SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૨૪૩ વિસ્મયથી વિકસિત નેત્ર કરી તેણે વિચાર્યું કે, અહો! આ ઈદ્રનો કેવો વૈભવ છે! શું સુંદર એનો ઐરાવત હાથી છે! ક્યાં મારો ખાબોચિયા જેવો વૈભવ અને કયાં આ ઈદ્રનો સમુદ્ર જેવો વૈભવ! મેં મારી સમૃદ્ધિનો નાહકનો ગર્વ કર્યો. ધિક્કાર છે મને, મેં આવો ખોટો ગર્વ કરી મારા આત્માને મલિન કર્યો. આવી ભાવના ભાવતાં ભાવતાં દશાર્ણભદ્ર રાજાને હળવે હળવે વૈરાગ્ય આવવાથી ત્યાં જ મુગટ વગેરે આભૂષણો કાઢી અને કર્મરૂપ વૃક્ષોનાં મૂળિયાં ખેંચી કાઢતા હોય તેમ પોતાની મુષ્ટિ વડે મસ્તક ઉપરના વાળને ખેંચી કાઢી અને ગણધરની પાસે આવીને ચારિત્ર ગ્રહણ કરી પ્રભુને પ્રદક્ષિણા કરી વંદન કર્યું. ત્યારે ઈદ્ર દશાર્ણભદ્ર પાસે આવીને કહ્યું કે, “અહો મહાત્મન! તમારા આ મહાન પરાક્રમથી તમે મને જીતી લીધો છે.' આ પ્રમાણે કહી તેમને નમસ્કાર કરે ઇંદ્ર પોતાના સ્થાનકે ગયા અને દશાર્ણભદ્ર મુનિએ સારી રીતે વ્રતનું પાલન કરી પોતાની જાતને ધન્ય અને પાવન બનાવી. પરણ્યા માત્રથી બ્રહ્મચર્યના પરમોચ્ચ આકાશમાં ઊડનારાં ( વિજય શેઠ-વિજયા શેઠાણી ) લગ્ન પૂર્વે જ અજાણતાં, કૃષ્ણ શુકલ પક્ષે બ્રહ્મચારી; વંદું વિજય વિજયા આપને, વ્રત પાળ્યું બનીનેય સંસારી. ભરતક્ષેત્રના કચ્છ દેશમાં એક વિજય નામનો શ્રાવક વસતો હતો. નાનપણમાં ધાર્મિક સંસ્કારોને લીધે મહિનાના અંધારા પક્ષમાં એટલે કે વદના પખવાડિયે ચોથું વ્રત પાળવું એવો નિશ્ચય કર્યો હતો. કર્મસંજોગે વિજયા નામે એક સુંદર કન્યા સાથે તેમનાં લગ્ન નિરધાર્યા. વિજયાએ પૂર્વ સુગુરુનો જોગ મળવાથી શુક્લ પક્ષમાં ચોથું વ્રત પાળવાનો નિયમ લીધેલ હતો. શુભ દિવસે તેમના વિવાહ થયા. પરણ્યા બાદ રાત્રે પિયુને મળવા સારા શણગાર સજી શયનકક્ષમાં પહોંચી. અંધારપક્ષના ત્રણ દિવસ બાકી હતા એટલે વિજયે કહ્યું, આપણે ત્રણ દિવસ પછી સંસારસુખ માણીશું. મેં અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનો નિયમ લીધેલ છે. આ સાંભળી વિજયા ચિંતાતુર થઈ ગઈ. તેને દિમૂઢ થયેલી જોઈ વિજયે પૂછ્યું, કાં, મારું આટલું વ્રત પાળવામાં તું સહકાર નહીં આપે?” ત્યારે વિજયાએ કહ્યું કે, તમે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું વ્રત લીધું છે તેમ મેં શુક્લ પક્ષમાં બ્રહ્મચારી રહેવાનું ચોથું વ્રત અંગીકાર કર્યું છે. વધારામાં વિજયાએ કહ્યું, ‘તમે સુખેથી બીજી સ્ત્રી સાથે લગ્ન કરી તમારા વ્રત પ્રમાણે અંધારા પક્ષમાં બ્રહ્મચારી રહેજો અને નવી સ્ત્રી સાથે શુક્લ પક્ષમાં સંસારસુખ ભોગવજો.” ત્યારે ભરથારે વળતો જવાબ આપ્યો, “અરે ! આપણે લીધેલ વ્રત જિંદગી સુધી બરાબર પાળીશું અને તેની ખબર કોઈને નહીં પડવા દઈએ. માત-પિતા જ્યારે આપણા આ વ્રતની વાત જાણશે ત્યારે આપણે દીક્ષા લઈ લેશું.’ આવી રીતે બન્નેએ વિચારી, જિંદગી પર્યત વ્રત બરાબર પાળવા નિશ્ચય કર્યો. એક જ રૂમમાં એક જ પલંગમાં બન્ને સાથે સૂતાં હતાં; પણ એકબીજાનું અંગ એકબીજાને ન અડે તે માટે બન્ને વચ્ચે એક તલવાર રાખતાં. આ રીતે મેરુ જેવાં અડગ રહી તેઓ દુનિયાની આંખે સંસારી પણ ખરેખર વૈરાગી તરીકે રહ્યાં. ઘણાં વર્ષો આ રીતે વહ્યાં. એક વાર ચંપાનગરીમાં વિમળ નામના કેવળી સમોસર્યા. ત્યાંના એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy