SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૩૩૧ અંગીકાર કર્યો. ત્યારબાદ યોગ્ય હિતશિક્ષા આપી પ્રભુએ કહ્યું : “હે મહાનુભાવ, મહાપુણ્યોદયે પ્રાપ્ત કરેલા આ દેશવિરતિ ધર્મની બરાબર આરાધના કરજો!' પ્રભુની આ શિખામણ અંગીકાર કરીને પ્રભુને વંદન કરીને આનંદ શ્રાવક પોતાના ઘરે ગયા. ઘરે જઈને પોતાની પત્ની શિવાનંદાને સહર્ષ બધી બીના જણાવી એટલે તેણે પણ દેશવિરતિ ધર્મનો સ્વીકાર કર્યો. આનંદ શ્રાવકના વ્રતાધિકાર પ્રસંગે ઉપદેશપ્રાસાદ વગેરેમાં આ પ્રમાણે વિસ્તારથી કહ્યું છે : શરૂઆતમાં તેમણે પ્રભુની પાસે દ્વિવિધ ત્રિવિધ નામના ભાંગાએ કરીને સ્થૂલ જીવહિંસાદિકના ત્યાગ સ્વરૂપ પાંચે અણુવ્રતો અંગીકાર કર્યા. તેમાં ચોથા અણવ્રતમાં સ્વ (પોતાની) સ્ત્રી સિવાયની અન્ય સ્ત્રીઓના પરિહારનો નિયમ હતો અને પાંચમામાં (૧) રોકડ ધનમાં ચાર કરોડ સોનામહોરો નિધાનમાં, ચાર કરોડ વ્યાજે, ચાર કરોડ વ્યાપારમાં એમ બાર કરોડ રાખી શકે. તેથી વધારે રાખી શકાય નહિ. () દશ ગાયોનું એક ગોકુળ એવા ચાર ગોકુળ રાખી શકું. (૩) એક હજાર ગાડાં અને ખેતીને માટે પાંચસો હળ અને બેસવાને માટે ચાર વાહન રાખી શકું, એવો નિયમ કર્યો. છઠ્ઠી દિશિપરિમાણ વ્રતમાં ચારે દિશામાં જવા આવવાનો નિયમ કર્યો. (આ બીના સાતમા અંગમાં વિસ્તારથી વર્ણવી છે.) સાતમા ભોગોપભોગ વ્રતમાં સ્થલ દષ્ટિએ બાવીસ અભક્ષ્ય અને બત્રીશ અનંતકાય તથા પંદર કર્માદાનનો ત્યાગ કર્યો. દાતણમાં તે જેઠીમધનું લાકડું; મન (તલ ચોળવા-ચોળાવવા)માં શતપાક અને સહમ્રપાક તેલ; ઉદ્વર્તન (પીઠી)માં ઘઉં અને ઉપલેટનો પિષ્ટ (આટો); સ્નાનમાં ઉષ્ણ જલના માટીના આઠ ઘડા પ્રમાણ પાણી; પહેરવાનાં વસ્ત્રોમાં ઉપરનું અને નીચેનું એમ બે વસ્ત્રો; વિલેપનમાં, ચંદન, અગરૂ, કપૂર અને કુંકુમ; ફૂલમાં પુંડરીક કમળ અને માલતીનાં ફૂલ; અલંકારમાં નામાંકિત મુદ્રિકા (વીટી) તથા બે કુંડળ; ધૂપમાં અગરૂ અને તુરૂષ્ક; પેય (પીવા લાયક) આહારમાં મગ, ચણાં વગેરે તળીને કરેલ અથવા ઘીમાં ચોખાને તળીને બનાવેલો ચોખાનો પ્રવાહી પદાર્થ (રાબડી આદિ); પકવાન્સમાં ઘેબર અને ખાંડનાં ખાજાં; ભાતમાં કલમશાલીના ચોખા; કઠોળમાં મગ, અડદ અને ચણાંઘીમાં શરદઋતુનું થયેલું ગાયનું જ ઘી, શાકમાં મીઠી ડોડી ને પરવલનું શાક; મધુર પદાર્થમાં પત્યેક; અનાજમાં વડાં વગેરે; ફળમાં ક્ષીરામલક (મીઠાં આંબળા), જળમાં આકાશથી પડેલું પાણી; અને મુખવાસમાં જાયફળ, લવિંગ, એલાયચી, કઠકોલ અને કપૂર આ પાંચ પદાર્થોથી મિશ્રિત તંબોલ; એમ ઉપર જણાવેલ ચીજો વાપરી શકાય, તે સિવાય બીજાનો ત્યાગ કર્યો. શ્રી ઉપાસકદશાંગ સૂત્રમાં આ બીના વિસ્તારથી જણાવી છે. આ પ્રમાણે દેશવિરતિ ધર્મની સાધના કરવામાં ઉજમાળ બનેલા બંને-દંપતી-એ ચૌદ વર્ષ સફલ કર્યા. એક વખત મધરાતે આનંદ શ્રાવક જાગી ગયા, અને આ પ્રમાણે ધર્મજાગરિકા (ધર્મનું ચિંતવન) કરવા લાગ્યા કે--અહો, રાગદ્વેષ--પ્રમાદમાં મારું જીવન ઘણું વીતી ગયું. માટે હવે જલદી ચેતીને ધર્મારાધનામાં વિશેષ ઉદ્યમ કરવો જોઈએ. ગયેલો સમય પાછો મેળવી શકાતો નથી, માટે હું હવે પ્રમાદ દૂર કરીને શ્રાવકની અગિયાર પ્રતિમાની યથાશક્તિ આરાધના કરી માનવજન્મ સફલ કરું. આ પ્રમાણે વિચારીને સવારે પોતાના કુટુંબને તથા સગાં-વ્હાલાને બોલાવ્યાં. તેમને ભોજન, વસ્ત્રાદિ વડે આદરસત્કાર કરીને તેઓની સમક્ષ આનંદ શ્રાવકે મોટા પુત્રને ગૃહદિનો વહીવટ સોંપ્યો. ત્યારબાદ પોતે નીચે જણાવ્યા મુજબ પ્રતિમાઓનું વહન કરવા તૈયાર થયા. પ્રતિમા એટલે એક જાતનો વિશિષ્ટ અભિગ્રહ (પ્રતિજ્ઞા ૩. ઉપાસકદશાંગમાં આ બાબત વિસ્તારથી જણાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy