________________
૫૦૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
ત્રેસઠ શલાકા(=ઉત્તમ પુરુષ) પુરુષોમાં ૨૪ તીર્થકરો, ૧૨ ચક્રવર્તી, ૯ બળદેવ, ૯ વાસુદેવ, ૯ પ્રતિવાસુદેવનો સમાવેશ થાય છે.
૨૪ તીર્થકરોમાં ઋષભદેવથી મહાવીરસ્વામી, ૧૨ ચક્રવર્તીમાં ભરત, સગર, મધવા, સનત, શાંતિનાથ, કુંથુનાથ, અરનાથ, સુભૂમ, મહાપદ્મ, હરિષણ, જય અને બ્રહ્મદત્ત છે.
૯ બળદેવમાં અચલ, વિજય, ભદ્ર, સુપ્રતી, સુદર્શન, આનંદ, નંદન, પદ્મ અને રામચંદ્ર. ૯ વાસુદેવમાં ત્રિષષ્ઠ, દ્વિપૃષ્ઠ, સ્વયંભૂ, પુરૂષોત્તમ, પુરૂષસિંહ, પુંડરીક, દત્તનારાયણ અને કૃષ્ણ. ૯ પ્રતિવાસુદેવમાં અશ્વગ્રીવ, તારક, મેરક, મધુ, નિશુંભ, બલીન્દ્ર, પ્રહલાદ, રાવણ અને જરાસંઘ.
ત્રેસઠ શલાકા પુરૂષોના અત્રે નામોનો ઉલ્લેખ કરીને એમના ભાવપૂર્વક સ્મરણ અને વંદન કરી સ્વ જીવનને ધન્ય બનાવીએ એ જ અભિલાષા છે. - આ ઉત્તમ પુરૂષોના જીવનકાળ દરમ્યાન જે રાજાઓ, મહારાજાઓ, મંત્રીશ્વરો, શ્રાવકો અને શ્રેષ્ઠિઓ થઈ ગયા છે તે સર્વનો અત્રે પરિચય આપવો શકય નથી એટલે વિપુલ ચરિત્ર સામગ્રીમાંથી પસંદગીની વ્યક્તિઓની પ્રતિભાનો મિતાક્ષરી પરિચય આપવાનો સ્તુત્ય પ્રયત્ન કર્યો છે. આ પરિચય એ કોઈ એક પ્રતિભાશાળી મહામાનવના જીવન વિશે વિશેષ જાણવાની જિજ્ઞાસાના નિમિત્તરૂપ બનવાનો પણ સંભવ છે. જો આમ થાય તો જૈન પ્રતિમા દર્શન ગ્રંથનું મૂલ્ય ને ગૌરવ પણ પ્રસ્થાપિત થયા વગર નહિ રહે. વાચકોની રૂચિ ભિન્ન પ્રકારની છે એટલે પ્રત્યેક વાચક પોતાની પસંદગી પ્રમાણે વિશેષ વિસ્તારથી જાણવા આતુર થાય તે સ્વાભાવિક છે! રાજા-મહારાજાઓ, શ્રાવકો અને શ્રેષ્ઠિઓના જીવનના મહત્વના પ્રસંગોની મિતાક્ષરી નોંધ કરવામાં આવી છે.
ભગવાન મહાવીરના દશ શ્રાવકોનું વૃતાંત ઉપાસક દશાંગ સૂત્રમાં સ્થાન પામેલું છે. જૈન પ્રતિભાઓનો વિચાર કરતા આ દશ શ્રાવકોનું જીવન શ્રાવક તરીકે સર્વોચ્ચ કોટીનું કહેવાય છે કે જેની પ્રભુ મહાવીરે ભૂરિ–ભૂરિ પ્રશંસા કરી હતી. ભગવાન મહાવીરસ્વામી જેવા જ્યારે આ શ્રાવકોની આરાધનાની પ્રશંસા કરે ત્યારે એમની પ્રતિભા વિષે કશુંક અઘટિત બોલવાનો કે કહેવાનો સંશય રહે જ નહિ. આ શ્રાવકોમાં આનંદ, કામદેવ, ચુલની પિતા, સુરદેવ, ચુલ્લશતક, કંડકૌલિક, સદાલપુત્ર, મહાશતક, નંદિની પિતા, લાતુંક પ્રિયનો સમાવેશ થાય છે અગિયાર અંગ સૂત્રમાં સમાવિષ્ટ ઉપાસક દશાંગ સૂત્રના કેન્દ્રમાં ઉપરોક્ત શ્રાવકોનું જીવનવૃતાંત શ્રાવકવર્ગને માટે આ કલિકાલમાં અજોડ–બેનમૂન પ્રતિભાના ભવ્ય વારસારૂપ છે, જેનું નામ સ્મરણ પણ જીવનને ધન્ય બનાવી શુભ માર્ગમાં પ્રવૃત્ત કરે છે.
પૌષધ પૂર્ણ કરતી વખતે સાગરચંદો બોલવામાં આવે છે તેમાં પૌષધવ્રતની પ્રતિમા ગ્રહણ કરીને આત્મકલ્યાણ કરનારા મહાપુરૂષોનું સ્મરણ કરવામાં આવ્યું છે. પૌષધના સંસ્કાર અને તેનું અનુસરણ આ ભવમાં નહિ તો ભવાંતરમાં સર્વ વિરતિ પ્રાપ્ત કરવાના મહામૂલ્યવાન નિમિત્તનું કારણ છે. સાગરચંદ, ચંદાવર્તીસ રાજા, શેઠ સુદર્શન, ધન્નાજી, આનંદ અને કામદેવ વગેરે મહાપુરૂષોએ જીવનના અંતિમ કાળ સુધી પૌષધવ્રત ધારણ કરીને કર્મનિર્જરા કરી હતી. શ્રાવકનાં બાર વત્તમાંનું ૧૧મુવ્રત પૌષધોપવાસ છે તેનું અનુસરણ કરનારા ઉપરોક્ત નામોની સૂચિ પૂર્વકાલીન પ્રતિભાઓની યાદીમાં આદર્શ નમૂનારૂપ ગણાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org