________________
અભિવાદન ગ્રંથ ]
પૂર્વકાલીન પ્રતિભાના અમૃત ઝરણા
---ડૉ. કવિન શાહ (બીલીમોરા)
કલાવૈભવથી મંડિત જિનમંદિરો જેમ આત્મકલ્યાણના જીવંત સ્મારકો બની શકયાં છે તેમ ધર્મપુરુષોનાં ગુલાબી જીવનચરિત્રો આપણને ખરે સમયે દીવાદાંડીરૂપ બની રહે
છે.
| ૫૦૫
શ્રી ચતુર્વિધ સંઘના ચારેય અંગોએ આજસુધીમાં જૈનધર્મના સબળ સત્ત્વોને સૌદર્યમંડિત કરી આ સંસ્કારવારસાની દિવ્ય જ્યોતને ઝળહળતી રાખી વિશ્વપ્રાંગણમાં પ્રસરાવી છે. આ પ્રકાશપુંજ અને આ સંસ્કૃતિના દીપચંભ સમા પૂ. આચાર્યાદિ મુનિવરોએ જિનશાસનને અજવાળ્યું છે તેમ અનેક શ્રાવકોએ પણ જિનશાસનની ઉન્નતિમાં ભારે મોટુ યોગદાન આપ્યું છે.
જિનશાસનમાં મોક્ષપ્રાપ્તિ માટે ભવ્યાત્માઓને ઊંચામાં ઊંચા અનેક પ્રકારનાં આલંબનો જ્ઞાનીઓએ બતાવ્યાં છે. વિશ્વના અનેક જીવો આજે જ્યારે મોહમાયાના ઊંડા અંધારે અથડાતા રહ્યા છે, વિષય અને કષાયની ભયંકર આગ માનવીને દઝાડી રહી છે ત્યારે ચિત્તમાં ભક્તિરસ, શાંતરસ, વૈરાગ્યરસ ઉત્પન્ન કરવા માટે જબરજસ્ત નિમિત્ત બને છે મહાપુરુષોનો સંસ્કારવારસો અને તેમનું જીવનકવન.
ડૉ. કવિન શાહ
આપણા પ્રતાપી પૂર્વજોનો ગુણવૈભવ વારસો જ આપણને શીતળતા અને સંતોષ આપી શકે તેમ છે. પૂર્વકાલીન પ્રતિભાઓના સદ્ગુણો જ આપણને ભવસાગર તરવાનું એક માત્ર આલંબન બની રહે તેમ છે.
દક્ષિણ ગુજરાતની સંસ્થાઓએ જેમનું બહુમાન કર્યુ છે તેવા વિદ્વાન મહાશય ડૉ. કવિનભાઈ શાહે અત્રે આ લેખમાં કેટલીક પૂર્વકાલીન પ્રતિભાઓના જીવન નિષ્કર્ષની સુંદર માહિતી રજૂ કરી છે. આપણે પણ આરાધના ઉપાસનામાં મન જોડી દઈને મોક્ષમાર્ગી બનીએ એ જ અંતરની અભિલાષા.
સંપાદક
જૈન ધર્મના ભવ્ય વારસાના આદર્શ નમૂનારૂપ અનંત ઉપકારી, અનન્ય પ્રેરક, ભવોદધિતારક, ભવ્ય જીવોને ઊર્ધ્વગતિના પથ પ્રદર્શક એવા ત્રેસઠ શલાકા પુરુષોનું જીવન અને કાર્ય કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિએ નિરૂપણ કર્યું છે. એમની વિદ્વતા, કવિત્વ શક્તિ અને શ્રુતજ્ઞાનની ભક્તિરૂપ આ ‘ત્રિષષ્ઠિશલાકા પુરુષ ચરિત્ર ' ગ્રંથની રચના સંસ્કૃત ભાષામાં થયેલી છે. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પૂ. પંન્યાસશ્રી ભાનુચંદ્રવિજયજી ગણિવર્યે કર્યો છે. સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય તેવા જિજ્ઞાસુઓ આ ગ્રંથના વાંચનથી જૈન ધર્મના રક્ષક, પ્રભાવક અને પ્રેરક ચરિત્રોનો આસ્વાદ કરી શકે તેમ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org