SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૭૧૩ 'શાસનસમ્રાટશ્રીના પરમભક્તો શ્રમણોપાસકો પરમપૂજ્ય તપાગચ્છાધિપતિ શાસનસમ્રાટ આચાર્યભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વિક્રમની વીસમી શતાબ્દીના ઉતરાર્થના જિનશાસનના મહાન યુગપ્રધાન પુરુષ હતા. તેમને વચનસિદ્ધિનું વરદાન હતું અને તે તેઓશ્રીના નૈષ્ઠિક બ્રહ્મચર્યનું પરિણામ હતું. આવા વચનસિદ્ધ પુરુષના ભક્ત શ્રમણોપાસકવર્ગ વિશાળ હોય તેમાં કોઈ આશ્ચર્ય નથી.. એમના ભક્ત શ્રાવકોમાં મોટા ઉદ્યોગપતિઓ, નગરશ્રેષ્ઠીઓથી લઈને સામાન્યવર્ગના શ્રાવકો પણ હતા, જેઓ પૂજ્યશ્રીની બુદ્ધિપ્રતિભા, કડક અનુશાસન જેવા ગુણોથી પ્રભાવિત થયા હતા. આ ભક્તગણમાંથી કેટલાનો ટૂંકો પરિચય કરાવે છે પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ. ' પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી મહારાજ પંચમહાલ જિલ્લાના વેજલપુર ગામના પૂ. નગીનદાસ દલસુખભાઈના સંસારીપત્ર. સં. ૨૦૩૦માં સંયમપંચ સ્વીકારી પ્રવચનપ્રભાવક પૂ. આ શ્રી સૂર્યોદયસૂરિજી મ.ના શિષ્ય બન્યા. જૈન દર્શનનો તલસ્પર્શી અભ્યાસ કર્યો. પૂ. આ. શ્રી શીલચન્દ્રસૂરિજી મ. પાસેથી સંસ્કૃત અને વ્યાકરણ સંબંધી માર્ગદર્શન મેળવ્યું. સમય જતાં તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનના તુલનાત્મક અભ્યાસ દ્વારા) પૂ. મુનિશ્રી નંદીઘોષવિજયજી, સંશોધનક્ષેત્રે એક મુનિરાજ તરીકે ભવ્યોવલ આંતરરાષ્ટ્રીય સન્માન પ્રાપ્ત કરીને આત્મકલ્યાણની પ્રવૃત્તિ સાથે જિનશાસનના અર્વાચીન સંયમમાર્ગમાં અભૂતપૂર્વ પ્રભાવના કરી છે. ત્યાગ અને વૈરાગ્યને વરેલા સાધુ વૈજ્ઞાનિક સંશોધનના વિચારોને જૈનદર્શનના વિચારો સાથે તુલનાત્મક અભ્યાસ કરી નવા મૌલિક સિદ્ધાંતોનું પ્રતિપાદન કરી તે ખરેખર ગૌરવ અને ઉન્નતિ જ સમજવી ને! મુનિશ્રીની ચિંતન-મનન કરવાની લાક્ષણિક સાધુજીવન શૈલી સાચે જ સાધુવેશમાં એક પ્રખર વૈજ્ઞાનિકનું દર્શન કરાવે છે. આ પૂ૦ મુનિશ્રીની વિજ્ઞાનક્ષેત્રે મૂલ્યવાન કામગીરીની કદરરૂપે અમેરિકન બાયોગ્રાફીકલ ઈન્સ્ટીટયુટ ઈન ફોરપોરેન્ડ તરફી આ દાયકાના અગ્રણી o International Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy