SearchBrowseAboutContactDonate
Page Preview
Page 795
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪૬ ] [ જૈન પ્રતિભાદર્શન થયું હતું. દુર્લભ એનો શ્રી અને સરસ્વતીનો સુભગ સમન્વય એમના જીવનમાં થયેલો. નાહટાજી સરળ પ્રકૃતિના હતા. કોઈ વાતે એમને માઠું લાગતું નહીં. તેમનો પહેરવેશ સાદો હતો. તેમની જીવનજરૂરિયાતો ઓછી હતી. કયારેક રેલવેના બીજા વર્ગના ડબ્બામાં બેસવાની જગ્યા ન હોય અને પેસેજમાં નીચે બેસવું પડે ત્યારે પણ અત્યંત પ્રસન્ન ચિત્તે નહાતાજી પ્રવાસ કરતા હોય. કોઈને ઘરે ઊતર્યા હોય ત્યારે સગવડની બહુ અપેક્ષા તેઓ ન રાખે. ખાવાપીવાનો સમય વીતી જાય તો પણ ચહેરા ઉપર વ્યગ્રતા ન જણાય. જૈન સાહિત્યમાં પણ નાહટાજીના રસના વિષયો વિવિધ પ્રકારના રહ્યા હતા. મધ્યકાલીન રાસાસાહિત્ય અને ફાસાહિત્યના સંશોધનના ક્ષેત્રે એમનું કાર્ય ઘણું મહત્ત્વનું છે. એમણે સંશોધન કરીને સંપાદિત કરેલા એવા સંખ્યાબંધ ગ્રન્યો છે. જૈન સાહિત્યના સંશોધનક્ષેત્રે, ખાસ કરીને હસ્તલિખિત પ્રતિઓની દૃષ્ટિએ નાહટાજી જેટલું મોટું કાર્ય કરનાર અત્યારે બીજી કોઈ વ્યક્તિ નથી. હવેના સમયમાં પ્રાચીન સાહિત્યના સંશોધનકાર્યમાં એકંદરે રસ ઓછો થતો જાય છે ત્યારે નાહટાજીએ કરેલી સાડાપાંચ દાયકાની સેવાનું મૂલ્ય ઘણું મોટું લાગે છે. એ ક્ષેત્રમાં કામ કરનારાઓને એમની ખોટ વર્ષો સુધી લાગ્યા કરશે. ( ચીમનલાલ ચકુભાઈ શાહ ) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ એટલે આપણા રાષ્ટ્રસ્થવિરોમાંના એક. તેઓ ભારતના સ્વાતંત્ર્યસંગ્રામના એક સેનાની, ભારતના બંધારણના ઘડનારાઓમાંના એક, ભારતની લોકસભાના સભ્ય, જૈન સમાજના એક અગ્રગણ્ય નેતા, એક નામાંકિત સોલિસિટર, અનેક સામાજિક-શૈક્ષણિક અને ધાર્મિક સંસ્થાઓના સૂત્રધાર, ગુજરાતી સાહિત્ય પરિષદના વર્ષો સુધી મંત્રી, પીઢ પત્રકાર, વિચારશીલ લેખક અને સમર્થ તત્ત્વચિંતક હતા. ચીમનભાઈ એટલે સેલ્ફ મેઈડ મેન, એમનું જીવન એટલે શૂન્યમાંથી સર્જન. એમનું જીવન એટલે પ્રબળ પુરુષાર્થની ગૌરવગાથા. ચીમનભાઈનો જન્મ સૌરાષ્ટ્રમાં લીમડી પાસે પાણસીણા ગામમાં ઇ. સ. ૧૯૦૨ના માર્ચની ૧૧મી તારીખે સ્થાનકવાસી જૈન કુળમાં થયો હતો. એમના પિતા ચકુભાઈ મુંબઈ આવી વસ્યા હતા. આથી ચીમનભાઈ પણ માધ્યમિક શિક્ષણ ઉપરાંત મુંબઈમાં જ બી. એ., એમ. એ. ને એલ. એલ. બી. થયા. ઘણું ખરું પહેલો નંબર મેળવતા. તેમણે તેલંગ સુવર્ણચંદ્રક તથા બીજા ચન્દ્રકો પણ મેળવ્યા હતા. કૉલેજમાં હતા ત્યારથી જ ચીમનભાઈને જાહેર જીવનની પ્રવૃત્તિઓમાં રસ હતો. પોતાને પડ્યાં તેવાં કષ્ટો બીજાઓને ન પડે તે માટે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ થવી જોઈએ એવી એમની ભાવના હતી અને એ માટે ધગશપૂર્વક કામ કરવા તેઓ ઉત્સુક હતા. ૧૯૩૦ની સાલથી એમણે કૉન્ગ્રસની લડતમાં ભાગ લેવો શરૂ કર્યો હતો. એક ધારાશાસ્ત્રી તરીકે ચીમનભાઈની ખ્યાતિ ઘણી મોટી હતી. તેમણે બ્રિટિશ સરકારના પ્રથમ હિંદી સોલિસિટર તરીકે પણ કાર્ય કર્યું હતું. આથી જ ૧૯૪૮ માં બંધારણ સભા (Constituent Assembly)ની જ્યારે રચના થઈ ત્યારે તેના એક સભ્ય તરીકે ચીમનભાઈની નિમણૂક થઈ હતી. ચીમનભાઈ સૌરાષ્ટ્ર ટ્રસ્ટ, પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જૈન કિલનિક, મુંબઈ સ્થાનકવાસી જૈન મહાસંઘ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy