________________
૨૪૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
ક્ષત્રિય ધર્મ છે. ત્યારે બાજ પક્ષીએ કહ્યું, તમે આ પારેવડાનું રક્ષણ કરો છો તો મારો વિચાર કેમ કરતા નથી હું પણ ભૂખથી પીડાઉ છું. મને તાજું માંસ તમે આપશો? રાજા પોતાના દેહનું માંસ કાઢી આપવા તૈયાર થયા અને પારેવાના વજન જેટલું માંસ આપવા ત્રાજવું મંગાવી એક તરફ પારેવડાને બેસાડી પોતાના શરીરમાંથી માંસ કાપી કાપીને મૂકવા લાગ્યા. વજન ઓછું પડતાં છેવટે રાજા પોતે તુલા ઉપર બેઠા. તે જોઈ હાજર સૌમાં હાહાકાર થયો. સામંત, અમાત્ય અને મિત્રોએ રાજાને કહ્યું કે, “અરે પ્રભુ! અમારા અભાગ્યે તમે આ શું કરો છો? આ શરીર વડે તો તમારે પૃથ્વીનું રક્ષણ કરવું જોઈએ. તમે ફક્ત એક પક્ષીના રક્ષણ માટે શરીરનો કેમ ત્યાગ કરો છો? આ તો કોઈ માયાવી પંખી લાગે છે, કારણ કે પંખીનો આટલો બધો ભાર સંભવે નહીં.” આમ પરિવાર અને નગરજનો વગેરે કહેતા હતા ત્યાં જ મુગટ, કુંડળ તથા માળા ધારણ કરેલ કોઈ દેવતા જાણે તેજનો કોઈ રાશિ હોય તેવા પ્રગટ થયા અને બોલ્યા, “હે નુપતિ! તમાં ખરેખર મેરુપર્વત જેવા છો. સ્વસ્થાનથી જરાયે ચલિત થયા નહીં. ઇશાને પોતાની સભામાં તમારી પ્રશંસા કરી તે અમારાથી સહન ન થતાં તમારી પરીક્ષા કરવા આવ્યા હતા. અમારો આ અપરાધ ક્ષમાં કરો. એ પ્રમાણે કહી, રાજાને સાજામાજા કરી તે દેવો સ્વર્ગમાં ગયા. ત્યાર બાદ મેઘરથ રાજાએ સંયમ લીધો અને વીશસ્થાનકનું વિધિપૂર્વક તપ કરી તીર્થકર ગોત્ર બાંધી એક લાખ પૂર્વનું આયુષ્ય ભોગવી, તેમના બારમા ભવે અચિરાજીની કૂખે અવતરી શ્રી શાંતિનાથ નામે સોળમા તીર્થંકર થયા.
ઇન્દ્ર સામેની પોતાની હારને જીતમાં ફેરવનાર અદ્ભુત કૌશલ્યવાન
( શ્રી દશાર્ણભદ્ર )
ચંપાનગરીથી વિહાર કરી મહાવીર પ્રભુ દશાર્ણ નગરે આવે છે. ત્યાંના રાજા દશાર્ણભદ્રને સાંજના સમયે સમાચાર મળ્યા કે, આવતી કાલે સવારે વીપ્રભુ અત્રે પધારવાના છે. રાજા આ જાણી અતિ હર્ષ પામ્યો અને ચિંતવ્યું કે મારી સમૃદ્ધિથી ભગવાનનું અપૂર્વ સ્વાગત કરી વંદના કરીશ મંત્રી વગેરેને આજ્ઞા કરી કે મહેલથી પ્રભુના સમવસરણ સુધીના માર્ગને મોટી સમૃદ્ધિથી શણગારો. રાજાની આજ્ઞા પ્રમાણે નગરપતિ અને મંત્રીઓએ કદી ન શણગાર્યો હોય તેવો રસ્તો શણગાર્યો. રસ્તે કુંકુમ જળનો છંટકાવ કર્યો, ભૂમિ ઉપર સુંદર પુષ્પો પાથર્યા. સ્થાને સ્થાને સુવર્ણસ્તંભ ઊભા કરી તોરણ બાંધ્યાં. રત્નમય દર્પણોથી શોભતી માળાઓ વડે સ્તંભને શણગાર્યા. અને રાજા પોતે સ્નાન કરી દિવ્ય વસ્ત્રો અને આભૂષણો સાથે પુષ્પની માળા પહેરી, ઉત્તમ હાથી ઉપર બેસી પ્રભુને વાંદવા ચાલ્યા. પ્રભુના સમવસરણે પહોંચી ત્રણ પ્રદક્ષિણા દઈ પ્રભુને વંદના કરી, પોતાની સમૃદ્ધિથી ગર્વિત થયેલો રાજા પોતાના યોગ્ય આસને બેઠો.
વીર સ્વાગત અભિમાનને તોડવા, ઇન્દ્ર દર્શાવી ઋદ્ધિ,
દશાર્ણભદ્ર તેથી ય વધ્યા, લઈ સંયમ આણી દિલ શુદ્ધ બુદ્ધિ. દશાર્ણપતિને પોતાની સમૃદ્ધિનો ગર્વ થયેલો જાણી તેને પ્રતિબોધ કરવા ઇદ્ર મહારાજે એક અતિ રમણીય વિમાન કે જે જળમય હતું તે વિસ્તાર્યું. વિમાન ઉતારી ઇદ્ર મહારાજા આઠ દંકૂશળથી શોભતા ઐરાવત ઉપર બેસવા ગયા તે વખતે, હાથી ઉપર પહેલેથી બેઠેલી દેવાંગનાઓએ તેમને હાથનો ટેકો આપી ઉપર બેસાડ્યા. ઇંદ્રની આવી પારવાર સમૃદ્ધિ જોઈ ક્ષણવાર તો રાજા ખંભિત થઈ ગયો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org