SearchBrowseAboutContactDonate
Page Preview
Page 286
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] L[ ૨૩૭ રહ્યા, અને ભગવાનનાં કહેલ પાંચ મહાવ્રત ધારણ કર્યા. આ વખતે તેમણે ભગવાનને વંદન કરવા જવાનો વિચાર કર્યો, પણ જો ભગવાન પાસે જઈશ તો મારી પહેલાં દીક્ષિત અઠ્ઠાણું નાના ભાઈઓને મારે વંદન કરવાં પડશે. તેઓ ઉંમરમાં નાના છે, તેઓને શું કરવા નમન કરું? એમ વિચારી ત્યાં જ તેમણે કાયોત્સર્ગ કર્યો અને તપ કરી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પછી જ ભગવાન પાસે જવા મનથી નક્કી બાહુબલીજીએ એક વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. શરીર ઉપર સેંકડો શાખાઓવાળી લતાઓ વીંટળાઈ હતી અને પક્ષીઓએ તેમાં માળા બાંધ્યા. તે સમયે ભગવાન શ્રી ઋષભદેવે મોહનીયકર્મના અંશરૂપ માન (અભિમાન)ને લીધે બાહુબલીને કેવળજ્ઞાન પ્રાપ્ત થતું નથી, જાણી બ્રાહ્મી અને સુંદરીને બોલાવી બાહુબલિજી પાસે જવા કહ્યું અને આથી બ્રાહ્મી અને સુંદરી બાહુબલીજી જ્યાં તપ કરતા હતા ત્યાં આવી ઉપદેશ આપવા લાગ્યાં અને કહ્યું, “હે વીર! ભગવાન એવા આપણા પિતાજીએ કહેવરાવ્યું છે કે હાથી ઉપર બેઠેલાને કેવળજ્ઞાન થતું નથી.” આ સાંભળી બાહુબલીજી વિચારવા લાગ્યા કે, હું કયાં હાથી ઉપર બેઠો છું! પણ આ બન્ને ભગિનીઓ ભગવાનની શિષ્યા છે તે અસત્ય ન બોલે—અને સમજાયું કે, વયે મારાથી નાના પણ વ્રતથી મોટા મારા ભાઈઓને હું કેમ નમસ્કાર કરું?--એવું જે અભિમાન મને છે તે રૂપી હાથી ઉપર હું બેઠો છું. આ વિનય મને નથી લાધ્યો. એઓ કનિષ્ઠ છે એમ ધારી એમને વાંદવાની ઇચ્છા મને ન થઈ. હવે હમણાં જ ત્યાં જઈ એ મહાત્માઓને વંદન કરું. આમ વિચારી બાહુબલીએ પોતાનો પગ ઉપાડ્યો અને બધાં દેહાતિકર્મ તૂટી ગયાં અને તે જ પગલે આ મહાત્માને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. વૈરાગ્યને મન વાળિયું, મૂક્યો નિજ અભિમાન રે, પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપન્યુ કેવળજ્ઞાન રે, વીરા મોરા ગજ થકી ઊતરો, ગજ ચ કેવળ ન હોય રે. ભરત મહારાજા એક દિવસ સ્નાન કરી, શરીરને ચંદન વડે વિલેપન કરી, સર્વ અંગે દિવ્ય રત્નનાં આભૂષણો ધારણ કરી, અંતઃપુરના આદર્શગૃહમાં ગયા. ત્યાં સામે જડેલા દર્પણમાં પોતાનું સ્વરૂપ જોતા હતા ત્યાં પોતાની એક આંગળીમાંથી મુદ્રિકા પડી ગઈ. એ આંગળી ઉપર નજર પડતાં તે કાંતિ વિનાની લાગી. એથી વિચાર્યું કે, આ આંગળી શોભારહિત કેમ છે? જો બીજાં આભૂષણ ન હોય તો તે પણ શોભારહિત લાગે? એમ વિચારતાં વિચારતાં એકેક આભૂષણ ઉતારવા લાગ્યા. બધાં આભૂષણ ઊતરી ગયાં ત્યારે પોતાનું શરીર પાંદડાં વગરના ઝાડ જેવું લાગ્યું. શરીર મળ અને મૂત્રાદિકથી મલિન છે. તેના ઉપર કપૂર અને કસ્તૂરી વગેરેના વિલેપનને પણ તે દૂષિત કરે છે એમ સમ્યક પ્રકારે વિચારતાં વિચારતાં ક્ષપકશ્રેણીમાં આરૂઢ થઈ શુકલધ્યાન પામતાં અને સર્વે ઘાતિકર્મો ક્ષય થવાથી કેવળજ્ઞાન પામ્યા. ભવસુખોની શ્રેષ્ઠતાએ પણ, સદા આપ રહ્યાં અનિત્યભાવરત સાચો પુત્ર આપ આદિનાથના, કરું કોટિ વંદન હે ચક્રીશ ભરત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy