SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૩૩૩ ૧૦. ઉદ્દિષ્ટવર્જન પ્રતિમા --આમાં પોતાના નિમિત્તે બીજાઓએ જે આહાર કર્યો હોય, તે દશ ] મહિના સુધી ન લઈ શકાય. મુરમુંડરિસ્થતિ હોય, અને શિખા (ચોટલી) રખાય. ૧૧. શ્રમણભૂત પ્રતિમા–-આમાં અસ્ત્રાથી મુંડન કરાવે અથવા લોચ કરાવે, એટલે મસ્તકે કેશ ધારણ ન કરાય. (કેશરહિત મસ્તક હોવું જોઈએ.) અને રજોહરણ (ઓઘો), પાત્રો વગેરે મુનિરાજનાં ઉપકરણો રાખવાં જોઈએ. તથા તેમની જેમ એષણીય અશનાદિ લઈ શકાય. સ્વજનાદિ પ્રત્યે પોતે નિઃસ્નેહ નથી જેથી ગોચરીના અવસરે “પાડમાડવા સવજી મહૂર્વ દિ” એમ બોલીને કુટુંબમાંથી ભિક્ષા ગ્રહણ કરે. એ પ્રમાણે અગિયાર મહિના સુધી ધર્મ પાળે તે શ્રમણભૂત પ્રતિમા કહેવાય. કહ્યું છે કે, खुहमुंडो लोपण वा, स्यहरणं उग्गहं ज घेत्तूणं । समणभूओ विहरइ, धम्मं काएण फासंतो ।।१।। આ એક માસાદિ કાલ ઉત્કૃષ્ટ કહ્યો. અને જધન્ય કાળ દરેક પ્રતિમાનો અંતર્મુહૂર્ત પણ કહ્યો છે. અને તે મરણ સમયે અથવા દીક્ષા લેવામાં (તે પ્રસંગે) સંભવે છે, તે સિવાય નહિ. શ્રી પંચાશક અને પ્રવચનસારોદ્ધાર વગેરેમાં વધારે બીના વર્ણવી છે. આ પ્રમાણે અગિયારે પ્રતિમા વહન કરતાં પાંચ વર્ષ અને પાંચ (છ) મહિના થાય છે. એ અગિયારે પ્રતિમા ઉલ્લાસથી કરતાં આનંદ શ્રાવકનું શરીર કુશ (દુર્બલ) થયું. આ અવસરે તેમણે અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મનું શરણ અંગીકાર કરી અનશન ગ્રહણ કર્યું. અનુક્રમે નિર્મલ પરિણામ ધારા વધતાં વધતાં અવધિજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ થવાથી તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. એક દિવસ વાણિજ્યગ્રામની બહાર પ્રભુ મહાવીર ચૌદ હજાર મુનિવરોના પરિવાર સાથે પધાર્યા, ત્યારે પ્રભુને પૂછીને, શ્રી ગૌતમ ગણધર ત્રીજી પોરિસીમાં તે ગામમાં યથારૂચિ નિર્દોષ આહાર પ્રહણ કરીને ગામની બહાર નીકળતાં કોલ્લાક સંનિવેશની નજીકમાં આવ્યા, ત્યારે લોકોના મુખથી આનંદ શ્રાવકના અનશન તપનું વૃત્તાંત સાંભળીને પોતે તે પ્રત્યક્ષ જોવા કોલ્લાકસન્નિવેશમાં આવેલી પૌષધશાલામાં આવ્યા. તે વખતે આનંદ શ્રાવક ગણધર ગૌતમ મહારાજાને આવતા જોઈને ઘણા જ ખુશી થયા. અને ભાવથી વંદના-નમસ્કાર કરી બોલ્યા: “હે પ્રભો, આકરી તપસ્યા કરવાથી હું ઘણો દુર્બલ થયો છું, તેથી આપની પાસે આવવા અસમર્થ છું. માટે આપ કૃપા કરીને અત્રે પધારો.' આથી ગૌતમસ્વામી જ્યાં આનંદ શ્રાવક રહેલા હતા ત્યાં આવ્યા. આનંદ શ્રાવકે વિધિપૂર્વક વંદન કરી પ્રશ્ન કર્યો : “હે ભગવાન, શ્રાવકને અવધિજ્ઞાન થાય ખરું?' ગૌતમસ્વામી બોલ્યા, ‘ઉત્તમ શ્રાવકને થાય.' ત્યારે આનંદ શ્રાવકે કહ્યું, “મને અવધિજ્ઞાન થયું છે. હું એ જ્ઞાનથી ઊંચે સૌધર્મદેવલોક સુધી, નીચે રત્નપ્રભા પૃથ્વીના લોલુચ્ચ (લોલુક) નામના નરકાવાસ સુધી તથા તિહુઁ લવણસમુદ્રને વિષે પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણમાં પાંચસો યોજન સુધી અને ઉત્તરમાં કુલ્લહિમાચળ સુધી રૂપી પદાર્થોની બીના જાણું છું.” આ સાંભળીને ગૌતમસ્વામીએ કહ્યું : “હે ભદ્ર, ગૃહસ્થને અવધિજ્ઞાન થાય, પણ તમે કહ્યા પ્રમાણે એવું મોટું અવધિજ્ઞાન ન થાય, માટે તમે મિથ્યાદુકૃત આપો.” આનંદ શ્રાવકે કહ્યું કે “હે સ્વામિન અસત્ય બોલવાના પ્રસંગે તેમ કરવું ઉચિત ગણાય, માટે આપે મિથ્યાદુકૃત દેવો જોઈએ.” તે સાંભળી ગૌતમ મહારાજા શંકામાં પડ્યા, એટલે તેમણે પ્રભુ પાસે જઈને તેનું સ્વરૂપ પૂછ્યું. જવાબમાં પ્રભુદેવે આનંદ શ્રાવકના કહેવા મુજબ જ જણાવ્યું એટલે ગૌતમ મહારાજે આનંદ શ્રાવકની પાસે આવીને મિથ્યાદુકૃત આપ્યો. ધન્ય છે આવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy