SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૬ ] || જૈન પ્રતિભાદર્શન ભગવાન આદિનાથને બે પત્ની : સુમંગલા અને સુનંદા. સુમંગલા અને ઋષભ યુગલિયા તરીકે સાથે જન્મેલાં. યુગલિયા સાથે જ જન્મે અને સાથે જ મરે. સુનંદાનો સાથી યુગલીઓ એક તાડના વૃક્ષ નીચે માથા ઉપર ફળ પડવાથી મરણ પામેલો. યુગલીઆમાં બેમાંથી એક મરણ પામે એવો આ પહેલો બનાવ હતો. સૌધર્મેન્દ્ર દેવે ઋષભદેવ પાસે આવી કહ્યું, “તમે જ સુનંદાને પરણવા યોગ્ય છે. જો કે તમો ગર્ભાવસ્થાથી જ વીતરાગ છો પણ મોક્ષમાર્ગની પેઠે વ્યવહારમાર્ગ પણ આપનાથી જ પ્રગટ થવાનો છે.” આ સાંભળી અવધિજ્ઞાન વડે ઋષભદેવે પોતાને ૮૩ લાખ પૂર્વ સુધી ભોગકર્મ ભોગવવાનું છે જાણી, મસ્તક ધુણાવી ઈન્દ્રને અનુમતિ આપી અને સુનંદા સાથે ઋષભદેવનાં વિધિવત્ લગ્ન થયાં. સમય જતાં ઋષભદેવને સુમંગલાથી ભરત અને બ્રાહ્મી નામે પુત્ર-પુત્રી જમ્યા અને સુનંદાથી બાહુબલી અને સુંદરી જન્મ્યાં. ઉપરાંત સુમંગલાથી બીજાં ૪૯ જોડલાં જન્મ્યાં. વખત વીતતાં ઋષભદેવે પ્રવ્રયા અંગીકાર કરવાનો નિશ્ચય કર્યો અને ભરતને તે સૌથી મોટો હોવાથી બોલાવી રાજય અંગીકાર કરવા જણાવ્યું અને યોગ્યતા પ્રમાણે બાહુબલી વગેરેને થોડા દેશ વહેંચી આપ્યા અને ચારિત્ર ગ્રહણ કર્યું. ભરત મહારાજાએ જુદા જુદા દેશો ઉપર પોતાની આણ પ્રસરાવી. ચક્રેશ્વરી બનવા બધા પ્રયત્નો કર્યા. આ અંગે અઠ્ઠાણું બીજા ભાઈઓએ ભરતની આણ સ્વીકારવી કે નહિ તે અંગે પોતે નિર્ણય ન કરી શકવાથી ભગવાન શ્રી આદિનાથની સલાહ લેવા ગયા. ભગવાને તેમને બોધ આપ્યો કે, સાચા દુશ્મનો મોહ-માન, માયા, ક્રોધ વગેરે સામે લડો એટલે કે ચારિત્ર અંગીકાર કરો. આથી તેઓ અઠ્ઠાણું ભાઈઓએ ભગવાન પાસે ચારિત્ર અંગીકાર કર્યું. ચક્રરત્ન જુદા જુદા દેશોમાં ફરી બધી જગ્યાએ જીત મેળવી પાછું આવ્યું, પણ ચક્રરત્ન આયુધશાળામાં પ્રવેશ ન કર્યો. ભરત રાજાએ કારણ પૂછતાં મંત્રીશ્વરે કહ્યું કે, તમારા ભાઈ બાહુબલી ઉપર તમારી આણ નથી. તેઓ તમારા નેજા તળે આવે તો તમો ચકેશ્વરી કહેવાવ અને ચક્રરત્ન આયુધશાળામાં ચોક્કસ પ્રવેશ કરે. આથી ભરતેશ્વરે પોતાનો દૂત બાહુબલીજી પાસે તક્ષશિલા મોકલ્યો. તક્ષશિલાનું રાજ્ય બાહુબલીજી ભોગવતા હતા. દૂતે આવી બાહુબલીજીને ભરતેશ્વરની આણ નીચે આવી જવા સમજાવ્યું જેથી ભરત મહારાજા સાચા અર્થમાં ચકેશ્વરી થાય. પણ બાહુબલીએ ભરતજીનું સ્વામિત્વ સ્વીકારવાની સાફ ના પાડી અને આથી ભારત અને બાહુબલીજી બન્ને યુદ્ધમાં ઊતર્યા. યુદ્ધ લાંબું ચાલ્યું, લોહીની નદીઓ વહેવા લાગી પણ બન્નેમાંથી કોઈ હાર્યા કે જીત્યા નહીં. આ હિંસક લડાઈ વધુ ન ચાલે તે માટે સૌધર્મેન્દ્ર દેવે બન્ને ભાઈઓને ફક્ત સામાસામી લડી લેવા સમજાવ્યા. બન્ને ભાઈ મેદાનમાં સામસામા ઊભા અને હુંકાર કરી લડવા તત્પર થયા. પહેલાં ભારતેશ્વરે જોરથી બાહુબલીજીને માથામાં મુપ્રિહાર કર્યો જેથી બાહુબલીજી ઢીંચણ સુધી જમીનમાં ઊતરી ગયા. પછી બાહુબલીજીનો વારો આવ્યો અને હુંકાર કરી મુષ્ટિ ઉગામી, પણ વિચાર કર્યો કે જો મૂઠી ભરતને મારીશ તો ભરત મરી જશે અને ભ્રાતૃહત્યાનું પાપ લાગશે. હવે ઉગામેલ મૂઠી નકામી તો ન જવી જોઈએ—એમ વિચારી બાહુબલી'એ તે મૂઠીથી તે જ વખતે પોતાના માથાના વાળનો લોચ કર્યો અને ત્યાં જ ચારિત્ર ગ્રહણ કર્યું. ભરતેશ્વરને દુઃખ ઘણું થયું, સંયમ ન લેવા તેમને સમજાવ્યા; પણ બાહુબલીજી ચારિત્ર માટે મક્કમ || Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy