________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૬ ૧
તિર્યંચ પ્રતિભા-દર્શન
જિનશાસનની અજબ અજાયબીઓ પૈકી એક અનોખી વિગત છે, તિર્યંચોની પણ ધર્મપ્રગતિ. શ્રમણ અથવા શ્રમણોમાસક પાસેથી ઘર્મ સાંભળી, ઘર્મમાર્ગ પામી પશુ-પંખીના જીવાત્મા પણ ગતિપલટો કે મતિપલટો મેળવી છેક સ્વર્ગ કે મોક્ષ સુધીનાં સુખોને સપ્રાપ્ત કરી ગયા છે, જેની નોંધ જૈન ઈતિહાસવેત્તાઓએ સપ્રમાણ ઘટના-ઉદાહરણો ને દૃષ્ટાંતો સાથે લીધી છે.
તિર્યંચ ગતિના કહેવાતા લુલ્લક ભવમાં પણ જિનવાણીના શ્રવણે કે જિનધર્મના પરિણમને પ્રાણીઓ પણ દેશવિરતિ નામના શ્રાવક યોગ્ય પાંચમા ગુણઠાણાને પામી જાય, છેક આઠમા સહસ્ત્રાર દેવલોક સુધીની પ્રગતિ પામી જાય કે સદા માટે કુલ્લક ભવો સમાપ્ત કરી મનુષ્ય ભવ મેળવી મોક્ષમંઝિલને મેળવી જાય તેવી ઘટમાળો ભલે આશ્ચર્યકારી લાગે તોય સત્ય છે, સામાન્ય છે અને સહજ પણ કારણ કે “ઘર્મો ક્ષતિ રક્ષિતઃ ”
ધર્મના પ્રભાવે-પ્રતાપે જ સમગ્ર સૃષ્ટિમાં સારાં તત્ત્વો કંઈક અંશે દેખવા મળે છે. અર્થ અને કામ જેવા કુટિલ બે અવળા પુરુષાર્થને ગૌણ કરી તે જ જીવ તે જ દેહના સાથ-સથવારે જ્યારે ધર્મરૂપી પુરુષાર્થને પ્રધાન કહે છે ત્યારે રક્ષાયેલો તે જ ધર્મ જીવાત્માની ભાવરક્ષા કરી મોક્ષમાર્ગને સાવ મોકળો કરી આપે છે. આવા અનેક પ્રગતિ પ્રસંગો પૈકીનાં ઉદાહરણોમાંથી કોઈક દષ્ટાંતો અત્રે પ્રસ્તૃત કર્યા છે જૈન ધર્મની વિશેષતાઓની વ્યાખ્ય
(૧) આપ્યો નવકાર ને કર્યો ઉદ્ધાર આ અવસર્પિણી કાળના વીસમા તીર્થપતિ મુનિસુવ્રતસ્વામી પ્રભુના શાસનકાળ દરમ્યાન દંડક રાજાના પ્રમાદ-વિલાસના કારણે સ્કંદમુનિ આદિ પાંચસો સાધુઓની ક્રૂર હત્યા પાપીપાલકે કરી નાખી. સ્કંદકાચાર્ય તો અગ્નિકુમાર દેવ બન્યા ને પોતાના અપકારી તરીકે દંડક રાજાને મુખ્ય જાણી અગ્નિપ્રક્ષેપ કરી બાળી નાખ્યો. આર્ત-રૌદ્ર ધ્યાનમાં મરી તે જ દંડક રાજા સાધુ હત્યાના ગોઝારા પાપોના ભારથી ભારે તુચ્છ ગતિઓમાં ભટક્યો. તે પછી કર્મો કંઈક હળુ પડતાં દુર્ગધી દેહ તથા રોગયુક્ત કાયાવાળો ગીધ બન્યો, નામ પડ્યું જટાયુ. વનમાં વિચરતા સુગુપ્ત મુનિના દર્શન માત્રથી જાતિસ્મરણ જ્ઞાન પ્રગટી ગયું અને પૂર્વભવોની કપરી દશાઓ દેખી વૈરાગ્યવંત બની ગયો.
મુનિરાજની સ્પર્શેષધિના પ્રભાવે નિરામય થઈ જઈ, માંસાહાર ત્યાગ તો ઠીક પણ રાત્રિભોજનનો પણ ત્યાગ કર્યો. તિર્યંચ છતાંય વિરતિવંત બનવાના કારણે શ્રીમુનિ મુખે હકીકત જાણી શ્રીરામે તેને પોતાનો સાધર્મિક બનાવ્યો, અને રથમાં રાખી વિચરવા લાગ્યા.
એકદા જ્યારે રાવણે સીતાનું હરણ કર્યું ત્યારે સતી સીતાની રક્ષા માટે શાંત તે જટાયુએ ક્રોધાવેશમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org