SearchBrowseAboutContactDonate
Page Preview
Page 487
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન સંઘવીએ ત્રણ કરોડ સોનામહોર ખર્ચા શાસ્ત્રગ્રંથો લખાવ્યા હતા. સારંગ શેઠ સુવર્ણટકોની ઝોળી ભરીને ફરતા. રસ્તે ચાલતા, દુકાનમાં કે કોઈપણ ઠેકાણે જે નવકાર મંત્ર બોલે તેને એક સુવર્ણટંક આપતા હતા. જગડુશાહે કુલ આઠ અબજ અને સાડાછ કરોડ મણ અનાજ દુષ્કાળમાં આપ્યું હતું. જ્યારે આ દાનવીર મૃત્યુ પામ્યા ત્યારે દિલ્હીના શાહે ભરસભામાં મુગટ ઉતાર્યો હતો, સિંઘપતિએ બે દિવસ અન્નપાણીનો ત્યાગ કર્યો હતો અને રાજા અર્જુનદેવ ચોધાર રડ્યા હતા. * રાજા વિક્રમે એક કરોડ સોનામહોરથી આ. સિદ્ધસેન દિવાકરસૂરિજીનું ગુરુપૂજન કરેલું. * ચોરાશી હજાર સોનામહોર વાપરીને તૈયાર કરાવેલો નવો મહેલ પૂ. વાદિદેવસૂરિજીના ઉપદેશથી શાન્તનું મંત્રીએ ઉપાશ્રય તરીકે જાહેર કર્યો હતો. પેથડમંત્રીનાં ધર્મપત્ની જિનમંદિરે જતી વખતે રોજ સવાશેર સુવર્ણનું દાન આપતાં હતાં ત્યારે યાચકોની ભીડ જામતી હતી. * ભરૂચમાં મુનિસુવ્રતસ્વામી સન્મુખ આરતી-દીવો ઉતાર્યા પછી આપ્રદેવે ૩૨ લાખ દ્રવ્ય દીનદુ:ખીયાઓને આપેલું. મથુરાનગરીમાં પદ્માશાહે સવાલાખ સોનૈયા ખર્ચીને ભગવતીસૂત્રનો મહામહોત્સવ કરેલ અને ગોયમા' શબ્દ પાછળ એક એક સુવર્ણમુદ્રાથી પૂજા કરેલ. ભીનમાલના સોમદેવ શ્રાવકે ગુરૂભગવંતના પ્રવેશ વખતે સાચા મોતીની ગલી ઉપર ૫OO સોના મહોર મુકેલ. * આમ રાજાએ સવાકરોડ સોનામહોરથી બપ્પભટ્ટસૂરિજીનું ગુરુપૂજન કર્યું હતું. અને તેની આચાર્યપદવીમાં એક કરોડ સોનામહોર ખરચી હતી. તેજપાલ સોનીએ આચાર્ય હીરસૂરિજીના ઉપદેશથી સં. ૧૯૫૦માં શત્રુંજય ઉપર ઘણાં જિનમંદિરના જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. વસ્તુપાલ મંત્રી દરરોજ ૫OO મુનિઓની ભક્તિનો લાભ લેતા તદુપરાંત ૧OOO યાચકોને ભોજન કરાવતા હતા. લંકેશ્વર રાવણને ત્યાં જૈન ગૃહમંદિર હતું. જેમાં નીલરત્નની બનેલી ભગવાન મુનિસુવ્રતસ્વામીની પ્રતિમા હતી, તેની રોજ ભક્તિ કરતો. રાજા રાવણે અષ્ટાપદ પર્વત ઉપર જિનની ભક્તિ કરતાં કરતાં તીર્થકર નામકર્મ બાંધ્યું હતું. શ્રી હેમચન્દ્રાચાર્યની કુમારપાળ ૧૦૮ સુવર્ણકમળો દ્વારા નિત્ય પૂજા કરતા હતા. દયાના અવતાર ધનપાલ : એમના પિતાએ પુત્ર માટે ૩૬ હજાર ચરૂ દાટી રાખ્યા હતા. પણ ધનપાલ કવિએ ગરીબોની આગળ બધા ચરૂઓ ખાલી કરી દીધા. વળી, ભોજરાજાએ ચાર લાખ સોનામહોર ભેટ આપી તે પણ ટોળે વળેલા ગરીબોને ભેટ આપી દીધી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy