________________
૩૩૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
નિયમ). તે અગિયાર પ્રતિમાઓનું સ્વરૂપ આ પ્રમાણે સમજવું :--
૧. સમ્યકત્વ પ્રતિમા---એક મહિના સુધી નિર્મલ સમ્યગ્દર્શન ગુણની સેવના કરવી છે. આ પ્રસંગે દેવાભિયોગ, રાજાભિયોગ, ગણાભિયોગ, બલાભિયોગ, ગુરુનિગ્રહ, વૃત્તિકાંતાર; આ છ આગાર હોતા નથી. અને શંકા, કાંક્ષા, વિચિકિત્સા, અન્યદર્શનિ પ્રશંસા અને અન્ય દર્શનિઓનો પરિચય આ પાંચ અતિચારો (એક જાતના સામાન્ય દોષ) ન લાગે તેમ વર્તવાનું હોય છે.
૨. વ્રત પ્રતિમા---આ પ્રતિમા સાધતી વખતે પહેલી પ્રતિમાની ક્રિયા સાધવાની જરૂર હોય છે. તે તરફ લક્ષ્ય રાખીને બે મહિના સુધી બારે વ્રતની નિર્મલ સાધના કરવી તે વ્રત પ્રતિમા કહેવાય. આમાં અતિચારથી સાવધાન રહેવું જોઈએ, અને અપવાદ પક્ષ હોય જ નહિ.
૩. સામાયિક પ્રતિમાને--ત્રણ મહિના સુધી હમેશાં સવાર સાંજ નિર્દોષ સામાયિકની સાધના કરવી છે. આમાં પહેલી બે પ્રતિમાનું અનુષ્ઠાન ચાલુ હોય છે—એમ આગળ પણ જરૂર યાદ રાખવું કે આગળ આગળની પ્રતિમા આરાધતી વખતે પાછળ પાછળના તમામ પ્રતિમાઓનું અનુષ્ઠાન ચાલુ હોય જ.
૪. પૌષધ પ્રતિમા---દર મહિનાની બે આઠમ અને બે ચૌદસ તથા એક પૂનમ અને એક અમાસ. એમ (દર મહિને) છ પર્વને વિષે ચાર પ્રકારનો નિર્મલ પૌષધ કરવો. એમ ચાર મહિના સુધી કરવું તે પૌષધ પ્રતિમા કહેવાય.
૫. કાયોત્સર્ગ પ્રતિમાને-પાંચ મહિના સુધી પહેલાં કહ્યા મુજબ છ પર્વને વિષે પૌષધ કરવો જોઈએ. અને તેમાં રાતે ચારે પહોર સુધી કાયોત્સર્ગ રહેવું, તે કાયોત્સર્ગ પ્રતિમા કહેવાય. આ બાબત અન્ય ગ્રંથોમાં સવિશેષ આ પ્રમાણે કહ્યું છે કે આ પ્રતિમા વહન કરતી વેળાએ સ્નાન (ન્હાવા)નો નિષેધ, દિવસે
જ્યાં અજવાશ હોય ત્યાં ભોજન કરી શકાય. રાતે સર્વથા ભોજનનો ત્યાગ. કચ્છ બાંધવાનો નિષેધ. દિવસે બ્રહ્મચર્ય પાળવું, તથા રાતે અપર્વતિથિમાં ભોગનું પરિમાણ કરવું જોઈએ, વળી પર્વતિથિએ પૌષધ ક્રિયામાં રહેવાપૂર્વક રાતે ચૌટા વગેરે સ્થલે કાયોત્સર્ગ કરવો જોઈએ. અહીં રાત્રિભોજન નહિ કરવાની સૂચના કરી તેથી એમ સમજવું કે ઉત્તમ શ્રાવકોએ અનેક જાતના બાહ્ય અને અત્યંતર ગેરલાભ જાણીને રાત્રિભોજનનો જરૂર ત્યાગ કરવો જોઈએ, અને ચોમાસાના વખતમાં તો તે તરફ વધારે કાળજી રાખવી જોઈએ. જે કોઈ શ્રાવક તે નિયમ કાયમને માટે કરવાને સમર્થ ન હોય, તેઓએ પણ આ પાંચમી પ્રતિમાથી માંડીને તે નિયમ અવશ્ય અંગીકાર કરવો જોઈએ.
૬. બ્રહ્મચર્ય પ્રતિમા આની અંદર છ (૬) મહિના સુધી દિવસે અને રાતે સર્વથા નિરતિચાર બ્રહ્મચર્ય ધારણ કરવાનું હોય છે.
૭. અચિત્ત પ્રતિમા ---સાત મહિના સુધી સચિત્તનો ત્યાગ કરે, અચિત્ત અશન પાન, ખાદિમ, સ્વાદિમ વાપરે.
૮. આરંભત્યાગ પ્રતિમા --આમાં આઠ મહિના સુધી કોઈ પણ જાતનો આરંભ ન કરી શકે.
૯. શ્રેષ્ઠ પ્રતિમા–-આમાં પોતાના નોકર વગેરેની મારફત પણ આરંભના કાર્ય ન કરાવી શકાય એવો નિયમ નવ મહિના સુધી પાળવાનો હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org