SearchBrowseAboutContactDonate
Page Preview
Page 556
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૦૭ જિનશાસનના પ્રભાવક તરીકે આઠ આચાર્યભગવંતોનાં નામ પ્રસિદ્ધ છે તેઓએ વિવિધ રીતે જિનશાસનની શોભા વધારી હતી. પહેલા પ્રભાવક તરીકે જે આગમરૂપ વર્તમાન શ્રુતસિદ્ધાંત અને તેના અર્થનો પાર પામે તે પ્રાવચનિક પ્રભાવક કહેવાય છે. બીજો પ્રભાવક ધર્મકથી' છે. નંદિષણની માફક પોતાના ઉપદેશથી પ્રતિબોધ કરે અને હૃદયમાં રહેલા મિથ્યાત્વરૂપ સંદેહને નિર્મૂળ કરે છે. ત્રીજા પ્રભાવક મલ્લવાદી કે જે રાજસભામાં મેઘગર્જના સમાન વાણી ઉચ્ચારીને પ્રતિસ્પર્ધી પર વિજય મેળવે છે. આ સફળતાનું રહસ્ય એમનાં તર્ક, ન્યાય, કાવ્ય, છંદ, અલંકાર અને સ્યાદ્વાદનું પાંડિત્ય હતું. ચોથા પ્રભાવક નૈમિત્તિક છે કે ભદ્રબાહુસ્વામીએ પરમતને જીતવા માટે જ નિમિત્તનો ઉપયોગ કરીને શાસનપ્રભાવના કરી હતી. પાંચમા પ્રભાવકમાં ધર્મના પાયારૂપ તપ છે. બાહ્ય-અત્યંતર એમ બાર પ્રકારના તપની આરાધના દ્વારા કર્મની નિર્જરા કરીને ચારિત્રનું પાલન કરવામાં આવે છે. તેનાથી સંયમધર્મની વૃદ્ધિ થાય છે ને જિનાજ્ઞાનુસાર વર્તીને આવતા પાપને રોકે છે. તદુપરાંત સમતાભાવે તપ કરે છે તેનાથી જિનશાસનની પ્રભાવના થાય છે. છઠ્ઠા પ્રભાવક શ્રી વજસ્વામી છે કે જેમણે પોતાની મંત્રવિદ્યાના પ્રભાવથી બૌદ્ધ રાજાને જૈન ધર્મી બનાવ્યો હતો. બૌદ્ધ રાજાએ જિનમંદિરે પુષ્પ ન આપવા એવો પ્રતિબંધ કર્યો હતો ત્યારે જૈન સંઘની પ્રાર્થનાથી દેવોએ વિમાનમાં આવીને પુષ્પો આપ્યા હતા. રાજા આ ચમત્કારથી જિનધર્મી થયો હતો. સાતમા પ્રભાવક કાલિકાચાર્ય છે. દુષ્કાળના કપરા કાળમાં શ્રીસંઘને આકાશ માર્ગે બૌદ્ધ દેશમાં લઈ જઈને જીવતદાન આપ્યું તે અંજનયોગનો પ્રભાવ જિનશાસનની ઉન્નતિના કારણરૂપ બન્યો છે. આ કાળના આઠમા પ્રભાવક શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ છે. એમણે મધુર સ્પર્શવાળી કાવ્ય રચના કરીને ધર્મ હેતુ સિદ્ધ કરવા રાજાને પ્રસન્ન કર્યો હતો. વિવિધ પ્રકારની યાત્રા, પૂજા અને ધાર્મિક અનુષ્ઠાન આદિની આરાધનાથી પણ જિનશાસન જયવંતુ વર્તે છે. જિનશાસનના પૂર્વ પ્રભાવકોની લાંબી હારમાળામાં આઠ પ્રભાવકોને, ઉપાધ્યાયજી યશોવિજયજીએ સમકિતના સડસઠ બોલની સજ્ઝાયમાં સ્થાન આપીને તેઓશ્રી અજર-અમર કીર્તિ પ્રદાન કરવામાં યશભાગી બન્યા છે. અહીં વિશિષ્ટ ગુણાનુરાગ ને તેની અનુમોદના દ્વારા તેવા ગુણોને સંસ્કારોનું સિંચન-સંવર્ધન ને સમૃદ્ધિ થાય તેવી પ્રતિભાઓના પરિચયો આપણા જીવનમાં ખૂબ જ પ્રેરણાદાઈ બની શકે છે. ગુણવૈભવી વારસો ભૂતકાળના ભવ્ય વારસાનું આચમન કરવા મહામય ગ્રંથો વાચવાનો અને સમજવાનો સમય આ કલિકાલના માનવીને નથી મળતો, ત્યારે કોઈ એક પ્રતિભાના જીવનનો પ્રસંગ જીવનપરિવર્તન દ્વારા માર્ગસૂચક બની રહે તે દૃષ્ટિથી કેટલીક પ્રતિભાઓનો અહીં નોંધરૂપ ઉલ્લેખ કર્યો છે. વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રી આદીશ્વર ભગવાનના વરસીતપના પારણારૂપે અક્ષયતૃતીયા પર્વની આરાધનાના નિમિત્ત બનનાર સુપાત્રદાન ધર્મના સર્વ પ્રથમ વિરલ વિભૂતિસમાન શ્રી શ્રેયાંસકુમારને યાદ કરતાં, એમણે ઇક્ષરસથી ભગવાન શ્રી ઋષભદેવને પારણું કરાવ્યું ત્યારથી તે કાળના માનવીઓને સુપાત્રદાનની અને સાધુભગવંતોને સુઝતો આહાર વહોરાવવાની સત્ પ્રવૃત્તિરૂપે શ્રાવકાચાર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy