SearchBrowseAboutContactDonate
Page Preview
Page 793
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૪ ] [ જૈન પ્રતિભાદર્શન સરળ, નિખાલસ અને મળતાવડા સ્વભાવનો આ રીતે સરસ પરિચય થયો હતો અને ઉત્તરોત્તર એ વિકસતો ગયો હતો. વસનજીભાઈમાં સૂઝ, કાર્યદક્ષતા, આયોજનશક્તિ અને દીર્ઘદૃષ્ટિ તો રહેલાં હતાં જ, પણ એ બધાથી વધુ તો એમની મહેંકતી સુવાસ હતી. એમનું કામ કરવા સૌ તત્પર અને રાજી થતાં. સંઘર્ષ, વિવાદ, કલહ, હુંસાતુંસી વગેરે વસનજીભાઈને ગમતાં નહિ. એ એમની પ્રકૃતિમાં નહોતાં. બધાની સાથે સ્નેહભાવ જાળવવો, બધા રાજી રહે એવું કાર્ય કરવું એ એમની નીતિરીતિ હતી. માલમિલ્કતના ઝઘડા હોય, લગ્ન વિચ્છેદના પ્રશ્નો હોય, ભાગીદારીની સમસ્યાઓ હોય, કેટલાંયે કુટુંબો વસનજીભાઈને વિષ્ટિકાર તરીકે નિમતા અને એમનો નિર્ણય સ્વીકારતાં. ‘કજિયાનું મોં કાળું’ એવું માનનારા, ચારેય ઊંચે સાદે ન બોલનારા, કોઈને કડક શબ્દોમાં ઠપકો ન આપનારા વસનજીભાઈ સૌની સાથે હળીભળી જતા, એથી એમના ચાહકો સ્વાભાવિક રીતે એમના પ્રત્યે આદરભાવ ધરાવતા. વસનજીભાઈ મિલનોત્સુક પ્રકૃતિના હતા. બધાને મળે. સામેથી બોલાવે. ખબર અંતર પૂછે. તેઓ વ્યવહાર બહુ સાચવતા. એમના સગા-સંબંધીઓ એટલા બધા, મિત્રવર્તુળ પણ એટલું મોટું અને વિવિધ સંસ્થાઓના સહકાર્યકર્તાઓ સાથેની દોસ્તી પણ વિશાળ. દરેકને ત્યાં સગાઈ, લગ્ન, માંદગી, મરણ વગેરે પ્રસંગે વસનજીભાઈ પહોંચ્યા જ હોય. એ બાબતમાં જરાપણ આળસ તેમનામાં જોવા ન મળે. નાના મોટા સૌની સાથે એક બનીને રહે અને દરેકને જાતે મદદ કરવાનો અથવા બીજા દ્વારા મદદ કરાવવાનો પ્રામાણિક પ્રયાસ કરી છૂટે. એથી સમાજમાં એમનો મોભો ઘણો ઊંચો થયો હતો. વસનજીભાઈ ધર્મપ્રિય હતા. સાધુ-સાધ્વીઓ પ્રત્યે એમને અત્યંત આદરબહુમાન હતા. અમે ઘણે ઠેકાણે સાથે પ્રવાસ કર્યો છે. વસનજીભાઈએ પાર્થિવ દેહ છોડ્યો, પણ એમની સૌરભ ચારે તરફ પ્રસરી રહી. એમના અવસાનથી સમાજે એક સંનિષ્ઠ, સખાવતી, સેવાભાવી કાર્યકર ગુમાવ્યો છે. અગરચંદજી નાહટા શ્રી અગરચંદજી નાહટા રાજસ્થાનમાં આવેલા બીકાનેરના વતની હતા. જૈન સાહિત્ય અને તત્ત્વજ્ઞાન, શિલ્પ અને સ્થાપત્ય, ચિત્રકલા અને ઇતિહાસના તેઓ પ્રખર અભ્યાસી હતા. અન્ય ધર્મના સાહિત્યના અભ્યાસ સાથે તેમણે મુખ્યત્વે પ્રાચીન જૈન સાહિત્યનો, એની હસ્તપ્રતોની જાણકારી સહિત ઘણો ઊંડો અભ્યાસ કર્યો હતો. આવા બહુશ્રુત વિદ્વાનનું ૭૩ વર્ષની વયે એમના વતન બીકાનેરમાં અવસાન થયું. કેસરી સાફો, સફેદ ડગલો તથા ધોતિયું પહેરેલા નાહટાજી પસાર થાય તો કોઈને ખ્યાલ ન આવે કે ભારતના આ એક મૂર્ધન્ય સારસ્વત છે. શ્રી અગરચંદજી નાહટા એટલે જૈન સાહિત્યના સંશોધન માટેની જાણે કે એક જીવતીજાગતી સંસ્થા. ભારતભરમાં અને ભારત બહાર કેટલાય વિદ્વાનોને એમના તરફથી જરૂરી માહિતી ઓછા શ્રમે તરત સાંપડી જતી. પ્રાચીન જૈન સાહિત્યના તેઓ જાણે કે જીવંત જ્ઞાનકોશ જેવા, વોકિંગ એન્સાઇકલોપીડિયા જેવા હતા. એ વિષયમાં કોઈ કૃતિ વિશે, કોઈ કર્તા વિશે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy