________________
અભિવાદન ગ્રંથ 7
[ ૨૩૯
તારે સંસારના ભોગ ભોગવવાના બાકી છે. પણ તીવ્ર વૈરાગ્યનો રંગ લાગવાથી તેમણે સંસાર છોડી દીક્ષા વાંછી. ભગવાને ભાવી ભાવ જાણી તેમને દીક્ષા આપી. દીક્ષા વખતે શાસનદેવતાએ પણ દીવ્ય ધ્વનિ દ્વારા ચીમકી આપી કે સંસારીકર્મ ભોગવવા બાકી છે. કર્મ કોઈને છોડતું નથી. પણ નંદીષેણે દીક્ષા લીધી.
અને તપ અને સંયમી જીવન ગાળતાં ઘણી વિદ્યાઓ પ્રાપ્ત કરી. ભગવાને ભાખેલું ભવિષ્ય ખોટું પાડવા ઠીક ઠીક મથામણ કરી. છઠ્ઠને પારણે આયંબિલ અને પાછો છ8 એમ તપ આરંભ્યા. વિકાર છોડવા જંગલમાં રહેવા માંડ્યું, પણ માંકડા જેવું મન વિકારી વિચારો ને છોડી શક્યું. મન મનાવવા ખૂબ મથામણ કરી અને તે આવા વિકારી મનથી હારી આપઘાત કરવાના વિચારે એક ટેકરી ઉપર ચડી ભૂસકો માર્યો, પણ દૈવયોગે એ જીવી ગયા. અન્ત મનને વારી દીક્ષાના દિવસો પસાર કરતા રહ્યા. તેઓ એક દિવસ ગોચરી માટે નીકળ્યા અને એક અજાણ્યા આવાસમાં જઈ ચડ્યા. ધર્મલાભ બોલી ગોચરીની જિજ્ઞાસા બતાવી. કર્મસંજોગે એ આવાસ કોઈ ગૃહસ્થીનો ન હતો, એ તો વેશ્યાનો આવાસ હતો. વેશ્યાએ ધર્મલાભની સામે જવાબ આપ્યો, અહીં ધર્મલાભનું કોઈ કામ નથી, અહીં તો અર્થલાભ જોઈએ. નંદીષેણને પણ આ મહેણું લાગ્યું. લે તારે અર્થલાભ જોઈએ છે ને-એમ કહી એક તરણું હાથથી હલાવી સાડાબાર કોડીની વર્ષા ઘરમાં કરી દીધી.
આવી વિદ્યાવાળો જુવાન આંગણે આવેલો જાણી વેશ્યાએ પોતાના હાવ-ભાવ, ચંચળતા દેખાડી મુનિને લોભાવી દીધા. મુનિ સાધુતા છોડી ગૃહસ્થ બની ગયા--મનને મનાવ્યું, ભાવિ ભાવ સંસારી ભોગ ભોગવવા બાકી છે. એ વીરવાણી ખરેખર સાચી જ હોય. ભોગ ભોગવી લેવા રહ્યા
સુવર્ણવૃષ્ટિ એ વેશ્યા પક્ષે, પણ રહી સમકિત પક્ષે નંદિપેણ;
નિત્યદર્શને સંયમી કર્યા, કથીને વીરનાં વેણ. ભોગકર્મ ઉદયે આવ્યાં તેથી બાર વર્ષ સુધી તેઓ આ આવાસે રહ્યા. દરરોજ ૧૦ જણને પ્રતિબોધવાનો નિયમ રાખ્યો. જ્યાં સુધી ૧૦ જણને પ્રતિબોધી ન શકાય ત્યાં સુધી ભોજન ન લેવાનો નિયમ લીધો. એક દિવસ ૯ને પ્રતિબોધ્યા પણ ૧૦મો કોઈ ન મળ્યો. આથી ગણિકાએ હસતાં હસતાં કહ્યું : “નવ તો થયા, દશમા તમે.” અને નંદીષણ ચાલી નીકળ્યા વીર પરમાત્મા પાસે. ફરી દીક્ષા લીધી. શુદ્ધ ચારિત્ર પાળી, ઉગ્ર તપ કરી, ઘણા જીવોને પ્રતિબોધી, દેવલોક પામી દેવલોક ગયા.
નવકાર મહામંત્ર પર ગજબની શ્રદ્ધા ધરાવનાર
( શ્રી અમરકુમાર ) જેને હેયે શ્રી નવકાર, તેને શું કરશે સંસાર?
સંકટ ટળ્યાં નવિ સુખ મળ્યાં, બન્યો અમર અમરકુમાર. રાજગૃહી નગરીના શ્રેણિક રાજા ત્યારે ધર્મી ન હતા. તેઓ ચિત્રશાળા માટે એક સુંદર મકાન બંધાવતા હતા. કોઈ કારણસર તેનો દરવાજો બનાવે ને તૂટી પડે. વારંવાર આમ બનવાથી મહારાજાએ ત્યાંના પંડિતો અને જોશીને બોલાવી આ અંગે શું કરવું જોઈએ તેની સલાહ માગી. બ્રાહ્મણ પંડિતોએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org