી બાહુબલી મોટાભાઈ ભરતની શરણાગતિ ન સ્વીકારતા અંતે ધ્યાનમગ્ન બન્યાં. સાધનામાં એક વર્ષ વીતી ગયું પણ કેવળજ્ઞાન ન થયું. પ્રભુએ એમને પ્રતિબોધ કરવા માટે (સંસારી બહેનો) સાધ્વી બ્રાહ્મી અને સુંદરી ને બાહુબલી પાસે મોકલી. બહેનોએ કહ્યું : “વીરા મોરા ગજ થકી ઉતરો, ગજ ચર્ચે કેવલ ન હોય.” સાધ્વીજીની આ અર્થગર્ભિત મર્મવેધક વાણી સાંભળી લઘુ બાંધવને વંદન કરવા નહિ એવું અભિમાન જતું રહ્યું અને તુરત જ કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારપછી તેઓ ઋષભદેવ ભગવાન પાસે ગયા અને વંદન કરીને કેવલીની પર્ષદામાં બિરાજમાન થયા. અભિમાનમાં મસ્ત બાહુબલીને કેવળજ્ઞાન ન થયું પણ બહેનોની વાણીથી વિશુદ્ધ ભાવના ભાવતા કેવલજ્ઞાનને વર્યા. બાહુબલીની પ્રતિભાની વિશેષતા અહંકારને ઓગાળવાની સોનેરી શિખામણ કે જેના દ્વારા કેવળજ્ઞાનની પ્રાપ્તિનું સૌભાગ્ય સૌ કોઈને પ્રાપ્ત થાય.
કેટલાંક ભવ્યાત્માઓના પરિચયોનો સંદર્ભ કાવ્યમાં જોઈએ : (અમરકુમાર) જો જો મંત્ર નવકારથી રે અમરકુમાર શુભ ધ્યાનો રે
સુરપદવી લહી મોટકી ધરમ તણે પર સાધે રે, (અવંતિસુકુમાલ) ક્યાં અવંતી સુકુમાર તપ કરી ગયા............
કલિમલ પાપ પખાળે રે અંતકાળે સહુ અનશન લઈ તજી દારિક રે શાલીભદ્રજી દાન તણા ફળ દેખોજી, ધનો શાલીભદ્ર મેતોજી
નહીં લેખોજી, અતુલ સુખને પાળશેજી. વંકચૂલ કષ્ટ પડે જે સાહસી રે, લાજ ન લોપે નિજ સીમ રે,
જ્ઞાન વિમળ કહે તેહની રે, લાભ જેહ કરે ધર્મનીમ રે. ધનાજી જૈસી કરણી જે કરે તે, ખાતા તિને તેસા ફળ હોય; દયા ધર્મ સંયમ વિના રે, માતા શિવસુખ પામે ન કોય રે,
હો જનની હું લેઉં સંયમ ભાર. કેશી ગણધર મારગ ચરમ નિણંદનો આદરે કેશી. તેણી વાર તો મુર્ણિદે;
કેશી ગૌતમ ગુણ જપે તે પામે ભવજલ પાર હો મુર્ણિદે. ગજસુકુમાલ જન્મેતરમાં જે કર્યા જી રે આ જીવે અપરાધ;
ભોગવતા ભલીભાત શું કરે, શુકલ ધ્યાન આસ્વાદ રે. ઝાંઝરીયા કેવળજ્ઞાન લહ્યું રાજાએ, ભવોભવ વેર શમાવે રે;
ઝાંઝરીયા ઋષિના ગુણ ગાતાં, પાપ કર્મને ખપાવે રે.
૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org