________________
૩૩૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
મહાપુરુષોને કે જેઓ આવી ઊંચ કોટીને પામ્યા છતાં સત્ય વસ્તુ સમજાતાં નમ્ર બની ભૂલ ખમાવે છે. એ પ્રમાણે આનંદ શ્રાવક ૨૦ વર્ષ સુધી બહુ પ્રકારના શીલવ્રતાદિ ધર્મકૃત્યની આરાધના કરી, છેવટે એક માસની સંલેખનામાં કાલધર્મ પામી સૌધર્મ નામના પહેલા દેવલોકના અરૂણ નામના વિમાનમાં દેવ થયા. ત્યાં ચાર પલ્યોપમનું આયુષ્ય પૂર્ણ કરી, મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ શ્રાવકકુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી સિદ્ધિપદ પામશે. વિશેષ બીના શ્રી ઉપાસકદશાંગ, વર્ધમાનદેશના, ઉપદેશપ્રાસાદાદિ ગ્રંથોથી જાણી લેવી. ૨. શ્રી કામદેવ શ્રાવક
ચંપાનગરીમાં કામદેવ નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને ભદ્રા નામની સ્ત્રી હતી. અને તે અઢાર કરોડ સોનૈયાના સ્વામી હતા. તેમાં છ કરોડ સોનૈયા નિધાનમાં, છ કરોડ વ્યાજમાં અને છ કરોડ વ્યાપારમાં જોડાયેલા હતા. તે છ ગોકુલના અધિપતિ હતા. આ ચંપાનગરની નજીકમાં પૂર્ણભદ્ર નામનું ચૈત્ય હતું, ત્યાં દેવાધિદેવ પ્રભુ મહાવીર પધાર્યા. આ ખબર સાંભળીને કામદેવ શ્રાવક ખુશ થયા. પ્રભુને વંદના નમસ્કાર કરી તેમણે પ્રભુની દેશના સાંભળીને જિનધર્મની ઉપર અડગ શ્રદ્ધા રાખીને આનંદ શ્રાવકની પેઠે પ્રભુદેવની પાસે બારે વ્રતો અંગીકાર કર્યા. તે પ્રમાણે તેની સ્ત્રીએ પણ કર્યું. અને બન્ને જણા અપૂર્વ ઉલ્લાસથી વ્રતોની આરાધના કરી આત્માને નિર્મલ બનાવતા હતા.
એક વખત ધર્મજાગરિકા કરવાના પ્રસંગે કામદેવને આનંદ શ્રાવકની જેવો વિચાર થયો, જેથી તેમણે પોતાના મોટા પુત્રને કુટુંબની સંભાળ રાખવાની ભલામણ કરીને પૌષધશાલામાં આવીને દર્ભના સંથારા ઉપર બેસી પ્રભુદેવનું ધ્યાન કરતાં આનંદ શ્રાવકની જેમ તે કામદેવ શ્રાવક પ્રતિભાવહન કરવા લાગ્યા. એક વખત તે ધ્યાનમાં બેઠા હતા તે વખતે સૌધર્મેન્દ્ર ત્યાં દેવસભા સન્મુખ કામદેવના તપસ્યાદિ ગુણોની પ્રશંસા કરી. તે પર શ્રદ્ધા નહિ રાખનાર કોઈ દેવ તેની પરીક્ષા કરવા આવ્યો. તે દેવ દેવતાઈ શક્તિથી (વક્રિયલબ્ધિથી) ઘણાં ભયંકર રૂપો વિકુર્તીને કામદેવ, જો તું ધર્મને છોડી નહિ દે તો આ તલવારના ઘા કરીને તારું જીવિત અકાળે હરી લઈશ જેથી તું કુધ્યાનથી ઘણી પીડા ભોગવીશ.” આ પ્રમાણે તેણે વારંવાર કહ્યું તો પણ કામદેવ લગારે ડર્યા નહિ, કે ધર્મશ્રદ્ધાથી ચલાયમાન પણ થયા નહિ. ત્યારે તેણે ક્રોધથી લાલચોળ બનીને કામદેવને તલવારના ઝાટકા માર્યા. તો પણ તે ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તેણે એક હાથીનું રૂપ વિકવ્યું, અને કામદેવને કહ્યું કે- 'હે દાંભિક, હું તને સૂંઢમાં ભરાવીને અદ્ધર આકાશમાં ઉછાળીશ, અને જ્યારે તું પાછો નીચે પડીશ ત્યારે પગ નીચે દબાવીને તને કચરી નાંખીશ.” એમ કહીને ઘણીએ કદર્થના કરી તો પણ શ્રેષ્ઠી લગાર પણ ચલાયમાન થયા નહિ. ત્યારબાદ તે દેવે ભયંકર સર્પનું રૂપ કરીને કામદેવને ધમકી આપી : “એ વીરધૂર્તના ધર્મને તું છોડી દે અને મને નમસ્કાર કર, નહિ તો હું તને ઘણાં તીવ્ર ડંખ મારીને હેરાન કરીશ, જેથી તું રીબાઈ રીબાઈને મરણ પામીશ.” તોયે શેઠ ચલાયમાન થયા નહિ, ત્યારે તે સર્વે તેમના શરીરને ત્રણ ભરડા દઈને ગળે આકરા ડંખ માર્યા. આ વેદના પણ શેઠે આનંદપૂર્વક સહન કરી અને લગાર પણ ડગ્યા નહિ. તેથી તે દેવ થાક્યો અને છેવટે નમસ્કાર કરીને બોલ્યો : “હે ધર્મવીર, તમને ધન્ય છે. તમારી અડગ શ્રદ્ધાને મેં બરોબર તપાસી છે. આથી હું પણ પ્રભુ મહાવીરના ધર્મમાં અડગ શ્રદ્ધાળું બન્યો છું. મારા ધર્મગુરુ તમે જ છો. સુખડના ઝાડની જેમ પરીષહો સહન કરીને તમે મને સમ્યગ્દર્શન રૂપી અપૂર્વ સુગંધ આપી તેથી હું તમારો ઉપકાર માનું છું. મારા કરેલા |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org