SearchBrowseAboutContactDonate
Page Preview
Page 240
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૯૧ (વિક્રમાદિત્ય હેમુ ) ભારતીય ઇતિહાસમાં અપ્રતિમ શક્તિશાળી, કુશળ યૂહરચનાબાજ અને યુદ્ધના દેવતા તરીકે પ્રસિદ્ધ વિક્રમાદિત્ય હેમનું ચરિત્ર એ મોગલ સમયની તવારીખમાં ખારા સમુદ્રમાં મીઠી વીરડી જેવું ગણાયું છે. કોઈ ભારતીય ઇતિહાસકારે નહીં, પરંતુ બદારૂની અને અબુલ ફજલ જેવા મોગલ તવારીખ લખનારા ઇતિહાસકારોએ છ મહિના સુધી દિલ્હીના સિંહાસન પર આરૂઢ થઈને દેશનું રાજતંત્ર ચલાવનાર વિક્રમાદિત્ય હેમુની બહાદુરીની પ્રશંસા કરી છે. મંડોવરના જૈન શ્રાવકનો પુત્ર હેમુ જોનપુરની શાળામાં વીર શેરશાહનો સહાધ્યાયી બન્યો. સામાન્ય વેપારી તરીકે પોતાનું જીવન શરૂ કરનાર હેમુ એના પુરુષાર્થ અને પરાક્રમથી પ્રગતિ કરતો રહ્યો અને સમય જતાં એ દિલ્હીનો કુશળ ઝવેરી બન્યો. એણે એના બાહુબળ, સાહસ અને વ્યવસ્થાશક્તિથી લશ્કરમાં એક પછી એક ઊંચા હોદા હાંસલ કર્યા. પહેલાં લશ્કરી મોદી, પછી ચોધરી, પછી કોટવાલ અને ત્યાર બાદ ફોજદાર બન્યો. આવડત અને ઇમાનદારીને કારણે હેમુ બાદશાહ મહમ્મદ આદિલશાહનો પ્રેમભાજન (મહેતો) બન્યો અને અંતે દિલ્હીના વડા દીવાનનું ઉચ્ચ પદ મેળવ્યું. મહમ્મદ આદિલશાહને દિલ્હીના તખ્તનો શહેનશાહ બનાવવાની હેમુની ઉમેદ હતી, પરંતુ પઠાણો સાથેના યુદ્ધમાં આદિલશાહ માર્યો ગયો અને તેમના શિરે શાસન ચલાવવાની જવાબદારી આવી. એ સમયે દરેક ધર્મના અગ્રગણ્ય પુરુષો સ્વધર્મના પ્રસાર માટે, રાજયાશ્રય માટે અતિ પ્રયાસ કરતા હતા. પોતાના વિદ્યા, તપ, ચમત્કાર, આત્મબળ વગેરેથી રાજાઓને રીઝવીને ધર્મનો પ્રચાર કરવામાં ધન્યતા માનતા હતા. હેમરાજ જુદી માટીનો માનવી હતો. એણે પોતે સાહસ, વૈર્ય અને પરાક્રમથી મેળવેલા રાજ્યનો વિસ્તાર કર્યો. ચુનારા અને બંગાળમાં જાગેલા બળવાને શાંત પાડ્યો. આગ્રા પર ફત્તેહ મેળવીને દિલ્હી પર ચડી આવ્યો. દિલ્હીના હાકેમ તરાદી બેગખાન (તાર્દીબેગખાન)ને પરાજય આપીને એણે હાકેમને પંજાબ તરફ ભાગવાની ફરજ પાડી. હેમુ “વિક્રમાદિત્ય' ઇલ્કાબ ધારણ કરીને દિલ્હીના સિંહાસન પર બિરાજમાન થયો. વર્ષોનો લશ્કરી અનુભવ, રાજ-શેતરંજની મુત્સદ્દીવટ અને અભેદ્ય યુદ્ધકળાના નિષ્ણાત તરીકે વિક્રમાદિત્ય હેમુ સર્વત્ર વિખ્યાત બન્યો. એની ગજસેનાથી વિરોધીઓ કાંપતા હતા. પોતાના મિત્ર અને પ્રજાકલ્યાણનાં મહાન કાર્યો કરનાર શેરશાહને એણે જિંદગીભર સાથ આપ્યો. રાય પિથૌરા (રાજા પૃથ્વીરાજ) પછી દિલ્હીના સિંહાસનના ભાગ્યાકાશમાં એક નવો હિંદુ રાજા હેમુ બન્યો. હેમુને એના વિરોધીઓ અને દુશ્મનો પણ ‘જંગ-મેદાનોનો જાદુગર’ કહેતા હતા. વિક્રમાદિત્ય હેમુનો ‘હવા' નામનો ગજરાજ યુદ્ધભૂમિ પર હેમુની સાથે દુશ્મનો પર ત્રાટકતો હતો. પોતાના મિત્ર શેરશાહની સાથે સામ્રાજ્ય સ્થાપવાના સ્વપ્નો જોનાર હેમુએ દિલ્હીનું સિંહાસન હાંસલ કરીને મિત્રનાં અધૂરાં રહેલાં અરમાન પૂરાં કર્યા. હેમુની અજોડ યોગ્યતા અને રાજકાજની કુશળ વ્યવસ્થાની આદરપૂર્વક નોંધ લીધા પછી પ્રસિદ્ધ ઇતિહાસકાર વિન્સેન્ટ સ્મિથ એની પ્રતિભાનો પરિચય આપતાં નોંધે છે : “તેના સમયમાં સૌથી મહાન પુરુષોમાંનો એ એક હતો અને આખા હિંદુસ્તાનમાં અકબરના પ્રતિપક્ષીઓમાં એવો એકે પ્રતિપક્ષી ન હતો કે જે બહાદુરી, સાહસ અને હિંમતમાં તેને (હેમુને) ટપી જાય. તેણે બાવીસ યૂહભરી લડાઈઓમાં વિજય મેળવીને પોતાના માટે અજોડ એવી લશ્કરી શ્રેષ્ઠતા મેળવી હતી.' વિક્રમાદિત્ય હેમુનાં સ્વપ્નો મહાન હતાં. ક્યારેક મહાન સ્વપ્નો એક નાનાશા અકસ્માતથી રોળાઈ જતાં હોય છે. એ સમયે બહેરામખાનની દોરવણી હેઠળ કાબૂલ જીતવાનો વિચાર છોડીને બાદશાહ અકબર દિલ્હી અને આગ્રા જીતવા નીકળ્યો. ઇ. સ. ૧૫૫૬માં પાણીપતના કુરુક્ષેત્રમાં મોગલસેના અને વિક્રમાદિત્ય હેમુ વચ્ચે ભીષણ યુદ્ધ થયું. શહેનશાહ અકબરે પહેલી વાર આટલી વિરાટ ફોજ જોઈ, પરંતુ તેમની આંખમાં વાગેલા એક તીરે સઘળી બાજી ઊંધી વાળી દીધી. હેમુ હાર્યો. અકબરે આવા બહાદુર માનવી પર તલવાર ચલાવવાની ના પાડી ત્યારે બહેરામખાને પોતાની તલવાર વડે વિક્રમાદિત્ય હેમનું માથું ઉડાવી દીધું. ઇતિહાસ નોંધે છે કે છ મહિના સુધી દિલ્હીના બાદશાહ તરીકે રહેલા વિક્રમાદિત્ય હેમુએ મોગલ સમયની તવારીખમાં પોતાને પરાક્રમથી આટા-દાલ બેચનેવાલા બનિયાની પ્રચંડ વીરતાનો પરિચય A કરાવ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy