SearchBrowseAboutContactDonate
Page Preview
Page 289
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ ] [ જૈન પ્રતિભાદર્શન યજ્ઞમાં કોઈ બત્રીસલક્ષણા બાળકને બલિ બનાવી હોમવાની સલાહ આપી. આ જ રાજગૃહી નગરીમાં એક ઋષભદાસ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તેને ભદ્રા નામે સ્ત્રી હતી. તેમને ચાર પુત્ર હતા. આ ચાર પુત્રમાં એક અમરકુમાર નામે અળખામણો પુત્ર, જે એક વાર જંગલમાં લાકડાં કાપવા ગયેલ ત્યારે ત્યાં એક જૈન મુનિએ નવકાર મંત્ર તેને શીખવેલ. મા-બાપે લોભવશ આ જ પુત્રને બલિ માટે આપતાં, તેણે મા-બાપને ઘણી વિનંતી કરી : “પૈસાને માટે મને મારી ન નખાવો.” આવા જ આક્રંદ સાથે સગાંવહાલાંને વિનંતી કરી. કોઈએ એની વાત ન માની. આથી રાજાએ તેના વજન જેટલા સોનૈયા આપી અમરકુમારનો કબજો લીધો. અમરકુમારે રાજાને બહુ આજીજી કરી બચાવવા કહ્યું. રાજાજીને દયા તો આવી પણ મન મનાવ્યું કે સોનૈયા દઈ બાળક ખરીદ્યો છે. તેમાં તે કંઈ ખોટું કરતો નથી, વાંક હોય તો તેનાં માતા-પિતાનો છે. તેમણે પૈસા ખાતર બાળકને વેચ્યો છે. હું બાળક હોયું તો તેમાં મારો ગુનો નથી—એમ વિચારી છેવટે ભટ્ટજી જેઓ સામે આસન ઉપર બેઠેલા, તેમની સામે જોયું. ભટ્ટજી કહે, “હવે બાળક સામે ન જુઓ. જે કામ કરવાનું છે તે જલદી કરો. બાળકને હોમની અગ્નિજ્વાળામાં હોમી દો.” આથી વિધિકારોએ અમરકુમારને ચોખ્ખા પાણીથી નવરાવી, કેસર-ચંદન તેના શરીરે લગાવી, ફૂલમાળા પહેરાવી અગ્નિજવાળામાં હોમી દીધો. આ વખતે અમરકુમારે જે નવકાર મંત્ર શીખેલો તે એક જ આધાર છે એમ સમજી તેનું ધ્યાન ધર્યું હતું. નવપદનું ધ્યાન ધરતાં ધરતાં ચમત્કાર થયો....અગ્નિજવાળા શમી ગઈ અને દેવોએ આવી સિંહાસન ઉપર તેમને બેસાડ્યો અને રાજાને ઊંધો નાખી દીધો. રાજાના મોંએથી લોહી વહેવા લાગ્યું. આવું અચરજ થવાથી ત્યાંની રાજસભા અને બ્રાહ્મણ પંડિતો વગેરેએ અમરકુમારને મહાત્મા સમજી તેના પગની પૂજા કરવા લાગ્યા અને રાજાજીને શુદ્ધિમાં લાવવા કુમારને વિનંતી કરી. અમરકુમારે નવકારથી પાણી મંત્રી રાજાજી ઉપર છાંટ્યું અને શ્રેણિક રાજા આળસ મરડી બેઠા થયા. ગામલોકો કહેવા માંડ્યાં કે બાળહત્યાના પાપે રાજાજીને આ સજા મળી. શ્રેણિક મહારાજાએ ઊભા થઈ કુમારની આ સિદ્ધિ જોઈ પોતાનું રાજ્ય આપવા કહ્યું. અમરકુમારે કહ્યું, “રાજયનું મારે કોઈ કામ નથી, મારે તો સંયમ લઈ સાધુ થવું છે.” લોકોએ અમરકુમારનો જયજયકાર કર્યો. ત્યાં જ ધર્મધ્યાનમાં લીન થતાં અમરકુમારને જાતિસ્મરણ જ્ઞાન ઊપર્યું અને પંચમુષ્ટિથી લોચ કરી, સંયમ ગ્રહણ કર્યું અને ગામ બહાર સ્મશાનમાં જઈ કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા. પૂર્વભવના વેરને લીધે અમરની મા રાત્રે શસ્ત્ર લઈ અમરકુમાર ધ્યાનમાં ઊભા હતા ત્યાં આવી અને શસ્ત્રથી અમરકુમારની હત્યા કરી નાખી. શુક્લધ્યાનમાં રહી અમરકુમાર કાળ કરી બારમા સ્વર્ગલોકમાં અવતર્યા, ત્યાંથી બાવીશ સાગરોપમ આયુષ્ય ભોગવી મહાવિદેહમાં જન્મ લઈ કેવળજ્ઞાન પામશે. ( સનતકુમાર ચકવતી સનવાર ચકવી. ચક્રવર્તીના ઉત્કૃષ્ટ ભોગમાં આપ બન્યા સોળ સોળ રોગના ભોગ; ના શોધતા ઔષધ જોગ, ધન્ય સનતચકી આપે સાધ્યો સંયમભોગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy