________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૩૫
ગુના માફ કરજો.' એમ કહીને ત્રણ પ્રદક્ષિણા દઈને તેના ઉપકારને યાદ કરતો તે દેવ સ્વસ્થાને ગયો.
ત્યારબાદ કામદેવ કાઉસગ્ગ પારીને પ્રભુ મહાવીરને વંદન કરવા ગયા, તે વખતે પ્રભુદેવે બારે પર્ષદાની સમક્ષ કામદેવને પૂછ્યું : હે મહાનુભાવ, તેં આજ રાતે મહાભયંકર ત્રણ પરીષહો ધૈર્ય રાખીને સહન કર્યા, અને ધર્મધ્યાનમાં સ્થિરતા રાખી મેરૂપર્વતની જેમ અડગપણે વ્રતો જાળવ્યાં, એ વાત સાચી છે?' કામદેવે કહ્યું : પ્રભો, આપે કહ્યું તેમજ છે.' પછી પ્રભુએ આ બીના ગૌતમાદિક મુનીશ્વરોને જણાવીને સંયમમાં સ્થિર કર્યા. ત્યાં રહેલા સર્વ લોકોએ પણ કામદેવની ઘણી પ્રશંસા કરી. પ્રભુની ભવ્ય દેશના સાંભળીને કામદેવ શ્રાવક પોતાને ઘેર ગયા. તેમણે આનંદ શ્રાવકની માફક અગિયાર પ્રતિમાઓ વહન કરીને, વીશ વર્ષ સુધી શ્રાવકધર્મની આરાધના કરી. અને અંતે એક મહિનાની સંલેખના આદરીને સમાધિમરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણાભ નામના વિમાનને વિષે તે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં ચાર પલ્યોપમના આયુષ્યનું સુખ ભોગવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી ચારિત્રની આરાધના કરી સિદ્ધિપદ પામશે.
૩. શ્રી ચુલ્લનીપિતા
વારાણસી નગરીમાં ચુલ્લનીપિતા નામે એક ગૃહસ્થ રહેતા હતા. તેમને શ્યામ (સોમ) નામની સ્ત્રી હતી. તે ચોવીસ કરોડ દ્રવ્ય (સોનામહોર)ના સ્વામી હતા. તેમાંનું ૮ કરોડ દ્રવ્ય નિધાનમાં, તેટલું જ વ્યાજમાં અને તેટલું જ દ્રવ્ય વ્યાપારમાં ફરતું હતું. તે આઠ ગોકુલના સ્વામી હતા. તેમણે પ્રભુ શ્રી મહાવીરદેવની આ ભવમાં અને પર ભવમાં પરમ કલ્યાણકારિણી દેશના સાંભળીને શ્રી આનંદ અને કામદેવની માફક બારે વ્રતો સ્વીકાર્યા હતાં.
એક વખત પોતાના કુટુંબનો ભાર મોટા દીકરાને સોંપીને તે પૌષધશાલામાં પૌષધ અંગીકાર કરી આત્મિક ભાવના ભાવી રહ્યા હતા, તેવામાં મધરાતે એક દેવે હાથમાં તલવાર લઈ તેમને ધમકી આપી : ‘હે શ્રાવક, તું આ ધર્મનો ત્યાગ કર, જો તેમ નહિ કરે તો તારા મોટા દીકરા વગેરેને તલવારથી મારી નાખીશ.' આવાં આકરાં વચનો સાંભળવા છતાં પણ ચુલ્લનીપિતા લગાર પણ ચલાયમાન ન થયા. આથી તે દેવે ઘણા ક્રોધિષ્ઠ થઈને ચુલ્લનીપિતાના નાના, મધ્યમ અને મોટા એ ત્રણે પુત્રોને લાવીને તેની સમક્ષ મારવા માંડ્યા. પછી ત્રણે પુત્રોને ઉકળતા તેલના તાવડામાં નાખ્યા અને તેઓનાં માંસ અને લોહી ચુલ્લનીપિતાના શરીર ઉપર છાંટ્યાં. તોપણ તે લગાર પણ ચલાયમાન થયા નહિ. પછી તેણે તેને વારંવાર આ પ્રમાણે કહ્યું : ‘હે શ્રાવક, જો તું મારા કહેવા મુજબ ધર્મનો ત્યાગ કરીશ નહિ, તો હમણાં જ તારી માતા ભદ્રા સાર્થવાહીને અહીં લાવીને તારા દેખતાં માર મારીને તપાવેલા તાવડામાં નાખીશ, અને તેણીનાં માંસ અને રૂધિર તારા શરીરની ઉપર છાંટીશ, જેથી તારે આ ભયંકર પીડા ભોગવતાં ભોગવતાં ઘણી મુશ્કેલીએ અકાલે મરવું પડશે.' આ પ્રમાણે બહુવાર ધમકાવ્યા છતાં પણ તે ધર્મારાધનમાં નિશ્ચલ રહ્યા. આ અવસરે ચુલ્લનીપિતાને વિચાર આવ્યો કે આ તો કોઈ હલકો માણસ લાગે છે. આણે મારા ત્રણ પુત્રોને મારી નાંખ્યા અને હવે મારી માતુશ્રીને મારવા તે તૈયાર થયો છે. માટે કોઈ પણ ઉપાયે આને પકડવો જોઈએ. આવો વિચાર કરી, જેવામાં તેને પકડવાને હાથ લાંબો કર્યો તેવામાં તે દેવ ઊડીને આકાશમાં ચાલ્યો ગયો અને ચુલ્લનીપિતાનાં હાથમાં એક થાંભલો આવ્યો. પછી તેણે મોટા શબ્દોથી કોલાહલ કર્યો. તેવામાં પોતાના પુત્રનો શબ્દ સાંભળી તેની માતા ભદ્રા ત્યાં આવી. તેણીએ કોલાહલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org