SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1078
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૧૦૨૯ શ્રી અમૃતલાલ પારેખ : પંચમહાલ જિલ્લાના ગોધરા નગરના વિશાનીમા જૈન જ્ઞાતિના પ્રતિભાશાળી પુરુષ તરીકે નામના પ્રાપ્ત કરનાર શ્રી અમૃતલાલભાઈ પારેખ. બાલ્યાવસ્થાથી કુશાગ્રબુદ્ધિને પરિણામે વ્યાવહારિક અભ્યાસ કરતાં કરતાં શિષ્ટ અને સંસ્કારવર્ધક વાંચનનો શોખ ઉદ્ભવ્યો એટલે ઉત્તમ ચરિત્ર ગ્રંથોનું તલસ્પર્શી અધ્યયન કર્યું. એમના વિચારો ધાર્મિક હતા, છતાં સમાજસુધારાને શિક્ષણની અનિવાર્ય આવશ્યકતા જાણીને ગોધરામાં શ્રી જૈન વિદ્યોત્તેજક મંડળીની સ્થાપના કરીને લગ્ન પ્રસંગોની ઉજવણી, મરણ પછીનું ભોજનના રિવાજ માટે સુધારક દૃષ્ટિબિન્દુ અપનાવ્યું હતું. આ વિચારોનું સ્વયં અક્ષરશઃ પાલન કરી બતાવ્યું હતું. તે ઉપરથી એમના વિચારોને આચાર સાથે એકસૂત્રતા રહેલા જોઈ શકાય છે. તેઓશ્રી રાષ્ટ્રિય ભાવનાથી રંગાયેલા હોવાથી ઇ.સ. ૧૯૨૮માં આઝાદીની ચળવળમાં જોડાયા, પણ શારીરિક સુખાકારીએ યારી ન આપતા તેમાંથી નિવૃત્ત થઈ ગયાં. એમની સ્વાધ્યાય પ્રવૃતિમાં ઉપદેશક તરીકેની મોટાઈ કે અહમ્ લેશમાત્ર ન હતો. તેઓ તો સ્વકલ્યાણ દ્વારા મુમુક્ષુઓનું પણ કલ્યાણ થાય તેવા ઉદાર હેતુથી પોતે જે વિચારો આત્મસાત કર્યા છે તેના ચિંતન અને મનન સ્વરૂપે વ્યક્ત કરતા હતા. એમના જીવનની આ એક મહાન સિદ્ધિ હતી. તેઓશ્રી નમ્રતા, સાદાઈ, વિનય, મૈત્રીપૂર્ણ વ્યવહાર, ભક્તિભાવ અને સ્વાધ્યાયપ્રેમી જેવા ગુણોથી વિલક્ષણ વ્યકિતત્વ ધરાવનાર બન્યા હતા. એમનું અંતિમ લક્ષ્ય પરમાત્માના આદર્શને વરીને ભવનો અંત કરવાનું હતું. માદેર વતન ગોધરાના જૈન સંઘ તરફથી એમનું સન્માન કરવામાં આવ્યું તે પ્રસંગે “સાધુચરિત'' મહાપુરુષ તરીકે બિરદાવવામાં આવ્યા હતા. સાચે જ તેઓ સંસારી હતા, પણ નિર્લેપભાવે વ્યવહાર પ્રવૃત્તિ કરી, પણ એમનું લક્ષ્ય તો આત્મકલ્યાણની ભાવનાનું જ રહ્યું હતું. ગોધરાના શાંતિનાથ જિન પ્રાસાદના જિર્ણોદ્ધાર વખતે કારોદ્ઘાટન એમના શુભ હસ્તે કરાવવાનો અનેરો પ્રસંગ એક ચિરસ્મરણીય બન્યો છે. આવા વિનમ્ર સમર્પણશીલ ગુણાલંકારયુકત, સાધુચરિત મહાપુરુષ ૧૯૮૭ના ડિસેમ્બરની ર૬ તારીખે આ નશ્વર દેહ છોડીને પ્રભુના પરમ ધામમાં દિવ્ય જયોતિમય પ્રકાશ પામીને સિધાવ્યાં. (સંકલન : ડૉ. કવિન શાહ શ્રી અરવિંદભાઈ છોટાલાલ ચોકસી ઃ બીલીમોરા (ઇસ્ટ) વિભાગના જૈન સંઘના પ્રમુખશ્રી અરવિંદભાઈ ચોકસી, જાણીતા ઉદ્યોગપતિ, જૈન સમાજના કાર્યકર અને સેવાકીય પ્રવૃત્તિઓના સૂત્રધારનું માદરે વતન સુરત પણ કાર્યક્ષેત્ર બીલીમોરા પસંદ પડ્યું. વિવિધ પ્રકારના કાર્યક્ષેત્રોમાં પોતાની શક્તિ અને સંપત્તિનો વ્યય કરીને પ્રતિભાશાળી ઉદ્યોગપતિ તરીકે નામના મેળવી છે. માત્ર ટૂંકાગાળામાં બિલીમોરામાં આવી નામના પ્રાપ્ત કરનાર વિરલ વ્યકિત્વવાળા અરવિંદભાઈ ચોકસી સૌની પ્રીતિપાત્ર બન્યા છે. શ્રી અરવિંદભાઈની ધર્મપ્રિયતા, વિદ્યાપ્રેમ, સમાજસેવા અને ઉદારતા એમની વિવિધ સેવાકીય -------- ૧૧ ૭, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy