SearchBrowseAboutContactDonate
Page Preview
Page 794
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૭૪પ કોઈ કૃતિની રચનાતાલ વિશે પૂછીએ તો નાહટાજીને એ બધી વિગતો મોઢે હોય. સ્તવન-સજઝાયની હજારો પંક્તિઓ એમને કંઠસ્થ અને ગાય પણ બુલંદ સ્વરે. અગરચંદજી નાહટાનો જન્મ બીકાનેરમાં શ્રીમંત નાહટા પરિવારમાં ઈ. સ. ૧૯૧૧ના માર્ચ મહિનાની ૧૯મી તારીખે થયો હતો. એમણે શાળામાં માત્ર પાંચ ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. કુટુંબના વેપારને કારણે કિશોરાવસ્થામાં જ નાહટાજીને વેપારમાં લાગી જવું પડ્યું હતું. તેઓ કલકત્તામાં પોતાની પેઢીમાં કામ કરતા થઈ ગયા. પરંતુ ૧૭ વર્ષની ઉંમરે તેઓ બીકાનેરમાં કૃપાચંદ્રસૂરિ નામના આચાર્યભગવંતના સંપર્કમાં આવ્યા અને ત્યાર પછી પૂ. ભદ્રમુનિ (હપીવાળા પૂજય સહજાનંદ મુનિ)ના સંપર્કમાં આવ્યા ત્યારથી તેમના જીવનમાં ઘણું મોટું પરિવર્તન આવી ગયું. તેમની ભાવના તો દીક્ષા અંગીકાર કરીને જૈન મુનિ બનવાની હતી, પરંતુ કુટુંબના આગ્રહને કારણે તેઓ તેમ કરી શક્યા નહીં. તેમનાં લગ્ન થયાં, ગૃહસ્થ જીવનમાં પ્રવેશ થયો, પરંતુ એમણે સંકલ્પ કર્યો કે વર્ષમાં લગભગ આઠ મહિના જેટલો સમય સ્વાધ્યાય, આરાધના વગેરેમાં આપવો. યૌવનમાં આરંભાયેલો આ એમનો જીવનક્રમ ઘણાં વર્ષો સુધી ચાલ્યો. પછી તો વેપાર માટેનો સમય ઘટીને એક-બે મહિના પૂરતો મર્યાદિત થઈ ગયેલો અને છેલ્લાં પંદરેક વર્ષથી તો તેઓ વેપારમાંથી સાવ નિવૃત્ત થઈ ગયા હતા. આખું વર્ષ તેઓ સ્વાધ્યાયમાં પસાર કરવા લાગ્યા હતા. શ્રી નાહટાજીનો રોજનો કાર્યક્રમ વિશિષ્ટ પ્રકારનો હતો. રોજ સવારે ત્રણ વાગ્યે ઊઠીને તરત જ તેઓ સ્વાધ્યાય, ધ્યાન, જાપ વગેરેમાં લાગી જતા. સવારમાં નિયમિતપણે તેઓ આ રીતે પાંચ સામાયિક કરતા. ત્યાર પછી સ્નાન વગેરે કરી, દેરાસરે પૂજા કરી આવીને દૂધ-નાસ્તો લઈને પોતાના ઘરની સામે અભય જૈન ગ્રંથાલયના મકાનમાં જઈ ફરી પાછા સ્વાધ્યાયમાં લાગી જતા. જમીને બપોરે ગ્રંથો, સામયિકો વગેરે વાંચતા, ટપાલો લખતાં અને જે વિષય પર લેખ લખવાનો હોય તેને લગતું વાંચન-મનન કરી લેતા. સાંજ જમ્યા પછી લેખો લખતા. આ રીતે વર્ષમાં સહેજે તેઓ નાનામોટા સો-દોઢસો લેખો લખતા. તેમની કામ કરવાની ઝડપ ઘણી હતી. લગભગ છ દાયકા જેટલા સમયમાં એમણે છ હજારથી વધુ લેખો લખ્યા છે. - નાહટાજીએ પોતાના નાનાભાઈ અભયરાજની સ્મૃતિમાં ‘અભય જૈન ગ્રંથમાળા નામની સંસ્થા પોતાના પૈસે સ્થાપી અને તેમાં હસ્તપ્રતો, ગ્રન્થો, સામયિકો, પ્રાચીન ચિત્રો, કલાકૃતિઓ વગેરે વસાવવાનું કાર્ય એકલે હાથે શરૂ કર્યું. પ્રતિ વર્ષ તેમાં ઉમેરો થતો જ રહ્યો. એમાં અત્યાર સુધીમાં ૬૫ હજારથી વધુ હસ્તપ્રતો એમણે એકત્ર કરી હતી અને એવી જ રીતે પચાસ હજારથી વધુ મુદ્રિત ગ્રંથો તથા પ્રાચીન અનેક ચિત્રો, સિક્કાઓ, પટ્ટાવલીઓ ઇત્યાદિ એકત્રિત કર્યા હતાં. કોઈ મોટી સંસ્થા કરી શકે એવું કામ નાહટાજીએ એકલે હાથે કર્યું હતું. નાહટાજીએ મેટ્રિક સુધીનો પણ અભ્યાસ નહોતો કર્યો, પણ આપસૂઝથી એમણે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, રાજસ્થાની, હિંદી, જૂની ગુજરાતી, અર્વાચીન ગુજરાતીના અનેક ગ્રંથોનો અભ્યાસ કર્યો. વળી તેઓ અંગ્રેજીમાં લખાયેલા ગ્રંથો પણ સમજાય તેટલા વાંચીને તેનો સાર ગ્રહણ કરી લેતા. ઘણી જુદી જુદી યુનિવર્સિટીઓના પીએચ. ડી.ના પરીક્ષક તરીકે તેમણે કામ કર્યું છે અને તેમના હાથ નીચે કેટલાય વિદ્યાર્થીઓએ પીએચ. ડી.ની પદવી માટે માર્ગદર્શન મેળવ્યું છે. તેમણે ઘણી યુનિવર્સિટીઓના ઉપક્રમે વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં છે. નાહટાજીનું સમગ્ર જીવન આ રીતે વિદ્યોપાસનામાં સફળતાપૂર્વક પસાર) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy