________________
૧૦૯૦ ]
[ જૈન પ્રતિભાદર્શન
તેમનું બહુમાન કર્યું હતું. તેમના જીવનમાં તેઓએ તવંગર કે ગરીબના કોઈપણ ભેદભાવ વગર ૮૯ વર્ષની ઉંમર સુધી પીડિત અને દુઃખી જનતાની અનન્ય કર્તવ્યબુદ્ધિથી સેવા આપી હતી.
શ્રી રતિભાઈના પિતાશ્રી સર મણિલાલ નાણાવટી જેઓ માત્ર ગુજરાતના જ નહિ પરંતુ સમગ્ર ભારતના ગૌરવસમા ગુજરાતી હતા. તેઓશ્રી વડોદરા રાજયના નાયબ દીવાન બનેલા. સ્વ. શ્રી સયાજીરાવ ગાયકવાડે તેઓશ્રીને “અરૂણાદિત્ય'નો ઇલ્કાબ અર્પણ કર્યો હતો. ત્યારબાદ તેઓ રિઝર્વ બેંકના ડેપ્યુટી ગર્વનર થયા. આણંદની સરદાર વલ્લભભાઈ વિદ્યાપીઠે તેમને ડૉક્ટર ઑફ લૉઝની માનદ્ પદવી એનાયત કરી હતી. તેઓ ૯૦ વર્ષની ઉંમર સુધી યોગસાધના અને સંયમી જીવનથી માનસિક અને શારીરિક સ્વાચ્ય ગાળીને તા. ૨૯-૭-૬૭ ના દિને દેવલોક પામ્યા.
શ્રી રતિભાઈનો જન્મ વડોદરા પાસે વસો ગામે થયો હતો. તેઓશ્રીએ પોતાનું શિક્ષણ વડોદરામાં જ લીધું હતું. - વ્યાપારી ક્ષેત્રે મુંબઈમાં, સન ૧૯૨૧માં રંગ, કેમિકલ્સ અને મિલ સ્ટોર્સના વેપાર માટે મે. નાણાવટી એન્ડ કંપનીની સ્થાપના કરેલી. આ કંપનીએ તેમની કાર્યદક્ષતા, દીર્ધદષ્ટિ, સાહસિક વૃત્તિ અને ઊંડી સમજને પરિમાણે દેશપરદેશ સાથેના વેપારમાં સફળતા અને પ્રગતિમય વિકાસ સાધ્યો અને સારી એવી નામની મેળવી.
તેઓશ્રીએ તેમના ધર્મપત્ની શ્રી સરલાબહેન સાથે અનેક વખત યુરોપ, અમેરિકા, રશિયા, જાપાન વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે. વિશેષ નોંધપાત્ર બાબત તો એ છે કે તેઓ બન્ને ચુસ્ત જૈન હોવાથી પરદેશમાં પણ ભારતીય સંસ્કૃતિના ઉચ્ચ આદર્શો જાળવી સંપૂર્ણપણે શાકાહારી રહ્યાં હતાં.
શ્રી રતિભાઈ સાથે તેમનાં ધર્મપત્ની શ્રી સરલાબહેન પણ સેવાભાવી અને વિદ્યાપ્રેમી છે. તેમણે ૧૫મી ઑગષ્ટ ૧૯૪૯ના રોજ વિલેપારલેમાં “સરલા સર્જન' નામે એક સર્વદેશીય શિક્ષણ કેન્દ્રની સ્થાપના કરી. જે તેમના અંગત પ્રયાસ અને જાતિદેખરેખથી આજે એક આદર્શ શિક્ષણ સંસ્થા તરીકે કાર્ય કરી રહી છે. આ સંસ્થા મોન્ટેસરીથી એસ. એસ. સી. સુધીનું સળંગ અને સર્વાગી વિવિધ પ્રકારના અભ્યાસક્રમ રાખીને અનોખું શિક્ષણ આપે છે. તેમણે આ કેળવણી કેન્દ્ર પાછળ એક સાધન સંપૂર્ણ સુંદર મકાન માટે લાખો રૂપિયાનું દાન દીધું છે.
તેમના મત પુરુષાર્થ અને લાખો રૂપિયાના દાનથી વિલેપારલેમાં સને ૧૯૫૧થી ચાલતી ડૉ. બાલાભાઈ નાણાવટી હોસ્પિટલ જેમાં હજારો દરદીઓ સારવાર લે છે. તે તેમનું એક અદ્વિતીય સર્જન છે. ૩00 બિછાનાવાળી આ જનરલ હોસ્પિટલ ઉત્તરોત્તર નોંધપાત્ર વિકાસ સાધતી રહી છે. શ્રી રતિભાઈ હોસ્પિટલના સંચાલનમાં દરેક દરદીને રૂબરૂમાં મળી તેની દેખભાળ રાખે છે. મુંબઈ પરાવાસીઓને આ હોસ્પિટલ આશીર્વાદ સમાન થઈ પડી છે.
વર્ષો પહેલાં શ્રી રતિભાઈ નાણાવટીએ પોતાના અગિયાર બંગલાવાળી વિલેપારલેમાં સ્વામી વિવેકાનંદ રોડ ઉપર આવેલી ‘સુરેશ કોલોની આખી યે પોતાના ટ્રસ્ટને ભેટ આપી દીધી છે. જેમાંથી આશરે સાઠ હજાર રૂપિયા જેટલી નેટ રકમની ઉપજ દર વર્ષે ધર્માદામાં વપરાય છે. વધારામાં પૂના યુનિવર્સિટી પાસેની પોતાની આખી યે જમીન અને મહાબળેશ્વરમાં પોતાના વિશાળ સુંદર મકાન સાથેની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org