________________
અભિવાદન ગ્રંથ).
[ ૧o૯૧
(મિલ્કત તાજેતરમાં પોતાના ટ્રસ્ટને ભેટ આપી દીધાં છે.
આ ઉપરાંત શ્રી રતિભાઈને આત્મોન્નતિ માટે પણ જાગૃતિ છે. તેઓશ્રીએ કેટલાંક વર્ષો સુધી વિલેપારલેમાં શ્રી શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના પ્રમુખ હતા ત્યારે પૂર્વ વિલેપારલમાં આવેલા જૂના જૈન દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવી વિશાળ અને સુશોભિત કર્યુ હતું. તેમજ ખાલી જમીન ઉપર વધારાના મકાનો અને બ્લોક્સ બંધાવી આપી શ્રીસંઘને કાયમી આવક અને સગવડ કરી આપેલ છે. આ ઉપરાંત પશ્ચિમ પારલામાં તેમના બંગલાની બાજુમાં પોતાનો એક કીંમતી પ્લોટ તથા મોટી રકમનું દાન કરી, અંગત જહેમત ઉઠાવી તેઓશ્રીએ એક ભવ્ય કલામય નૂતન જિનાલય બંધાવ્યું છે. જેનું નામ “મોતી મણિ મંદિર'--શ્રીમતી મોતીબહેન મણિલાલ નાણાવટી દેરાસર રાખ્યું છે. તેમજ તેમણે “મોતી મણિ મંદિરની બાજુમાં એક માળવાળો ઉપાશ્રય બાંધી તેમાં મુનિમહારાજો ચાતુર્માસ બિરાજે અને સાધર્મિક ભાઈ– બહેનો તેઓશ્રીના પ્રવચનોનું શ્રવણ કરે, રોજ પ્રતિક્રમણ—ઇ. ક્રિયા કરે અને આયંબિલની ઓળી વિ. અનુષ્ઠાનો કરે અને બાળકોની ધાર્મિક પાઠશાળા ચાલે એવી સગવડો કરેલી છે. આ મકાનનું નામ આરાધના ભવન” રાખવામાં આવ્યું છે.
સને ૧૯૬૯ થી તેઓશ્રી શ્રી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સના ઉપપ્રમુખપદે નિમાયા. તે સંસ્થાના ઉપક્રમે સૌ પ્રથમ, શ્રી વર્ધમાન સહકારી બેન્કની સ્થાપનામાં જૈન સમાજની અગ્રગણ્ય સેવાભાવી વ્યક્તિઓની એક વગદાર કાર્યવાહી કમિટીના આદ્ય પ્રમુખ તરીકે તેમની નિમણૂંક થઈ હતી. આ બેન્ક સમાજને ખૂબ જ ઉપયોગી નીવડે તે માટે તેઓશ્રી વ્યવસ્થાપૂર્વક દિનરાત કાળજી રાખતા અને દિનપ્રતિદિન પ્રગતિ પામે તે માટે ખૂબ જ પુરુષાર્થ કર્યો છે.
ઉપર પ્રમાણે વ્યવહારિક કેળવણી માટે “સરલા સર્જન', શારીરિક સ્વાથ્ય માટે નાણાવટી હોસ્પિટલ' અને આધ્યાત્મિક ઉત્કર્ષ માટે “મોતીમણી મંદિર' તથા જનતાની આર્થિક ઉન્નતિ માટે એક સહકારી બેન્ક એમ ચાર પાયાની સંસ્થાઓ સ્થાપીને માનવજીવનનાં મુખ્ય પાસાંઓ પૂરાં પાડ્યાં છે.
પોતે ઉદ્યોગપતિ હોવા છતાં તેઓએ ગુજરાતી સાહિત્યમાં ઓતપ્રોત થઈ તેને પોતાના જીવનમાં વણી લીધું છે. એમણે “સરલા સર્જન'ના વિદ્યાર્થીઓને ઉપયોગી એવાં “સબરસ' અને “ગુંજારવ' જેવાં અણમોલ પ્રકાશનો બહાર પાડ્યાં છે, હૉસ્પિટલના દરદીઓના લાભાર્થે “આરોગ્ય અને દીર્ધાયુષ્ય' નામનું તંદુરસ્તી સાચવવા માટે માર્ગદર્શન આપતું પુસ્તક બહાર પાડ્યું છે અને પોતાની જીવનયાત્રાનાં સ્મરણોનો પ્રેરણાત્મક ઇતિહાસ, પોતાની કલમથી, પોતાની શૈલીથી લખી બહાર પાડ્યો છે.
સાચે જ તેમનું જીવન અને કવન શ્રીમંતો માટે એક આદર્શ અને અનુસરવા યોગ્ય દષ્ટાંતરૂપ છે. દાતા શ્રીમંતોમાં તેમની આગળ પડતી ગણના થાય છે.
તન, મન અને ધનથી વિવિધ ક્ષેત્રે સેવા આપનાર કર્મયોગી સદ્દાતા શ્રી રતિભાઈ મણિલાલ જૈન સમાજનું ગૌરવ ગણાય છે. શ્રી ટોકરશી લાલજી કાપડીયા
પત્રી, ગુજરાતના કચ્છ વિભાગનું એક નાનું ગામ. તા. ૧૯ જાન્યુઆરી સને ૧૯૧૬ના આ ગામે શ્રી ટોકરશીભાઈનો જન્મ થયો. જેવા ધર્મપ્રેમી અને સેવાભાવી પિતાશ્રી લાલજીભાઈ એવાં જ આદર્શ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org