SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1079
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩0 ] [ જૈન પ્રતિભાદર્શન પ્રવૃત્તિઓથી સુખ્યાત છે. ગોહરબાગ જૈન સંઘ, જૈન સોશ્યલ ગ્રુપ, રોટરી કલબ-મુંબઈ, નૂતન જિનમંદિર, ઉપાશ્રય-આરાધના ભવન, પાઠશાળાની સ્થાપના જેવા જૈન સમાજના વિકાસમાં સહયોગ તન-મન અને ધનથી આપ્યો છે. શૈક્ષણિક સંસ્થામાં વિદ્યાદાન કરીને યુવા પેઢીના ઘડતરમાં પૂરતા પ્રયાસોથી સિંચન કર્યું છે. અન્ય સેવાકીય સંસ્થાઓમાં ઉદાર હાથે દાન આપીને સેવાભાવનાને ઝળહળતી રાખી છે. અરવિંદભાઈની પ્રતિભાનું એક આગવું લક્ષણ એ છે કે કોઈ પણ પ્રકારની ધાર્મિક એ સેવાકીય પ્રવૃત્તિ થતી હોય તો અચૂક એમની રકમ પ્રથમ નોંધાઈ જાય. દાન આપવાની આવી ઉદારતા દાનને સાર્થક કરે છે. એમની શિક્ષણ અને સંસ્કારપ્રિયતાની ઉચ્ચ ભાવનાથી ઓહરબાગ જૈન સંઘ દિન-પ્રતિદિન બીજ સ્વરૂપમાંથી વટવૃક્ષ બની રહ્યો છે. જેથી સમગ્ર જૈન સમાજ ગૌરવ અનુભવે છે. Simple Life and high thinkengના સૂત્રને અનુસરીને દ્રષ્ટાંત રૂપ જીવન જીવી રહ્યા છે. ધંધાકીય કાર્યદક્ષતા ખૂબ ઊંચી ગુણવત્તાવાળી અને નીતિમત્તાના ધોરણે કાર્યરત શ્રી અરવિંદભાઈ સફળ ઉદ્યોગપતિ અને સંઘનાયક તરીકે પ્રતિભાશાળી છે. ધંધાકીય વિકાસ માટે જર્મનીનો પ્રવાસ કરીને આ ક્ષેત્રમાં પણ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. (સંકલન : ડો. કવિન શાહ) શ્રી અવંતીલાલ ચુનીલાલ મોદી : વિશાનીમા જૈન જ્ઞાતિના નાનકડા વિસ્તારમાં પણ સેવાભાવી કાર્યકર્તાઓની યાદીમાં સ્થાન આપી શકાય તેવા મહુઘા (જિ.ખેડા)ના વતની શ્રી અવંતીલાલ ચુનીલાલ શાહ સમાજના અગ્રણી માનનીય મુરબ્બી તરીકે સ્થાન પામ્યા છે. તેઓશ્રી જૈનકુળમાં જન્મ્યા અને કુળને અનુરૂપ ધાર્મિક પ્રસંગોનું આયોજન-સંચાલન અને જિનશાસનના કાર્યો કરવામાં તન-મન-અને ધનથી સેવા આપી છે. તેઓશ્રી મહુધા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘના પ્રમુખ અને જૈન દેરાસરના કાર્યવાહક ટ્રસ્ટી તરીકે સેવા આપે છે. જિનેશ્વર ભગવાનની પેઢીના વહીવટની સોસાયટી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે સંબંધ ધરાવે છે. મહુઘા જૈન સમાજના લોકલાડીલા સેવાભાવી સાધર્મિક તરીકે એમનું નામ સમગ્ર ગામમાં સુખ્યાત બન્યું છે. એમની ધર્મપ્રિયતાના પ્રતીક સમાન સિદ્ધચક્રપૂજન, ભકતામર પૂજન અને વિશ સ્થાનક પૂજનના કર્તવ્યોમાં તીર્થયાત્રાના કર્તવ્યને પણ તેઓશ્રીએ ભોયાણી તીર્થના યાત્રા પ્રવાસનું આયોજન કરીને પુણ્યકાર્ય કર્યું છે. શ્રી અશોકભાઈ મધુસુદનભાઈ શાહ : રોહીડા જૈન સમાજના પ્રતિભાશાળી દાનવીર, સેવાભાવી અને કાર્યદક્ષ સજજન પુરુષ તરીકે ખ્યાતિ પ્રાપ્ત કરનાર શ્રી અશોકભાઈનું જન્મસ્થળ અને કર્મભૂમિ એ બીલીમોર નગરી છે. બી. કોમ.ની પદવી પ્રાપ્ત કરીને સ્વતંત્ર રીતે પુરુષાર્થ કરી કેમીકલના વ્યવસાયમાં જોડાયા. કેમીકલના વ્યવસાયમાં દિન-પ્રતિદિન પોતાની બુદ્ધિ અને હોશિયારીના સમન્વયથી સતત પ્રગતિના પંથે પ્રયાણ કરીને સંજરાજ કેમીકલ કુ.ના નામથી વિશેષ સમૃદ્ધ થયા છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy