SearchBrowseAboutContactDonate
Page Preview
Page 764
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] / 9૧૫ ભાવનગર-શ્રીસંઘના પ્રમુખ શેઠશ્રી ભોગીલાલ મગનલાલ પૂજ્યશ્રીના પરમ ભક્ત હતા. પૂજ્યશ્રીના આદેશથી તેઓએ તળાજા તીર્થનો વહીવટ સંભાળ્યો હતો અને તેમની સાથે શ્રી અમરચંદ જસરાજના પુત્ર શ્રી ખાન્તિભાઈ વોરા પણ હતા. - ભાવનગરનરેશ શ્રીકૃષ્ણકુમારસિંહજી તથા ભાવનગર સ્ટેટના દિવાન શ્રી પ્રભાશંકરભાઈ પટ્ટણી અને અધિકારીઓ શ્રી અનંતરાય પટ્ટણી, પોલીસ અધિકારી શ્રી છેલશંકરભાઈ પણ પૂજ્ય શાસનસમ્રાટશ્રીના અનન્ય ભક્ત હતા. પૂજ્યશ્રી મહુવા-પાલીતાણા-ભાવનગર-વલભીપુર વિસ્તારમાં વિચરતા હોય ત્યારે આ બધાં પૂજ્યશ્રીને અવારનવાર વંદન કરવા આવતા; એટલું જ નહિ, પૂજ્યશ્રીની નિશ્રામાં થતાં અંજનશલાકા--પ્રતિષ્ઠા મહોત્સવો, સંઘો વગેરેમાં જરૂરી સામગ્રી પણ ભાવનગર સ્ટેટ તરફથી તેઓ આપતા હતા. માકભાઈ શેઠના સંઘમાં તથા શ્રી કદંબગિરિ તીર્થમાં સૌ પ્રથમવાર પજ્યશ્રીની નિશ્રામાં કરવામાં આવેલ અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવમાં તંબઓ. રાવટીઓ, શાં વગેરે ઘણી બધી સામગ્રી ભાવનગર સ્ટેટ તરફથી વિના મૂલ્ય પૂરી પાડવામાં આવી હતી. પ. પૂ. શાસનસમ્રાટશ્રી સૌ પ્રથમવાર અમદાવાદ પધાર્યા ત્યારે અમદાવાદના વિદ્વાન શ્રાવકો પૂજ્યશ્રીનાં વ્યાખ્યાન સાંભળી તેઓના પરમ ભક્ત બન્યા. તેઓનો પરિચય નીચે પ્રમાણે છે. ( શ્રાદ્ધવર્ય પાનાચંદ હકમચંદ ) તેઓ પ્રજ્ઞાચક્ષુ હતા. પં. શ્રી પદ્મવિજયજી, પં. શ્રી રૂપવિજયજી, પં. શ્રી વીરવિજયજી વગેરે આગમધર મહામુનિઓ પાસે તેમણે ઘણાં વર્ષો પર્યન્ત આગમોનું શ્રવણ કરેલું. આગમોમાં શ્રમણોપાસકને તહg-દિવા” વગેરે વિશેષણો આપ્યાં છે. તેવા જ બહુશ્રુત આ શ્રાવક હતા. તેમની સહાયથી કેટલાક સાધુઓ શ્રી પન્નવણા આગમ વાંચતા, તો શ્રી કેશવલાલ પ્રેમચંદ મોદી જેવા શ્રાવકો “શ્રી લોકપ્રકાશ” વગેરે ગ્રંથો વાંચતા હતા. તેઓ હંમેશાં મુનિભગવંતોના મુખેથી જિનવાણીનું શ્રવણ કરતા અને મુનિભગવંત ન હોય તો શ્રીપૂજ્યની પાસેથી પણ જિનવાણીનું શ્રવણ કરવામાં સંકોચ નહોતા રાખતા. કોઈક વાર વ્યાખ્યાન શ્રવણ ન થાય તો હોંશિયાર છોકરાને બોલાવી ધાર્મિક પુસ્તકનું વાચન કરાવી તે સાંભળતા. વ્યાખ્યાન વગેરેમાં પૂ. શાસનસમ્રાટશ્રીએ “અવધિદર્શન'નું નિરૂપણ કરતાં કહ્યું કે અવધિદર્શન નિયમો સમ્યક્ત્વીને જ હોય, મિથ્યાત્વીને ન હોય. આ સાંભળી શ્રી પાનાચંદભાઈએ પ્રશ્ન કર્યો : “સાહેબ! જો અવધિદર્શન સમ્યકત્વને જ હોય તો આગમમાં અવધિદર્શનનો કાળ ઉત્કૃષ્ટ બે “કક' સાગરોપમ કહ્યો છે તે કઈ રીતે? કારણ કે સમ્યકત્વનો ઉત્કૃષ્ટ કાળ ફક્ત એક “કક” સાગરોપમ જ છે. જવાબમાં શાસનસમ્રાટશ્રીએ કહ્યું : “ભાઈ! શ્રીભગવતીજી, શ્રી પન્નવણાજી વગેરે આગામોમાં વિર્ભાગજ્ઞાનીને પણ અવધિદર્શન હોય એમ કહ્યું છે, તેથી વિર્ભાગજ્ઞાનના “કક' અને અવધિજ્ઞાનના “કક' એમ બે કક’ સાગરોપમ સુધી અવધિદર્શન હોય. પરંતુ તત્ત્વાર્થવૃત્તિકારનો મત એવો છે કે સમ્યગ્દષ્ટિને જ અવધિદર્શન હોય. ભિન્ન ભિન્ન વાચનાની અપેક્ષાએ આ બન્ને મત આપણા માટે તો પ્રમાણ અને યથાર્થ જ છે. - તે વખતના શ્રાવકો પણ કેવા જ્ઞાની હતા! Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy