________________
૩૩૬ ]
|| જૈન પ્રતિભાદર્શન
કરવાનું કારણ પૂછ્યું એટલે ચુલ્લનીપિતાએ માતુશ્રીને તમામ બીના જણાવી. તે સાંભળી માતાએ કહ્યું : હે વત્સ, તેં કહ્યું તેમાંનું કંઈ પણ બન્યું નથી. મને લાગે છે કે કોઈ મિથ્યાત્વી દેવે તારી ધર્મપરીક્ષા કરવા માટે લબ્ધિથી તારા પુત્રોની જેવાં અને મારા જેવાં રૂપો બનાવીને તેમ કર્યું હશે. હે પુત્ર, પ્રભુ શ્રી મહાવીરનું ફરમાન છે કે વ્રતમાં લાગેલા દોષોની આલોચનાદિ સાધનો દ્વારા શુદ્ધિ કરવી જોઈએ. અહીં તને પૌષધ વ્રતમાં અતિચાર લાગ્યો છે, તેની આલોચના કરી લે.” માતાના આ વચનો સાંભળી પુત્રે ઉલ્લાસથી તે પ્રમાણે કર્યું.
આ પ્રસંગ એવો બોધ આપે છે કે--આર્ય માતાઓએ પોતાના પુત્રના વ્રતનિયમાદિ તરફ જરૂર કાળજી રાખવી જોઈએ. આ પછી ચુલ્લનીપિતાની ઘણી ખરી જીવનચર્યા આનંદ શ્રાવકની જીવનચર્યાને મળતી હોવાથી તે પ્રમાણે જાણવી. તેમણે શ્રાવકધર્મની અગિયારે પ્રતિમા વહી હતી. છેવટે તે સમાધિપૂર્વક કાલધર્મ પામી પહેલા સૌધર્મ દેવલોકને વિષે અરૂણપ્રભ નામના વિમાનમાં ચાર પલ્યોપમના આઉખે દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવીને તે મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ જૈનધાર્મિક કુલમાં જન્મ પામી અવસરે મહાપ્રભાવશાલિ ભાગવતી દીક્ષાની આરાધના કરી અખંડાનન્દમય સિદ્ધિસ્થાન પામશે. ૪. મહાશ્રાવક સુરાદેવ
વારાણસી નગરીમાં સુરાદેવ નામના એક શ્રાવક રહેતા હતા. તેમને ધન્યા નામની સ્ત્રી હતી. આ સુરાદેવને કામદેવના જેટલી દ્રવ્ય સંપત્તિ અને ગોકુલો હતાં. એક દિવસ પ્રભુ શ્રી મહાવીરની દેશના સાંભળીને આનંદાદિ મહાશ્રાવકોની માફક પ્રભુની પાસે તેમણે બાર વ્રત અંગીકાર કર્યા. આ વ્રતોનું ઉલ્લાસથી આરાધન કરતાં, ઉપસર્ગના પ્રસંગે પણ તેણે ધર્મનો રંગ છોડ્યો નહીં. એમને ત્રણ પુત્રો હતા. જેમ કામદેવ શ્રાવકના પ્રસંગે બન્યું હતું, તેમ અહીં પણ એક વખત એમ બન્યું કે--કોઈ મિથ્યાષ્ટિ દેવે તેમના ત્રણ પુત્રોને મારી નાખવાની ધમકી આપતા કહ્યું : “હે સુરાદેવ, તું આ ધર્મને છોડી દે.” છતાં પણ શ્રાવક સુરાદેવ જરા પણ ચલાયમાન થયા નહિ. ત્યારે દેવે કહ્યું : “હે સુરાદેવ, હજુ પણ તારે જીવવાની ઇચ્છા હોય તો જલ્દી આ ધર્મને છોડી દે, નહિ તો હું તારા શરીરમાં સોળ મહારોગ ઉત્પન્ન કરીશ, જેથી તારે ઘણી વેદના ભોગવવી પડશે. અને તેથી તારે બહુ રીબાઈ રીબાઈને મરવું પડશે.' દેવનાં વચનો સાંભળીને શ્રીસુરાદેવે કોલાહલ કર્યો જે સાંભળીને તેમની સ્ત્રી ધન્યા આવી પહોંચી. તેણીએ તમામ ખુલાસો કર્યો, જેથી સુરાદેવ સ્વસ્થ બન્યા. અહીંથી આગળની બીના શ્રી કામદેવની માફક જાણવી. શ્રી સુરાદેવે શ્રાવકની અગિયારે પ્રતિમા વહન કરીને અંતિમ સમયે શ્રી આનંદાદિની માફક સંલેખનાદિ કરવા પૂર્વક સમાધિમરણે મરણ પામી સૌધર્મ દેવલોકના અરૂણકાંત નામના વિમાનમાં દેવતાઈ ઋદ્ધિ મેળવી. ત્યાંનાં દેવતાઈ સુખો ચાર પલ્યોપમ સુધી ભોગવીને ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્તમ કુલમાં જન્મ પામી, અવસરે સંયમાદિની સાધના કરી પરમાનન્દમય મોક્ષસુખને પામશે. ૫. મહાશ્રાવક ચુલ્લશતક
શ્રી આલંભિકા નગરીમાં ચુલ્લશતક નામના એક સગૃહસ્થ રહેતા હતા. તેમને બહુલા નામે સ્ત્રી હતી. શ્રાવક કામદેવની માફક તેમને ધનસંપત્તિ, ગોકુલ વગેરે હતાં. પ્રભુશ્રી મહાવીરદેવની પાસે તેમણે વ્રતો અંગીકાર કર્યા હતાં અને શ્રાવકની અગિયારે પ્રતિમાઓ વહન કરી હતી. ચુલ્લની પિતાને જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org