________________
૨૩૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
( નાથ-નાથ
એક મુનિ, અનાથી જેમનું નામ. વનમાં એક ઝાડ નીચે ધ્યાનસ્થ ઊભા છે. ત્યાં મગધરાજ શ્રેણિક પોતાના રસાલા સાથે ક્રીડા કરવા આવે છે અને આ મુનિને જોતાં અચંબો પામે છે. મુનિની કંચનવર્ણી કાયા, રૂપાળું મુખ અને જોમવંતી તરુણ અવસ્થા જોઈ મુનિને પૂછે છે, “અરે મુનિ, કેમ આ વેશ લીધો છે! આ યૌવન વયને કેમ વૈરાગ્યમય બનાવ્યો? આ વયે ધન ને યૌવનને કેમ ભોગવતા નથી? અવસર આવે ભલે વૈરાગી બનો પણ આ વયે કુટુંબ, ધન, યૌવન કેમ છોડ્યું?”
મુનિ કહે છે : “રાજન! હું અનાથ છું. અનાથ હોવાથી સંસાર છોડ્યો છે. એટલે શ્રેણિક રાજા કહે છે, હું તમારો નાથ થાઉં. જે જોઈએ તે આપીશ ચાલો મારી સાથે મારા રાજ્યમાં.”
મુનિ કહે છે, “અરે ભાઈ! તું પણ અનાથ છે. તું કયાંથી મારો નાથ થઈશ! જો સાંભળ, મારા ઘરે ઈદ્રાણી જેવી સુંદર, સુશીલ ગુણની ભરેલી મારી સ્ત્રી હતી--મારે મા, બાપ, કાકા, કાકી, મામા, માસી, બેન, ભાણેજો હતાં—બધી સાહ્યબી મારે હતી-બધી જાતના ભોગ હું ભોગવતો હતો; પણ એક દિવસ મને રોગે ઘેરો ઘાલ્યો. ન સહન થાય એવું દુ:ખ અને વેદના થતી હતી. વૈદ્યોએ દવા આપી, મંત્ર-યંત્ર કીધા, પણ કોઈ રીતે દુઃખ ઓછું ન થયું. મારાં સગાં-મા-બાપ, મારી સ્ત્રી કોઈ મારું દુઃખ લેવા તૈયાર ન થયું. દુઃખ હું જ ભોગવતો રહ્યો. કોઈ સહાય કામ ન આવી. આવા અતિ દુઃખના સમયમાં વિચાર્યું કે, મારું કોઈ નથી, હું એકલો જ છું. આ દુ:ખમાંથી છૂટી જાઉં તો તરત સંયમ લઈ લઉં. આવો નિશ્ચય મનમાં કર્યો. ધીરે ધીરે વેદના ઘટતી ગઈ. સવાર સુધીમાં તો બધી વેદના ભાગી ગઈ અને મેં મારા નિશ્ચય પ્રમાણે ઘરેથી નીકળી, સંયમ લઈ લીધો. હે રાજન! મને પાકું સમજાયું કે હું અનાથ જ હતો. હવે હું સનાથ છું.” શ્રેણિક મહારાજા આ સાંભળી બોધ પામ્યા અને કબૂલ કર્યું કે, ખરેખર તમારું કહેવું સારું છે. હું પણ અનાથ જ છું. ક્યાંથી તમારો નાથ થાઉં? મુનિની પ્રશંસા કરી, તેમને શિશ નમાવી, વંદના કરી, પોતાના મહેલે આવ્યા. મુનિ ચારિત્ર પાળી શિવપુરી પહોંચ્યા.
પ્રબળ સંચમાભિલાષી
(નંદીષેણ મુનિ) નંદિપેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મન વાળ; સૂકીને પણ જે પાછા વળે રે તે વીરલા ઈણે કાળ. વત અકલંક જો રાખવા ખપ કરે રે; તો ધણ ઝૂકે સંસાર;
કહે જિનરાજ કહે તું એકલો રે; પર ઘર ગમન નિવાર રાજગૃહી નગરીના શ્રેણિક રાજાનો પુત્ર નંદીષેણ. એક દિવસ તેને મહાવીરની દેશના સાંભળી વૈરાગ્યની ભાવના થઈ, દીક્ષા દેવા પ્રભુને વિનંતી કરી. ભગવાન મહાવીરે તેમને થોભી જવા કહ્યું--હજુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org