________________
૫૦૮ ]
|| જૈન પ્રતિભાદર્શન
પ્રચલિત થયો એવા શ્રી શ્રેયાંસકુમાર સમગ્ર જૈન પરિવારના આદરણીય યુવરાજ તરીકે હૃદયમાં વસી ગયા છે. ગામેગામ વર્ષીતપની આરાધના થાય છે. ને ઇશુરસના પારણાનો ભવ્યાતિભવ્ય પ્રસંગ ઉજવાય. બાહુબલીના પુત્ર સોમયશ રાજાનો રાજકુંવર યુવરાજ શ્રેયાંસકુમાર. શ્રેયાંસકુમારે સ્વપ્નમાં શ્યામવર્ણના મેરૂપર્વતને દૂધના ઘડાથી અભિષેક કરી ઉજ્જવલ કર્યો. આજ નગરના સુબુદ્ધિ શેઠને સ્વપ્ન આવ્યું કે સૂર્યથી આવેલાં સહસ્ર કિરણો શ્રેયાંસકુમારે સૂર્યમાં પાછાં આરોપણ કર્યા. પરિણામે સૂર્ય અતિ પ્રકાશમાન થયો. સોમયશ રાજાને એવું સ્વપ્ન આવ્યું કે શત્રુઓએ ચોતરફ રૂંધેલા કોઈ રાજાએ પોતાના પુત્ર શ્રેયાંસની સલાહથી જય મેળવ્યો.
પ્રભાતના સમયે ત્રણે જણે પોત-પોતાના સ્વપ્નનું વૃતાંત કહ્યું પણ તેના ફળ વિશે કોઈ નિર્ણય ન થયો અને તે જ દિવસે શ્રી ઋષભદેવ ભગવાન એક વર્ષથી નિરાહાર હોવા છતાં હર્ષોલ્લાસપૂર્વક હસ્તિનાપુરમાં પધાર્યા. શ્રી શ્રેયાંસકુમારને પ્રભુના દર્શનથી જાતિસ્મરણ જ્ઞાન થયું અને પ્રભુને ઇશુરસથી પારણું કરાવ્યું.
શ્રી શ્રેયાંસકુમારે પૂર્વજન્મના પુણ્યના યોગથી પ્રભુને જોઈને સાધુને યોગ્ય આહાર ઇક્ષુરસથી પારણું કરાવ્યું. શ્રેયાંસકુમારે પ્રભુને પારણું કરાવ્યું ત્યારે દેવતાઓએ સાડાબાર ક્રોડ સોનૈયાની વૃષ્ટિ કરી. શ્રી શ્રેયાંસકુમારે મુક્તિપદ પામવાનું કર્મ ઉપાર્જન કર્યું. ઋષભદેવ ભગવાન જેવું સુપાત્ર, ઇશુરસ જેવો નિરવદ્ય આહાર અને દાન આપનાર શ્રેયાંસકુમાર જેવા મહાન પુણ્યશાળી આત્મા આ ત્રિવેણી સંગમ અદ્વિતીય ગણાય છે.
રિસહસ સમં પત્ત, નિરવભર્જ ઇક્ખુરસસમંદાણું
સેયંસ સમો ભાવો, હવિજજ ઇમગ્વિયં દિજજા. શા. હે પ્રભુ! જો તમે માગ્યું આપતા હો તો ઋષભદેવ સમાન પાત્ર, અક્ષરસ સમાન નિરવદ્ય દાન અને શ્રેયાંસ સમાન ભાવ આપો.
ભરત ચક્રવર્તી : ઋષભદેવ ભગવાનના સૌથી મોટા પુત્ર અને આ ચોવીસીના પ્રથમ ચક્રવર્તી. ભરત અને બાહુબલીનાં નામ ધર્મ, સાહિત્ય અને જનસમૂહમાં અમરકીર્તિ પામેલાં. ચક્રવર્તીની અઢળક સમૃદ્ધિમાં મસ્ત છતાં અંતરથી વૈરાગ્યવાસિત –એક વખત પોતાના મહેલના આરીસા ભુવનમાં શરીરના અંગોપાંગ પરના હીરા-માણેક-મોતી ને સુવર્ણથી અલંકૃત આભૂષણોથી અલૌકિક સૌદર્યવાળુ દેહલાલિત્ય હોવાની સાથે હાથની આંગળી પરથી વીંટી નીચે પડી ગઈ એટલે તેની શોભામાં ખામી જોવાથી બીજાં અલંકારો એક પછી એક ઉતાર્યો. અંતે સમગ્ર શરીર શોભારહિત જોવા મળ્યું અને અનિત્ય ભાવના ભાવવા લાગ્યા.
અનિત્ય સંસારે ભવતિ સકલ યુન્નયનગમ અર્થાત્ ચર્મચક્ષુથી જોવાથી વસ્તુઓ નાશવંત છે એ ભાવના ભાવતા કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ઇન્દ્ર મહારાજે તુરત જ આવીને એમને સાધુવેશ આપ્યો. દીક્ષા મહોત્સવ ઉજવ્યો. ભરત મહારાજા પંચમુષ્ટિ લોન્ચ કરી સાધુ બન્યા અને રત્નત્રયીની આરાધના કરીને અષ્ટાપદ પર્વત પર નિર્માણ પામ્યા. આંગળી પરથી વીંટી પડી જવાનું નિમિત્ત ભરત ચક્રવર્તીને અનિત્ય ભાવના ભાવવાના મહાન સુકૃતરૂપ અંતે મુક્તિસુખ પ્રદાન કરનાર બન્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org