SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧૪ ] [ જૈન પ્રતિભાદર્શન વૈજ્ઞાનિકોની યાદીમાં પૂજ્ય મુનિશ્રીનું નામ ગૌરવપૂર્વક નોંધવામાં આવ્યું છે. પૂજ્યશ્રીની સિદ્ધિઓને બિરદાવતો ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની અમદાવાદ આવૃત્તિમાં (તા. ૨-૮-૯૭ના) પ્રગટ થયેલો લેખ તેમની સાધુ પ્રતિભાની સાથે વૈજ્ઞાનિક પ્રતિભાનું દર્શન કરાવીને સાચે જ જિનશાસનના શણગાર સમા આ અણગાર શાસનપ્રભાવક મુનિ તરીકેનું સ્થાન પામ્યા છે. રસ ધરાવનારાઓએ પૂજ્યશ્રીનાં અંગ્રેજી-હિન્દી ભાષામાં પ્રગટ થયેલાં પુસ્તકો નજર કરી જવા જેવાં છે. એમના સંશોધનની લોકપ્રિયતા, તાર્કિક સુસંગતતા અને અભિનવ મત દર્શાવવાની તેમની હિંમત દાદ માંગી લ્ય છે. ધર્મ અને વિજ્ઞાનનો સમન્વય કરનાર આ પ્રતિભાવંત મુનિશ્રી જૈન અને જૈનેતર વિશ્વમાં ખરેખર ગૌરવપ્રદ છે. -સંપાદક પરમપૂજ્ય શાસન સમ્રાટ આચાર્યશ્રીવિજયનેમિસૂરીશ્વરજી મહારાજના પરમ ભક્ત શ્રમણોપાસકો --મુનિશ્રી નંદીઘોષવિજયજી ભાવનગરના શેઠશ્રી જસરાજભાઈ, તેમના પૂત્ર શેઠશ્રી અમરચંદભાઈ અને પૌત્ર શ્રી ખાન્તિભાઈ વોરા વિશિષ્ટ શ્રાવક હતા. મહુવાથી ભાવનગર આવ્યા ત્યારે ગૃહસ્થપણામાં તેઓશ્રી શાસનસમ્રાટશ્રી જસરાજભાઈને ત્યાં જ રહ્યા હતા અને પૂજ્ય ગુરુભગવંત શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની પાસે અભ્યાસ કરતા હતા. આ ત્રણેય શ્રાવકો પૂજ્યશ્રીના અનન્ય ભક્ત હતા, સાથે સાથે શાસ્ત્રપદાર્થોના જ્ઞાતા તથા બાવ્રતધારી હતા. ભાવનગરના જ શ્રી કુંવરજી આણંદજી જેઓએ ઘણાં ઘણાં પુસ્તકોના અનુવાદો કરી છપાવ્યા છે, તેઓ પણ શાસનસમ્રાટશ્રીના પરમભક્ત હતા, અને પૂજ્યશ્રીના પ્રત્યેક વચનને તહત્તિ” કહી સ્વીકારતા હતા. પૂજ્યશ્રી દાનવિજયજી મહારાજે પાલીતાણામાં એક સંસ્કૃત પાઠશાળા સ્થાપેલી, જેમાં પૂજ્ય શાસનસમ્રાટશ્રીએ મુનિપણામાં અભ્યાસ કરેલ, તે પાઠશાળાની સ્થાપનામાં મુર્શિદાબાદના ધર્મનિષ્ઠ ધનકુબેર બાબુ બુદ્ધિસિંહજીએ પોતાના તરફથી શરૂઆતના ત્રણ વર્ષનો સંપૂર્ણ ખર્ચ આપેલ. તે વખતે ત્યાં હાજર રહેલ ભાવનગરના શ્રેષ્ઠી શ્રી જસરાજ સુરચંદ વોરા અને શાહ આણંદજી પુરુષોત્તમે પણ સારી એવી રકમ પાઠશાળા માટે આપેલ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy