SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૪૧ કુરુ-દેશના ગજપુર નગરમાં સનતકુમાર રાજ્ય ચલાવતા હતા. તેઓએ બધા રાજા-રજવાડાને વશ કરી ચક્રવર્તી પદ પ્રાપ્ત કર્યું હતું. તેઓ અતિશય રૂપવાન હતા. આવું સુંદર રૂપ પૃથ્વી ઉપર કોઈનું ન હતું; એટલે ઈદ્ર મહારાજાએ દેવોની સભામાં સનતકુમારના રૂપની પ્રસંશા કરી. ઈદ્ર મહારાજની આવી વાણી સાંભળી બે દેવોને શંકા ઉત્પન્ન થઈ અને બન્ને દેવો તેની રૂપની પરીક્ષા કરવા બ્રાહ્મણનું રૂપ લઈ સનતકુમાર પાસે આવ્યા. એ વખતે સનતકુમાર નાહવા બેઠેલા હતા. તેનું આ રૂપ જોઈ બન્ને દેવો હર્ષ પામ્યા અને ખરેખર આવું રૂપ ત્રણ જગતમાં કોઈનું ન હોય એમ સમજી સનતકુમારને ‘તમારું રૂપ જોવા ઘણા દૂરથી આવ્યા છીએ અને ખરેખર વિધાતાએ તમારું રૂપ બેનમૂન ઘડ્યું છે” એમ કહી રૂપનાં ઘણાં વખાણ કર્યા ત્યારે સનતકુમારે જવાબ આપ્યો, “અત્યારે તો આ મારી કાયા નાહવાના વખતે પીઠીથી ભરેલી છે અને કાયા ખેરથી ભરેલી હોવાથી બરાબર નથી. ખરેખર હું નાહી, મારા પોશાક-અલંકાર વગેરે સજી રાજયસભામાં બેસું ત્યારે તમે મારું રૂપ જોજો. ખરેખર જો રૂપ જોવું હોય તો રાજયસભામાં આવજો.” રાજ્યસભાની તૈયારી થઈ. સનતકુમાર પૂરાં આભૂષણો સજી આવ્યા અને બન્ને દેવો પણ બ્રાહ્મણના વેશમાં ત્યાં સનતકુમારનું રૂપ જોવા આવ્યા. રૂપ જે નાહવા બેઠેલા ત્યારે હતું તેવું તેમને ન દેખાયું અને કાયા રોગોથી ભરેલી દેખાઈ અને સનતકુમારને કીધું, “ના, તમારી કાયા તો રોગથી ભરેલી છે.” સનતકુમારને એક વિચારધક્કો તો લાગ્યો પણ કહે, “અરે, મારા રૂપમાં ક્યાં કોઈ ખામી છે! હું ક્યાં રોગી છું?” દેવે કહ્યું કે, એક નહીં સોળ રોગથી તમારી કાયા ભરેલી છે. સનતકુમારે અભિમાનથી કીધું કે, તમો બ્રાહ્મણો પછાત બુદ્ધિના છો. આથી બ્રાહ્મણોએ કીધું, જુઓ, એક વાર થૂકી જુઓ. તરત સનતકુમાર જેમનું મોં તંબોળથી ભરેલું હતું તેમણે ઘૂંકીને જોયું તો તેમાં કીડા ખદબદતા હતા. આ જોઈ તેઓ વિચારવા લાગ્યા : અરે રે! આવી મારી કાયા--આ કાયાનો શો ભરોસો–એમ વિચારી છ ખંડનું રાજય-કુટુંબકબીલા બધું ત્યાં જ વોસરાવી ચારિત્ર ગ્રહણ કરી લીધું. કરુણાના અવતાર ( શ્રી મેઘરથ રાજા ) પરવા ન કરી નિજ પ્રાણની, પારેવા રક્ષણ માટે; મેઘરથ દયા ખરી આપની, પ્રભુ શાંતિ થયા એ વાટે. જંબૂદ્વીપના પૂર્વ મહાવિદેહમાં પુંડરીકિણી નગરીમાં ધનરથ રાજા હતા. તેમને પ્રિયમતી નામની પત્ની હતાં. તેમને ત્યાં મેઘરથકુમારનો જન્મ થયો. સમય થતાં પિતાએ મેઘરથને રાજ્ય સોંપ્યું. મેઘરથ રૂડી રીતે જૈન ધર્મ પાળતા. એક દિવસ મેઘરથ પૌષધશાળામાં પૌષધ અંગીકાર કરી ભગવંતભાષિત ધર્મનું ધ્યાન ધરતા હતા. તે વખતે ભયથી કંપતું અને મરણોન્મુખ હોય એમ દીનદૃષ્ટિ ફેરવતું એક પારેવડું તેમના ખોળામાં આવી પડ્યું અને તેણે મનુષ્ય જેવી ભાષાથી અભયની માગણી કરી. એટલે કરુણાના સાગર જેવા રાજાએ ભય પામીશ નહીં, ભય પામીશ નહીં એવું આશ્વાસન આપ્યું. થોડી વારે “હે રાજન, એ મારું ભક્ષ્ય છે માટે સત્વર તે મને સોંપી દો.” એ પ્રમાણે કહેતું એક બાજ પક્ષી ત્યાં આવ્યું. એટલે રાજાએ કહ્યું, તને આ પારેવડું હું આપીશ નહીં. કારણ કે તે મારા શરણે આવ્યું છે અને શરણાર્થીનો જીવ બચાવવો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy